કોરાનાકાળમાં મળશે રાહતનો શ્વાસ? : કોરોનાવાયરસનો ખાતમો બોલાવવા ઇન્જેક્શન નહીં, હવે આવી રહી છે ટેબ્લેટ

  • એન્ટી-વાઇરલ ડ્રગ મોલનુપિરાવિરના પ્રારંભિક ક્લિનિકલ ટ્રાયલ્સમાં પોઝિટિવ પરિણામો મળી રહ્યાં છે
  • ટેબ્લેટ સ્વરૂપે બની રહેલી આ એન્ટી-વાઇરલ ડ્રગની ટ્રાયલ્સનાં પરિણામો તમામ સ્તરે પાર ઊતરે તો કોરોનાથી હોસ્પિટલાઈઝેશન અને મોત ટળશે તેમજ વાયરસનો ફેલાવો પણ અટકી શકશે એવો દાવો
  • અમેરિકાની રિજબેક બાયોથેરાપ્યુટિક્સ અને મર્ક કંપની દ્વારા મળીને એન્ટી-વાઇરલ ટેબ્લેટ દ્વારા કોવિડ-19નો ખાતમો કરવાની કોશિશ

દુનિયાભરમાં કોવિડ-19 મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. આ મહામારી શરૂ થઈ ત્યારથી જ ભારત સહિતના અનેક દેશોએ રસી બનાવવાનું કામ શરૂ કર્યુ છે, જેમાં ભારતની સ્વદેશી બે રસી ઉપરાંત અન્ય દેશોમાં પણ રસીનું નિર્માણ કરાયું છે, જેમાં અમેરિકા, રશિયા વગેરે સામેલ છે. જેમાં જોહન્સન એન્ડ જોહન્સન સિવાય મોટાભાગની રસી ઈન્જેક્શન દ્વારા લઈ શકાય એવી છે. જ્યારે જોહન્સન એન્ડ જોહન્સનની રસી નાકમાં સ્પ્રે દ્વારા લેવાની રહેશે, જેની હજુ ટ્રાયલ ચાલી રહી છે અને બજારમાં આવી નથી. એવામાં અન્ય એક રાહતના સમાચાર એ છે કે અમેરિકાની બે કંપની મળીને ટેબ્લેટ સ્વરૂપે કોવિડ-19નો ખાતમો કરવાની કોશિશ કરી રહી છે. આ બંને કંપનીઓ છે- રિજબેક બાયોથેરાપ્યુટિક અને મર્ક.

આ બે કંપનીઓએ ટેબ્લેટ બનાવી છે અને એની ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહી છે. રસપ્રદ એ છે કે આ ટેબ્લેટની હાલ તો ધારી અસર કોરોના વાયરસ વિરુદ્ધ જોવા મળી રહી છે. ક્લિનિકલ ટ્રાયલ્સમાં આ ટેબ્લેટનાં પોઝિટિવ પરિણામો જોવા મળી રહ્યાં છે. ટૂંક સમયમાં ઈન્જેક્શનના બદલે મોંએથી ગળવાની આ ટેબ્લેટની હ્યુમન ટ્રાયલ્સ પણ શરૂ થશે.

અમેરિકન નિષ્ણાતોના મતે ટેબ્લેટ સફળ રહેશે તો કોરોનાને હરાવી શકાશે
અમેરિકન એપિડેમિયોલોજિસ્ટ ડો. જિલ રોબર્ટ્સે ટેબ્લેટ સ્વરૂપે લેવાની આ દવા વિશે કહ્યું હતું કે જો પરિણામો તમામ સ્તરે પાર ઊતરશે તો નજીકના ભવિષ્યમાં કોરોનાવાયરસનો ખાતમો કરી શકાશે. જો કે આ દિશામાં હજુ ઘણું કામ બાકી છે. તેમણે દાવો કર્યો હતો કે આ ટેબ્લેટ કોરોનાવાયરસને નાથી શકશે તો એને કારણે હોસ્પિટલાઈઝેશન તથા મોતને ટાળી શકાશે અને વાયરસનો ફેલાવો પણ અટકાવી શકાશે. જો કે હજુ આ ટેબ્લેટ ક્યારથી ઉપલબ્ધ થશે એ વિશે તેઓ નિશ્ચિત રીતે કંઈ કહી શક્યા નહોતા.

