370 બાદ હવે 15મી ઓગષ્ટે મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાં ભરશે બીજુ ઐતિહાસિક પગલું!

370 બાદ હવે 15મી ઓગષ્ટે મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાં ભરશે બીજુ ઐતિહાસિક પગલું!

ગૃહમંત્રી અમિત શાહ આ વખતે જમ્મુ-કાશ્મીરમાં 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે તેવી શક્યતા છે. અહેવાલ અનુંસાર 14 ઓગષ્ટે સાંજે શાહ શ્રીનગર માટે રવાના થાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કલમ-370 હટાવ્યા બાદ આ વખતે 15મી ઓગષ્ટે શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો લહેરાઈ શકે છે.

આ ઘટનાના સાક્ષી અમિત શાહ પણ બની શકે છે. બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના અધ્યક્ષ નીતીશ કુમારે પણ તેનું સમર્થન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં  જ કેન્દ્ર સરકારે કલમ 370 હટાવવાની સાથો સાથ જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ પાડીને બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા છે. હવે જો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્વતંત્રતા દિવસ પર લાલ કોક જઈને તિરંગો ફરકાવે તો આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલુ બીજુ ઐતિહાસિક પગલુ હશે. શ્રીનગર બાદ અમિત શાહ 16 અને 17 ઓગષ્ટે લદ્દાખના પ્રવાસે જશે. 

અને મોદીએ ધમકીઓ વચ્ચે પણ લહેરાવ્યો હતો લાલ ચોકમાં તિરંગો

અહેવાલ પ્રમાણે કેન્દ્ર 15 ઓગષ્ટે કાર્યક્રમની તૈયારીને લઈને આંતરીક ચર્ચા કરી રહ્યું છે. એનએસએ અજીત ડૉવાલ પણ હાલ કાશ્મીર ખીણમાં લોકો વચ્ચે જઈને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે. આ અગાઉ પાકિસ્તાનના આતંકી સંગઠનો તરફથી ધમકીઓ મળવા છતાંયે 26 જાન્યુઆરી 1992માં તત્કાલીન ભાજપ અધ્યક્ષ મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદી (તત્કાલીન આરએસએસ પ્રચારક)એ શ્રીનગરના લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો હતો.

નીતીશ આખરે ઢીલા પડ્યાં

શરૂઆતમાં કાશ્મીરમાંથી 370 દૂર કરવાનો વિરોધ કરી ચુકેલા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે અચાનક પોતાનું વલણ બદલ્યું છે અને લાલ ચોકમાં તિરંગો લહેરાવવાના નિર્ણયનું સમર્થન કર્યું છે. સંસદમાં કલમ 370 હટાવવાના વિરોધ બાદ જેડીયૂ જ રીતસર બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. પાર્ટીના અનેક નેતા આ વલણથી ભારોભાર નારાજ હતાં. ત્યાર બાદ નીતીશ કુમાર પોતાનું વલણ બદલવા મજબુર બન્યા છે અને તેમણે અમિત શાહના નિર્ણયનું સમર્થન કર્યું છે.