ઊંઝા – ઉમિયાધામ 14 થી 30 તારીખ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

કોરોના મહામારીને લઈ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો

જિલ્લા માં કોરોના બેકાબુ થતા જિલ્લામાં અનેક મેળા અને ધાર્મિક સ્થળો બંદ કરવામાં આવ્યા છે. ગઈ કાલે બેચરાજી મંદિરમાં ભક્તો માટે દર્શન કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો જેથી કરી ને કોરોના સંક્રમણ ઓછું થાય ત્યારબાદ વધુ એક આસ્થાના પ્રતીક સમાન મંદિર ભક્તો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

મહેસાણા જિલ્લા ના ઊંઝા માં કોરોના કહેર વધતા ઊંઝા બજાર, ઊંઝા APMc માર્કેટ બાદ હવે ઊંઝા માં આવેલ માં ઉમિયા માતાજીનું મંદિર ભક્તો માટે આવતીકાલથી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ મંદિર 14 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી એટલે કે 17 દિવસ સુધી માઇ ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મંદિર ના ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી ને ધ્યાને લઈને આ નિર્ણય લીધો છે.

આજ થી ચૈત્રી નવરાત્રી ની શરૂઆત થઈ ગઈ છે જેને લઈને ઊંઝામાં મા ઉમિયા ના દરબારમાં લાખો ભક્તો મોટી સંખ્યામાં દૂર દૂરથી દર્શન કરવા આ મંદિર માં આવતા હોય છે. જેથી આ વખતે કોરોના મહામારીમાં ભીડ એકત્રિત ના થાય અને કોરોના સંક્રમણ અટકાવવા ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ મંદિર ની શાસ્ત્રોક્ત પૂજા અર્ચના પક્ષાલ વિધિ, શણગાર આરતી, રાજભોગ થાળ,હોમ હવન જેવી ધાર્મિક પ્રવૃતિઓ પૂજારી દ્વારા ચાલુ રહેશે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

News & Info
Ashadeep Newspaper

કોરોના ઈફેક્ટ, વેકેશનની વિદેશી ટૂર કેન્સલ થવાના કારણે ફોરેન કરન્સી બિઝનેસ ઠપ્પ

। અમદાવાદ । કોરોના વાઈરસના કારણે મોટાભાગના ધંધાઓને સીધી અસર થઈ છે. ત્યારે વેકેશનમાં યોજાનારી વિદેશી ટુર કેન્સલ થવાના પગલે

Read More »
News & Info
Ashadeep Newspaper

ઓનલાઈન હાજરીથી ગુલ્લીબાજ શિક્ષકોની પોલ ખૂલી, ચાલુ નોકરીએ વિદેશમાં થયા હતા સ્થાયી

ગુજરાત સરકારની ઓનલાઈન હાજરીનો ગુજરાતભરના શિક્ષકો વિરોધ કરી રહ્યા હતા. પણ ઓનલાઈન હાજરીને કારણે ગુજરાતના ગુલ્લીબાજ શિક્ષકો મામલે ચોંકાવનારો ખુલાસો

Read More »