સોશિયલ મીડિયા એકાઉન્ટ આધાર કાર્ડ સાથે થશે લિંક? હવે SCમાં સુનાવણીની માગ

સોશિયલ મીડિયા એપ ફેસબુક સાથે આધાર કાર્ડ લિંક કરવાનો મામલો ગયા વર્ષથી દેશની કેટલીક હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. જ્યારે હવે ફેસબુકના આ કેસોને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગ કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ફેસબુકનું કહેવું છે કે અલગ-અલગ કોર્ટમાં અલગ-અલગ કેસ હોવાના કારણે અંતિમ નિર્ણય આવવામાં મોડું થઈ શકે છે તેથી બધા મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થાય તે યોગ્ય છે. ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડને ફેસબુક અને વોટ્સએપ સાથે લિંક કરવાની અરજી મદ્રાસ, બોમ્બે અને મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ચાલી રહી છે. જ્યારે ફેસબુકે કહ્યું કે આ પ્રકારના 4 કેસ અલગ-અલગ હોઈકોર્ટમાં ચાલી રહ્યા છે.

આ પહેલા પણ વોટ્સએપ તરફથી વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે આ મામલો વોટ્સએપનો છે. જે નીતિથી સંકળાયેલ છે. આ મામલો સંપૂર્ણ દેશના નાગરિકો સાથે જોડાયેલ છે. તેથી તેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હોવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

News & Info
Ashadeep Newspaper

આજે આન, બાન અને શાનથી ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી

। નવી દિલ્હી । દેશભરમાં ગુરુવારે ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીરથી દેશવાસીઓને સંબોધન

Read More »
World
Ashadeep Newspaper

સારા સમાચાર : અમેરિકામાં હવે 12થી 15 વર્ષનાં બાળકોને પણ કોરોનાની વેક્સિન અપાશે, ફાઇઝરની વેક્સિનને મંજૂરી અપાઈ

બે હજાર બાળકોને ટેસ્ટમાં વેક્સિન અપાઈ, એમાં એકપણ સંક્રમણનો કેસ ન નોંધાયો અમેરિકામાં હવે કોરોનાવાયરસ સામે બાળકોને પણ વેક્સિનનું કવચ

Read More »