3 રૂમ, 100 લોકો, અડધો કલાક દેખરેખ હેઠળ…કોરોના વેક્સીન માટે મોદી સરકારનો ‘મહાપ્લાન’

3 રૂમ, 100 લોકો, અડધો કલાક દેખરેખ હેઠળ…કોરોના વેક્સીન માટે મોદી સરકારનો ‘મહાપ્લાન’

દેશ (India)માં મોટાપાયે કોરોનાની વેક્સીન (Corona Vaccine) આપવાની તૈયારી ચાલી રહી છે. સરકાર પોતાના સ્તર પર વિસ્તૃત યોજના તૈયાર કરી રહ્યું છે. કહેવાઇ રહ્યું છે કે એક રસીકરણ કેન્દ્ર (Vaccination Center) પર 5 લોકોને તૈનાત કરાશે. તેની સાથે જ વેક્સીનનો પહેલો ડોઝ મળ્યા બાદ કોઈ પણ પ્રકારની વિપરીત અસરની આશંકાને જોતા એક અલગ રૂમને તૈયાર કરાશે.

એક કેન્દ્રમાં એક દિવસમાં આશરે 100 લોકોને રસીનો ડોઝ મળશે

એક દિવસમાં આશરે 100 જેટલા લોકોનો રસી આપી શકાશે. વેક્સીન શરૂ થયાના થોડા સમય પછી ગતિવિધિ માટે સરકાર કોમ્યુનિટી હોલ અને ટેન્ટ લગાવાની કાયદાકીય વ્યવસ્થા પણ કરશે. દરેક સાઇટ પર સામાન્ય રસીકરણ કેન્દ્રોથી વધુ જગ્યાની જરૂર પડશે.

SOPનો ડ્રાફ્ટ કેન્દ્ર એ રાજ્યોની સાથે શેર કર્યો

ઉપર જણાવામાં આવેલી માહિતી સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (SOP)ના ડ્રાફ્ટ તરીકે રાજ્યોની સાથે શેર કરાઇ છે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરના આધારે દરેક રસીકરણ સેન્ટર પર એક ગાર્ડ સહિત 5 લોકોની તૈનાતી કરાશે. તેમજ વેઇટિંગ, વેક્સિનેશન અને ઓબ્ઝર્વેશન એમ ત્રણ રૂમ હશે.

વેક્સીન લેનાર દરેક શખ્સને 30 મિનિટ માટે દેખરેખ હેઠળ રખાશે

વેક્સીન લેનાર દરેક શખ્સને ફરજીયાતપણે કોઇપણ પ્રકારની આડ અસરની આશંકાને ધ્યાનમાં રાખતા 30 મિનિટ સુધી દેખરેખ હેઠળ રખાશે. કોઇપણ પ્રકારની ગંભીર અસર દેખાતા લોકોને નજીકની ડેડિકેટેડ હોસ્પિટલમાં દાખલ કરાશે. કેન્દ્રના વનડે વર્કશોપમાં સામેલ થયેલા ઇમ્યુનાઇઝેશન ઓફિસર ડૉ.રજની એન એ કહ્યું કે વેક્સીનેશન માટે 3 રૂમને રિઝર્વ કરવાનો નિર્ણય સોશિયલ ડિસ્ટેસિંગના નિયમોના પાલનના લીધે લેવાયો છે.

એક વખતમાં વેક્સીનેશન રૂમમાં એક જ વ્યક્તિને પ્રવેશ

વેક્સીનેશન રૂમમાં એકવારમાં એક જ શખ્સને પ્રવેશની પરવાનગી મળશે. જો કે વેઇટિંગ અને ઓબ્ઝર્વેશન રૂમમાં ઘણા બધા લોકોની બેસવાની વ્યવસ્થા કરાશે. આપને જણાવી દઇએ કે કેટલાંય દેશો એ અલગ-અલગ કંપનીઓની કોરોના વેક્સીનની ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. કહેવાય છે કે આ વર્ષના અંત કે આવતા વર્ષની શરૂઆતમાં ભારતમાં કોરોના રસીના ઉપયોગને મંજૂરી મળી શકે છે.