31.2 લાખ શિક્ષિત ભારતીયો અમીર દેશોમાં વસવાટ માટે સ્થાયી

31.2 લાખ શિક્ષિત ભારતીયો અમીર દેશોમાં વસવાટ માટે સ્થાયી

। નવી દિલ્હી ।

આર્થિક સહકાર અને વિકાસ સંગઠન ( ઓઇસીડી)દ્વારા જારી થયેલી માહિતી મુજબ સંગઠનનું સભ્યપદ ધરાવતા દેશોમાં અંદાજે ૧૨ કરોડ માઇગ્રન્ટ્સ વસી રહ્યા છે. આ પૈકીના ૩૦થી ૩૫ ટકા માઇગ્રન્ટ્સ ઉચ્ચ શિક્ષણ ધરાવે છે , અર્થાત તેઓ શૈક્ષણિક અને વ્યાવસાયિક તાલીમ પ્રાપ્ત માઇગ્રન્ટ્સ છે.આવા શિક્ષિત અને કેળવાયેલા માઇગ્રન્ટના મૂળ દેશને જોતાં તેમનું વર્ગીકરણ કરવામાં આવે તો ભારત તેમાં મોખરે છે અને ચીન દ્વિતીય સ્થાને છે. વર્ષ ૨૦૧૫-૧૬ની યાદી પર નજર નાખવામાં આવે તો ઓઇસીડી સભ્ય દેશોમાં આવા ઉચ્ચ શિક્ષિત ૩૧ લાખ માઇગ્રન્ટસ વસી રહ્યા હતા. તો ચીનના ૨૨.૫ લાખ માઇગ્રન્ટ્સ વસી રહ્યા હતા. ભારતના માઇગ્રન્ટ્સ પૈકી ૬૫ ટકા માઇગ્રન્ટસ ઉચ્ચ શિક્ષિત માઇગ્રન્ટ્સનો દરજ્જો ધરાવતા હતા,તો ચીનના ૪૮.૬ ટકા માઇગ્રન્ટ્સ ઉચ્ચ શિક્ષિત માઇગ્રન્ટ્સનો દરજ્જો ધરાવતા હતા. યાદીમાં ફિલિપાઇન્સ ત્રીજું સ્થાન ધરાવે છે. ફિલિપાઇન્સના કુલ માઇગ્રન્ટ્સ પૈકી ૫૩.૩ ટકા માઇગ્રન્ટનો ઉચ્ચ શિક્ષિત માઇગ્રન્ટ્સમાં સમાવેશ થાય છે. માત્ર દશ કરોડની વસતી ધરાવતા આ દેશમાંથી કુલ ૧૮.૯ લાખ ઉચ્ચ શિક્ષિત માઇગ્રન્ટ્સ ઓઇસીડી દેશોમાં કાર્યરત છે. તેમાં મહદંશે આરોગ્ય કર્મી કે નર્સનો સમાવેશ થાય છે. કોરોના મહામારીને પગલે ફિલિપાઇન્સ સરકારે પોતાના ઉચ્ચ શિક્ષિત આરોગ્યકર્મીઓને દેશમાં જ રોકવા કેટલાક નવા નિયમો ઘડયા છે. હાલમાં વાર્ષિક માત્ર ૫,૦૦૦ નર્સને જ દેશબહાર સેવા આપવાની છૂટછાટ છે. ઓઇસીડી દેશોમાં જતા ફિલિપાઇન્સના માઇગ્રન્ટસ્સ પૈકી અડધોઅડધ માઇગ્રન્ટ્સ અમેરિકા પર પસંદગી ઉતારે છે.about:blank

કયા દેશોમાંથી પહોંચ્યા છે કુશળ માઇગ્રન્ટ્સ? 

ભારત         ૩૧.૨ લાખ

ચીન            ૨૨.૫ લાખ

ફિલિપાઇન્સ    ૧૮.૯ લાખ

બ્રિટન          ૧૭.૫ લાખ

જર્મની         ૧૪.૭ લાખ

પોલેન્ડ        ૧૨ લાખ

મેક્સિકો         ૧૧.૪ લાખ

રશિયા          ૧.૦૬ લાખ