એન્ટી-વાઇરલ ડ્રગ મોલનુપિરાવિરની પ્રારંભિક ક્લિનિકલ ટ્રાયલ્સમાં પોઝિટિવ પરિણામો મળ્યાં. (પ્રતીકાત્મક તસવીર)

ઈન્જેક્શનને બદલે ટેબ્લેટથી શું ફાયદો થશે?
ડો. જિલ રોબર્ટ્સના કહેવા પ્રમાણે, જે લોકો રસી માટે ઈન્જેક્શન લેવા માગતા નથી અને જ્યાં રસી ઉપલબ્ધ થઈ શકતી નથી ત્યાં લોકોને આ ટેબ્લેટ મોલનુપિરાવીરથી રાહત મળી શકશે. બીજી સારી વાત એ છે કે આ ટેબ્લેટ વાયરસને શરીરમાં પોતાની પ્રતિકૃતિઓ એટલે કે રેપ્લિકેશન કરતા અટકાવે છે.

શરીરમાં રહેલા વાયરસનો ઝડપથી ખાતમો બોલાવે છે આ ટેબ્લેટ
રિજબેક બાયોથેરાપ્યુટિક્સના ચીફ મેડિકલ ઓફિસર ડો. વેન્ડી પેન્ટરે કહ્યું હતું, “અમને ટેબ્લેટ મોલનુપિરાવિર સ્વરૂપની આ એન્ટી-વાઇરલ ડ્રગની ક્લિનિકલ ટ્રાયલ્સનાં પ્રારંભિક પોઝિટિવ પરિણામોથી ખુશી છે. આ ટેબ્લેટ વાયરસને ફેલાતાં અટકાવી શકશે. જોકે હજુ આ દિશામાં ઘણું કામ અને અભ્યાસ બાકી છે.” ડો. વેન્ડી પેન્ટરના કહેવા પ્રમાણે, આજના સમયમાં જ્યારે દુનિયાભરમાં કોવિડ-19નો તોડ કાઢવાની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આ ટેબ્લેટ કદાચ આશીર્વાદરૂપ બની રહેશે. આ દવાનું માનવો પર પરીક્ષણ આગળના સમયમાં થશે, જેના પછી એ કેટલી વાસ્તવમાં અસરકારક અને સુરક્ષિત છે એ નક્કી થઈ શકશે.

ભારતના બિલિયોનેર ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ખુશી વ્યક્ત કરી
ટેબ્લેટ મોલનુપિરાવિરનાં હકારાત્મક પરિણામોના સમાચાર અંગે ભારતના ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે એક ટ્વીટમાં કહ્યું હતું કે જો આ ટેબ્લેટ કારગત નીવડશે તો એ સમગ્ર દુનિયા માટે આશીર્વાદરૂપ બનશે. જો તમામ પરીક્ષણોમાં આ ટેબ્લેટ મોલનુપિરાવિર પાર ઊતરશે તો શક્ય છે કે 2021ના અંત સુધીમાં કોવિડ-19નો ખાતમો થઈ જાય.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

News & Info
Ashadeep Newspaper

પત્ની જુગારમાં 12 લાખ હારી, દેવું ભરવા ઘરમાંથી ચોરી કરી

રાજકોટઃ હાર્યો જુગારી બમણું રમેની કહેવત માફક રાજકોટના સહકાર મેઈનરોડ પરના મેઘાણીનગર શેરી નં.૧૧માં રહેતી પત્તાપ્રેમી મહિલા એકતા અંકિતભાઈ ભીમાણી

Read More »
Astrology
Ashadeep Newspaper

રાશિ અનુસાર જાણીલો 2021માં ક્યો મહિનો છે તમારા માટે લકી ક્યો મહિનો છે ભારે?

નવું વર્ષ હંમેશાં અપેક્ષા લાવે છે. આપણે બધાને 2021 માં સારી શરૂઆતની આશા છે. જેથી વર્ષ 2020ની ખરાબ યાદોને ભૂલી

Read More »