અમેરિકન વેક્સિન : ફાઈઝરે મોદી સરકાર સમક્ષ વેક્સિનને તાત્કાલિક મંજૂરી આપવાની માગ કરી. ભારતને 517 કરોડ રૂપિયાની દવાઓ પણ દાન કરી

અમેરિકાની દવા અને વેક્સિન કંપની ફાઈઝરે મહામારીની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારતને 7 કરોડ ડોલર (લગભગ 517 કરોડ રૂપિયા)ની દવાઓ પણ દાન કરી છે. કંપનીના CEO એલબર્ટ બોર્લોએ આ જાણકારી આપી છે. બોર્લોએ ભારત સરકારને એક અપીલ પણ કરી છે. બોર્લો મુજબ- ભારતને ફાઈઝર વેક્સિનને એપ્રુવલ માટે અપનાવવામાં આવતી પ્રક્રિયા ઝડપથી પૂરી કરવી જોઈએ. અમેરિકા સહિત દુનિયાના અનેક અમીર દેશોમાં ફાઈઝરની વેક્સિન ઉપયોગ કરવામાં આવી રહી છે.

ભારત સરકાર સાથે વાતચીત યથાવત
બોર્લોએ સોશિયલ મીડિયા પર એક પ્રોગ્રામ દરમિયાન કહ્યું કે વેક્સિન એપ્રુવલ પ્રોસેસ અંગે તેમની ભારત સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. આ દરમિયાન તેઓએ જણાવ્યું કે કંપનીએ ભારતને મહામારીનો સામનો કરવા માટે 7 કરોડ ડોલરની દવાઓ દાનમાં આપી છે.

કેટલીક નારાજગી પણ
બોર્લોએ વેક્સિન એપ્રુવલ ન મળવાને લઈને થોડીક નારાજગી પણ વ્યક્ત કરી છે. કહ્યું- અમે ઘણાં મહિના પહેલાં વેક્સિન એપ્રુવલ માટે એપ્લીકેશન આપી હતી. બદનસીબે આજ દિવસ સુધી તેના પર કોઈ જ નિર્ણય લેવાયો નથી. જો કે હાલ અમે ભારત સરકાર સાથે સીધા સંપર્કમાં છીએ, તેમની સાથે વાતચીત કરી રહ્યાં છીએ. ફાઈઝરના સૌથી મોટા અધિકારીએ કહ્યું કે- મહામારી વિરૂદ્ધ આ લડાઈમાં અમે ભારતની સાથે ઊભા છીએ.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Info & News
Ashadeep Newspaper

કાંકરિયા ઝૂ ના ડાયરેક્ટરનું મોટું નિવેદન, અમેરિકા-સ્પેનમાં વાઘ-સિંહ સંક્રમિત થતા કાંકરિયા ઝૂમાં વ્યવસ્થા સઘન બનાવાઈ

વાઘ-વાઘણ-સિંહ અને સિંહણ જેવા સસ્તન પ્રાણીઓ પણ ખતરનાક કોરોનાથી સંક્રમિત થઈ શકે છે અને આ સંક્રમિતતાના અમેરિકાના ન્યૂયોર્ક અને સ્પેનના

Read More »
Business
Ashadeep Newspaper

30 જૂન સુધીમાં આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરો, નહી કરનારને 10,000નો દંડ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ(CBDT)એ પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંકિંગની સમયસીમા 30 જૂન 2020 નક્કી કરી છે. જો આવામાં તમે

Read More »