કયો રિપોર્ટ સાચો? : અમદાવાદના ચાંદખેડામાં રહેતા યુવકના 24 કલાકમાં બે રિપોર્ટ, એક પોઝિટિવ આવ્યો તો બીજો નેગેટિવ!

ચાંદખેડાના યુવકે મોટેરા ખાતે કરાવેલો ટેસ્ટ પોઝિટિવ, ન્યૂ સીજી રોડે કરાવેલો ટેસ્ટ નેગેટિવ

શહેરમાં અનેક ઓફિસોમાં જ્યાં કર્મચારીઓ પોઝિટિવ આવી રહ્યાં છે, ત્યારે ઓફિસમાં કર્મચારીઓને કોરોના ટેસ્ટ કરાવી લેવા સૂચના અપાય છે, આ સંજોગોમાં ચાંદખેડાના રહીશ નિલેશસિંહ વાઘેલાએ બે જગ્યાએ કોરોના ટેસ્ટ કરાવતાં બંનેના રિઝલ્ટ અલગ આવ્યા છે.

આ અંગેની વિગત એવી છેકે, ચાંદખેડામાં રહેતા નિલેશસિંહ વાઘેલાની ઓફિસમાંથી તેમને સૂચના આપી હતીકે, તેઓ કોરોના રિપોર્ટ કરાવી લે. તેઓએ મોટેરા ખાતે કોરોના ટેસ્ટ કરાવ્યો તો તેમાં પોઝિટિવ આવતાં તેમને રિપોર્ટ પર શંકા જતાં તેમણે તરત જ ચાંદખેડા સીજી રોડ ખાતેના મ્યુનિ. ટેન્ટમાં કોરોના રિપોર્ટ ફરીથી કરાવ્યો હતો. જોકે આશ્ચર્ય વચ્ચે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી હજુ પણ કોરોના ટેસ્ટિંગમાં ભારે વિસંગતતા હોવાનું જોવા મળ્યું છે. મ્યુનિ. દ્વારા કરવામાં આવતાં એન્ટિજન ટેસ્ટની વિશ્વસનિયતા સામે સવાલ ઊભા થયા છે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

World
Ashadeep Newspaper

ભારત WHOનાં એક્ઝિક્યુટિવ બોર્ડનું ચેરમેન બનશે, જાપાનનું સ્થાન લેશે

ચીન અને અમેરિકા વચ્ચે કોરોના મુદ્દે તણાવ ચાલી રહ્યો છે નવી દિલ્હી, 17 મે રવિવાર  ભારત આગામી સપ્તાહે વર્લ્ડ હેલ્થ

Read More »
Entertainment
Ashadeep Newspaper

લતા મંગેશકરની તબિયત નાજુક, ICUમાં ગીત જ બન્યા તેમની તાકાત

36 ભાષાઓ અને 1000થી વધારે ગીતને પોતાનો અવાજ આપી ચૂકેલા ભારત રત્ન લતા મંગેશકરની હાલત હાલ પણ નાજુક છે. ફેફસામાં

Read More »