વીદેશી મીડિયામાં ફરી મોદી પર પ્રહાર : વડાપ્રધાનના અભિમાનથી ભારતમાં ડરનો માહોલ, વેક્સિન નિકાસનો ઢંઢેરો પીટ્યો, પરંતુ પોતાની ઉત્પાદનક્ષમતા જ નથી ખબર

દેશમાં રોજ 3.5 લાખ નવા કોરોનાના દર્દી અને 2000થી વધારેનાં મોત

ભારતનો આત્મા આંધળા રાજકારણમાં ખોવાઈ ગયો- ધી ગાર્ડિયન
ભારતીય મતદારોએ લાંબા અને ભયંકર સપનાની પસંદગી કરી- ધી ન્યૂયોર્ક ટાઈમ્સ

આ એ હેડલાઇન્સ છે, જ્યારે મોદી 2019માં ફરી વડાપ્રધાન બન્યા હતા. દુનિયાના ટોપ મીડિયા હાઉસમાં નરેન્દ્ર મોદીની જીતને કંઈક આ રીતે રજૂ કરવામાં આવી હતી. બે વર્ષ પછી એટલે કે મે 2021માં વિદેશી મીડિયાના પ્રહાર થોડા વધારે જ વધી ગયા છે. કોરોનાની બીજી લહેરમાં સરકાર નિષ્ફળ ગઈ તો વિદેશી મીડિયાએ સત્યને ખૂલીને રજૂ કર્યું. તાજેતરમાં જ ફ્રાન્સના ન્યૂઝપેપર લે મોંડેનું છે. તો આવા અમુક પોઈન્ટ્સથી જાણીએ કે આ ન્યૂઝપેપરે તેમના એડિટોરિયલમાં દેશની કેન્દ્ર સરકાર વિશે શું લખ્યું છે….

  • રોજ 3.5 લાખ નવા કોરોનાના દર્દી અને 2000થી વધારેનાં મોત. આ સ્થિતિ ભયંકર વાયરસને કારણે થઈ છે, પરંતુ એની પાછળ વડાપ્રધાનનું અભિમાન, મોટી મોટી વાતો અને નબળું પ્લાનિંગ છે.
  • સમગ્ર દુનિયામાં વેક્સિન નિકાસનો ઢંઢેરો પીટ્યો અને ત્રણ મહિના પછી ભારતમાં ભયંકર સ્થિતિ જોવા મળી.
  • ભારતની સ્થિતિ કંટ્રોલ બહાર થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર મદદની જરૂર છે. 2020માં અચાનક વડાપ્રધાને લોકડાઉન લગાવ્યું અને લાખો પ્રવાસી અને મજૂરોને શહેર છોડવું પડ્યું. વડાપ્રધાને ગયા વર્ષે સિસ્ટમ લોક કરીને બધું રોક્યું અને 2021ની શરૂઆતમાં જ બધું ખુલ્લું મૂકી દીધું.

હર્ડ ઈમ્યુનિટી 2023 સુધી પણ મુશ્કેલ
મેડિકલ સિસ્ટમ પર માત્ર ભાષણ આપ્યા. જનતાની સુરક્ષાની જગ્યાએ કારણ વગરના ઉત્સવ કર્યા. વડાપ્રધાન મોદીએ સ્થિતિ વધારે ખરાબ કરી દીધી. રાજ્યની ચૂંટણીમાં જીત માટે પ્રચાર કરતા લાખોની ભીડને માસ્ક વગર સંબોધન કર્યું. કુંભમેળાને મંજૂરી આપી. લાખો લોકો ભેગા થયા અને તે કોરોનાનું હોટસ્પોટ બની ગયું.

પીએમ મોદીનો દરેકને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે, પરંતુ દેશની સાચી ઉત્પાદનક્ષમતા વિશે તેઓ પોતે જ કશું નથી જાણતા. રાજકીય ફાયદો જ્યાંથી મળી શકે ત્યાં વેક્સિનેશનને પ્રાથમિકતા આપીશ, પણ જરૂરિયાતને ધ્યાનમાં ના રાખી. પરિણામ એ આવ્યું કે અત્યારસુધી માંડ 10 ટકા વસતિને જ વેક્સિન મળી છે, એટલે કે હર્ડ ઈમ્યુનિટી મેળવવા માટે જરૂરી વેક્સિનેશન કદાચ 2023 સુધીમાં પણ પૂરું ના થઈ શકે. આ સંકટને ધ્યાનમાં રાખીને અત્યારે એકજૂથ થવાની જરૂર છે. અત્યારે એ બધું કરવું જોઈએ,જે લાખો લોકોની પીડા દૂર કરી શકે. અમેરિકા, યુરોપ, ફ્રાન્સ, જર્મની અને બ્રિટને વેક્સિનનું ઉત્પાદન વધારવા માટે પહેલા જ મદદ મોકલવાની જાહેરાત કરી દીધી છે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Technology
Ashadeep Newspaper

પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશને ધક્કા ખાવા નહીં પડે

હવે પોલીસ અરજદારના ઘરે જશે પાસપોર્ટ પોકેટકોપ એપ્લિકેશનથી વેરિફિકેશનની કામગીરી કરવા પોલીસ કમિશનરનો આદેશ અમદાવાદ, તા.17 નવેમ્બર, 2019, રવિવાર અમદાવાદ

Read More »
World
Ashadeep Newspaper

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ચાલશે મહાભિયોગ, પ્રસ્તાવ પાસ, શું હવે સત્તા પરથી હટી જશે?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરૂદ્ધ લાવામાં આવેલ મહાભિયોગ પ્રસ્તાવના સમર્થનમાં બહુમતીમાં સાંસદોએ વોટિંગ કર્યું છે. અમેરિકન સંસદના નીચલા સદન હાઉસ

Read More »