વેક્સિન લો, સુરક્ષિત રહો : 18+ ઉંમરના લોકોએ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?, બે મિનિટમાં સ્ટેપ બાય સ્ટેપ જાણો

પહેલી મેથી ગુજરાતમાં 18થી 45 વર્ષની વયના લોકોને કોરોના વેક્સિન અપાશે. સરકારી સેન્ટરોમાં આ ઉંમરની કોઈપણ વ્યક્તિને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવશે. આ માટે આજથી જ, એટલે કે 28 એપ્રિલથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ થઈ રહ્યો છે. તમે આસાનીથી રજિસ્ટ્રેશન કરી શકો એ માટે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ.

1) સૌપ્રથમ તમારે cowin.gov.in પોર્ટલ પર જવાનું છે.

2) પોર્ટલ પર ગયા બાદ રજિસ્ટર/સાઇન ઇન પર ક્લિક કરવાનું રહેશે.

3) ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર આપીને ‘ગેટ OTP’ પર ક્લિક કરો.

4) હવે તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.

5) OTP સબમિટ કરતાં જ નવું પેજ ખૂલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.

6) ફોટો આઇડી માટે આધારકાર્ડ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, NPR સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.

7) એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી તમારો આઇડી નંબર આપો.

8) ત્યાર બાદ તમારે નામ, જાતિ, જન્મ તારીખ પણ જણાવવાનાં રહેશે.

9) ત્યાર બાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.

10) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ વેક્સિન લેવા માટે અનુકૂળ સમયનો સ્લોટ પસંદ કરી શકો છો.

આરોગ્ય સેતુ એપ પરથી પણ આ જ રીતે તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છે, પણ એટલું ખાસ યાદ રાખજો કે વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. જો તમારે પ્રાઈવેટ હૉસ્પિટલમાં વેક્સિન લેવી હશે તોપણ રજિસ્ટ્રેશન કરાવવું જ પડશે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

World
Ashadeep Newspaper

અમેરિકા / જે લોકોને નોકરી આપવા વિદેશીઓ પર પ્રતિબંધ લગાવ્યો, તેમાંથી મોટા ભાગની પાસે લાયકાત નથી

અમેરિકામાં વિદેશીઓને અસ્થાયી રીતે રહેવા અને કામ કરવા પર પ્રતિબંધ લાગુ જે ક્ષેત્રોમાં છૂટ આપી, તેમાં વિદેશી માત્ર 4% વોશિંગ્ટન. અમેરિકામાં

Read More »
News & Info
Ashadeep Newspaper

અમદાવાદ / બેંક ઓફ અમેરિકાએ ગિફ્ટ સિટીમાં ગ્લોબલ બિઝનેસ સર્વિસીસ સેન્ટર શરૂ કર્યું

સરકારે 7 મિનિટમાં બેંકને મંજૂરી આપી હતી અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર પાસે ગિફ્ટ સિટીમાં બેંક ઓફ અમેરિકાના ગ્લોબલ બિઝનેસ સર્વિસિસ

Read More »