2020 દુઃખ, દર્દથી પૂરું થયું, ન તો તહેવારો ઊજવાયા, ન તો મનને શાંતિ રહી, કોરોનાની ચિંતા, પોલીસનો ભય, થર્ટીફર્સ્ટની ઉજવણી નિસ્તેજ

2020 દુઃખ, દર્દથી પૂરું થયું, ન તો તહેવારો ઊજવાયા, ન તો મનને શાંતિ રહી, કોરોનાની ચિંતા, પોલીસનો ભય, થર્ટીફર્સ્ટની ઉજવણી નિસ્તેજ

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીઓની ઉજવણી કરવા માટે એક મહિના પહેલાથી આયોજનો થઇ જાય છે. હોટલોમાં બહારના દેશોમાંથી આવતી ડાન્સરો સાથે ડાન્સ કરવા મોંઘી કિંમતના યુવાનો મેળવતા હોય છે. તો ખાનગીમાં ફાર્મ હાઉસોમાં પણ પાર્ટીઓ મોડી રાત્રી સુધી ચાલુ હોય છે પણ પ્રથમવાર એવુ બન્યુ કે, સરકારની ગાઇડ લાઇન અને પોલીસના ડરના કારણે કોઇ જગ્યાએ થર્ટી ફર્સ્ટની પાર્ટીઓના આયોજનો થયા નથી. આ વર્ષે થર્ટી ફસ્ટ ઘરે બેસીને મનાવવી પડી છે.

યુવાનો થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે પાર્ટીવેર બનાવતા હોય છે અને દિવાળી જેવો માહોલ થતો હોય છે. પરંતુઆ બધા પર પાણી ફરી વળ્યુ છે. બહાર પાર્ટીઓમાં નહિ જઈ શકેલા લોકોએ ઘરના ધાબા પર પાર્ટી મનાવી હતી. કેટલીક સોસાયટીમાં તાપણી કાર્યક્ર્મ સાથે લોકો ભેગા મળીને નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતો તેવા સમયે પોલીસે આવીને લોકોને લાઉડ સ્પીકર વગાડીને ઘરોમાં જતા રહેવાની સૂચના આપી હોવાના કિસ્સા બન્યા હતા. પ્રતિબંધ હોવા છતાં શહેરમાં રાત્રે ૧૨ના ટકોરે છૂટીછવાઈ આતશબાજી પણ જોવા મળી હતી. હોટલ, રેસ્ટોરન્ટ બંધ હોવાથી ફૂડ પાર્સલ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટયાં હતાં.

કોર્ટયાર્ડ મેરિયોટ હોટેલમાં ૩૧ ડિસેમ્બરની  પાર્ટી શરૂ થાય તે પહેલાં જ પોલીસે બંધ કરાવી

શહેર પોલીસ કમિશ્નરને જાહેરનામુ બહાર પાડીને ૩૧મી ડીસેમ્બરની કોઇ પણ પ્રકારની પાર્ટી નહી યોજવા માટે આદેશ આપ્યો છે. છતાં  સેટેલાઇટ જેવા પોશ વિસ્તારમાં આવેલી  કોર્ટયાર્ડ મેરિયોટ હોટલમાં પાર્ટી યોજવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો.

સાંજે પોણા આઠ વાગે કોર્ટયાર્ડ મેરિયોટ હોટલના સત્તાધિશો ધ્વારા એક પાર્ટીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ઝોન-૭ ડીસીપી પ્રેમસુખ ડેલુની ઓફિસની ૧૦૦ મીટરના અંતરમાં આવેલી આ હોટલમાં  એક મહિલા સ્ટેજ ઉપર ગાતી હોવાનો અવાજ સંભળાતા જ તાત્કાલિક સેટેલાઇટ પોલીસ દોડતી થઇ ગઇ હતી.

સેટેલાઇટ પોલીસ કોર્ટયાર્ડ મેરિયોટ હોટલમાં ગઇ હતી. અને પાર્ટી બંધ કરાવી દીધી હતી. એટલુ જ નહી હોટલ સત્તાવાળાઓની પણ પોલીસે ઝાટકણી કાઢીને પાર્ટી બંધ કરાવી હતી.

૨૦૨૦ દુઃખ, દર્દથી પૂરું થયું, ન તો તહેવારો ઊજવાયા, ન તો મનને શાંતિ રહી

૨૦૨૦નું આજે ગુરુવારે પૂરું થતું વર્ષ એક રીતે અમદાવાદ જ નહીં દુનિયા આખીના માનવસમાજ માટે ભારે પિડાકારક અને વેદનાભર્યું રહ્યું. કોરોનાની મહામારીએ સૌ કોઈના જીવ પડીકે બંધાવી દીધા… અને ભયાનક, ખોફનાક કોરોનાએ એક જ સપાટામાં કંઈ કેટલાંને પ્રાણ પણ હરી લીધા… કેટલાંયે લોકો હોસ્પિટલના બિછાને પટકાયા તો કેટલાંયે લોકો હોમ કોરોન્ટાઇનના ઓછાયા હેઠળ ઘરમાં જ નજરકેદ રહ્યા. એક ભયંકર વાવાઝોડુ આવ્યું અને હજી આજેય તેનો સુસવાટો ચાલુ છે. ઇસબીચ… જ્યાં સુધી અમદાવાદને લાગે વળગે છે ત્યાં સુધી ૨૦૨૦ના પ્રથમ ત્રણ માસ એટલે કે, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનો શાંતિ, સમૃદ્ધિ અને ઉચાટ વિના પૂરો થયો.

પરંતુ માર્ચના અંતિમ દિવસોથી કોરોનાએ એવો તરખાટ મચાવ્યો હતો કે, હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ ઉભરાતા રહ્યા, મોતના આંકડા વધતા રહ્યા અને કુદરતની થપાટે શહેર આખામાં એવો સન્નાટો મચાવી દીધો કે, દુનિયા અને દેશ સાથે અમદાવાદ શહેરે ઘરમાં જ બંધનો લોકડાઉનનો ક્યારેય કલ્પેલો નહીં એવો કડવો અનુભવ પણ કર્યો એ પછી જનતા કરફ્યૂ અને સરકારી કરફ્યૂના કપરા દિવસો પણ જોયા.

ખેર… આજના ૩૧મી ડિસેમ્બર એટલે કે, ૨૦૨૦ના આખરી દિવસ અને રાતની વાત કરીએ તો ૩૧મીની રાત તો ઝળહળાટ રોશનીથી અને ન્યુઇયર પાર્ટીથી એવી ભરપુર રહેતી હતી કે, વર્ષ આખાની મોસમ ૩૧મીની રાત્રે મનભરીને છલકાતી હતી. માત્ર શહેરના મોલ, દુકાનો, સી.જી, રોડ, કાંકરિયા પરિસર કે હોટેલો પર કરવામાં આવતી આંખને આંજી નાંખે તેવી ભપકાદાર રોશની, હેપ્પી ન્યુઇયરના અવાજો કે ફુગ્ગાના ઉછાળાથી પુરી થતી નહતી. પરંતુ છલકાયે જામની જેમ જામની એકમેક ટક્કરથી રાત્રે ૧૨ના ટકોરે શરૂ થતી હતી, ડાન્સથી ધૂમ મચતી હતી અને નવી ઊર્જા સાથે સૌ કોઈ વિદાય લેતા વર્ષની યાદો સાથે નવા વર્ષના વધામણા કરતા હતા.