ઢોંગી ઢબુડી માને ખુલ્લો પડકાર, ચમત્કાર સાબિત કરે તો 1 કરોડનું ઈનામ

ઢબુડી માના ઢોંગનો પર્દાફાશ થયા બાદ પંચમહાલમાં અંધશ્રદ્ધા નિવારણનું કાર્ય કરતી સંસ્થાએ ઢબુડી માને ખુલ્લો પડકાર ફેંક્યો છે. સંસ્થાએ જાહેરાત કરી છે કે, જો ઢબુડી મા ચમત્કાર સાબિત કરે તો તેમને 1 કરોડનું ઈનામ આપીશું. ઉલ્લેખનીય છે કે, ઢોંગી ઢબુડી માનો પર્દાફાશ થતાં જ તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો બીજી બાજુ તેમનાં સમર્થકો પણ વીડિયો વાઈરલ કરીને તેમને સમર્થન આપી રહ્યા છે.

મીડિયામાં ઢબુડી મા અંગેના સમાચારો પ્રકાશિત થતાં પંચમહાલની હ્યુમેનિસ્ટ રેશનાલિસ્ટ એસોસિએશન નામની સંસ્થાએ ઢબુડી માને પડકાર ફેંક્યો છે. સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો ઢબુડી મા ચમત્કાર સાબિત કરે તો 1 કરોડના ઈનામની જાહેરાત કરી છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા તેમની વાજતે-ગાજતે શોત્રાયાત્રા કાઢવાની પણ જાહેરાત કરવામાં આવી છે. હ્યુમેનિસ્ટ રેશનાલિસ્ટ એસોસિએશન નામની સંસ્થા અંધશ્રદ્ધા નિવારણનું કાર્ય કરે છે. સંસ્થાના લેટર પેડનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

તો બીજી બાજુ ઢબુડી માના સમર્થકો હવે ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ઓડિયો ક્લિપ વાયરલ કરી છે, તે ઓડિયો ક્લિપમાં ‘ઢબુડી મા’નાં સેવકે પત્રકારને ખખડાવ્યો છે. ‘તેણે કહ્યું કે હવે જો ઢબુડી માને કંઇક કહીશ તો તું જોઇ લેજે તારા ત્રણ ચાર કલાકમાં શું હાલ થાય છે. પેલા બોટાદનાં ફરિયાદી ભીખાભાઇનું પણ ડેથ સર્ટિફિકેટ જોઇ લેજે. તમારી પાસે જે પણ પુરાવા છે તે બધા ખોટા છે. ‘ જ્યારે પત્રકાર કહે છે કે હું તો મારૂં કામ કરીશ ત્યારે સેવક કહે છે કે, મને ગુસ્સો આવે તો હું કંઇ પણ કરી દઇશ. ટેન્શન લેનેકા નહીં દેને કા’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

World
Ashadeep Newspaper

અમેરિકામાં ભારતીય મૂળનાં કરોડપતિની હત્યા, ગર્લફ્રેન્ડની કારમાંથી મળ્યો મૃતદેહ

અમેરિકામાં ભારતીય મૂળનાં કરોડપતિ આઈટી વિશેષજ્ઞ તુષાર અત્રે પોતાની પ્રેમિકાની કારમાં મૃત મળી આવ્યા. કેટલાક સમય પહેલા જ તેમનું તેમના

Read More »
World
Ashadeep Newspaper

USમાં 15 લાખ ગુજરાતી, વોટ માગવા ટ્રમ્પ Howdy Modi સ્ટાઈલથી અમદાવાદમાં કાર્યક્રમ યોજે તેવી સંભાવના

હાઉડી મોદીની જેમ ફેબ્રુઆરીમાં ગુજરાતમાં હાઉડી ટ્રમ્પની તૈયારી જાહેર સભા અંગે રાજ્ય સરકારે કહ્યું- અમને ખબર જ નથી ગાંધીનગરઃ ગયા વર્ષે

Read More »