2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કર્યો પ્રચાર, કહ્યું- અમેરિકાથી દુનિયા ઈર્ષ્યા કરે છે

2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કર્યો પ્રચાર, કહ્યું- અમેરિકાથી દુનિયા ઈર્ષ્યા કરે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં ખીચોખીચ ભરેલી રેલીમાં 2020માં થનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ફરી એકવાર પોતાના ચૂંટણી અભિયાનનો પ્રારંભ કર્યો હતો. તેઓએ કહ્યું, ‘અમેરિકાને મહાન બનાવી રાખીશું’નું આહવાન કરતાં સમર્થકોને વધારે ચાર વર્ષો માટે તેમની ટીમને પસંદ કરવા માટે અનુરોધ કર્યો હતો.

અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ

રિયલ એસ્ટેટ કારોબારીમાથી નેતા બનેલાં 73 વર્ષીય ટ્રમ્પે ઓરલેન્ડોમાં 20 હજાર લોકોની સભાને સંબોધિત કરતાં કહ્યું કે, તેમના નેતૃત્વમાં અમેરિકી અર્થવ્યવસ્થાથી દુનિયા ઈર્ષ્યા કરે છે. તે વર્ષ 2017માં અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ બન્યા હતા.

ત્રણ વર્ષ પહેલાં જીતી હતી રાષ્ટ્રપતિની ચૂંટણી

ટ્રમ્પે કહ્યું કે, ત્રણ વર્ષ પહેલાં તેમની જીત અમેરિકાના ઈતિહાસમાં નિર્ણાયક ક્ષણ બની અને તેમણે અમેરિકા ફર્સ્ટ નીતિને કાયમ રાખવાનું પણ આહવાન કર્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, જો તેઓ આગામી ચૂંટણીમાં હારી જશે તો દેશ સૌથી મોટા ખતરામાં પડી જશે.