વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા પોતાના નિર્ણયને ચોંકાવતા રહે છે. તેમના આ પગલાને કારણે વિપક્ષ પણ ઉંઘતા જ ઝડપાય છે. જમ્મુ-કાશ્મીર મામલે પણ આજે પીએમ મોદીએ વિપક્ષી દળો સહિત અનેકને ચોંકાવી દીધા હતાં. છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં જે હલચલ તેજ બની હતી તેને લઈને કંઈક મોટું થવા જઈ રહ્યું છે હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો. પરંતુ મોદી સરકારે કાશ્મીર મામલે આટલો મોટો નિર્ણયને સૌકોઈને ચોંકાવી જ દીધા હતાં.
ભારે હલચલ વચ્ચે કહેવાતુ હતું કે, કાશ્મીરમાં આર્ટિકલ 35A પર નિર્ણય લેવાઈ શકે છે. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તો રાજ્યસભામાં કાશ્મીર પર એકસાથે ચાર મહત્વના અને મોટા નિર્ણય લેતા જ સૌકોઈને હેરાન કરી દીધા હતાં. લોકોએ પણ સરકારના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો.
ચાર નિર્યનો અને બદલાઈ ગયુ જમ્મુ-કાશ્મીર
શાહે આજે રાજ્યસભામાં એકસાથે ચાર નિર્ણયો કરીને જમ્મુ-કાશ્મીર મામલે મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય સંભળાવી દીધો હતો.
નિર્ણય નંબર – 1 :
જમ્મૂ-કાશ્મીર રાજ્યની કલમ-370(1)ને બાદ કરતા તમામ ખંડ હટાવવા અને રાજ્યનું વિભાજન કરવાનો પ્રસ્તાવ.
નિર્ણય નંબર 2 – :
જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં ફેરવી નાખવાનો પ્રસ્તાવ.
નિર્ણય નંબર 3 – :
જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત વિસ્તારની પોતાના ગાઈડ લાઈન્સનો પ્રસ્તાવ.
નિર્ણય નંબર 4 – :
લદ્દાખ કોઈ જ વિધાયીકા ધરાવતુ કેન્દ્ર શાસિત વિસ્તારનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો.
મોદી સરકારે ફરી એકવાર સૌને ચોંકાવ્યા
નરેન્દ્ર મોદી સરકારે વખતોવખત પોતાના નિર્ણયથી ચોંકાવતી રહે છે. આજે ફરી એકવાર મોદી સરકારે કાશ્મીર મામલે સૌકોઈને ચોંકાવ્યા હતાં. ખાસ કરીને વિરોધ પક્ષને. કાશ્મીરમાં ચાલી રહેલી હિલચાલ વચ્ચે પીડીપી ચીફ મહેબુબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સનાના નેતા અને પૂર્વ વડાપ્રધાન ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્યમાં કોઈ ‘મોટો પ્લાન’ કરી રહી છે. જોકે આ નેતાઓને પણ એવો કોઈ અંદાજ નહીં હોય કે રાજ્યને લઈને મોદી સરકાર આટલો મોટો નિર્ણય લઈ લેશે અને રાજ્યના ટુકડા જ કરી નાખશે.
આર્ટિકલ 370 પર શાહે આપ્યા એક એક જવાબ
શાહે એક એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, 1950 અને 1960ના દાયકામાં તત્કાલીએન કોંગ્રેસ સરકરે આ પ્રકારે જ અનુચ્છેદ 370માં સંશોધન કર્યું હતું. અમે પણ આ જ રીતે અપનાવી છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, નેતા વિપક્ષ ગુલામ નવી આઝાદ પોતે પણ કાશ્મીરમાંથી જ આવે છે, તેમને ચર્ચામાં ભાગ લઈને રાજ્યના લોકોની સમસ્યાઓ દૂર કરવાને લઈને ચર્ચા કરવી જોઈએ.
ગૃહમંત્રીએ લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશની રચના કરવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, અહીં ચંડીગઠની માફક વિધાનસભા નહીં હોય. શાહે એમ પણ કહ્યું હતું કે, કાશ્મીર અને જમ્મુ ડિવીઝન વિધાનસભા સાથે એક જુદો કેન્દ્ર શાસિત પ્રદેશ હશે જ્યાં દિલ્હી અને પોંડીચેરીની જેમ વિધાનસભા હશે.