ટ્રેનમાં કપડામાં વિંટળાયેલી મળેલી બાળકીને આ ગુજરતી યુગલે USમાં આપી નવી જીંદગી

કહેવાય છે મા તે મા બીજા વગડાના વા, પરંતુ આ ઘોર કળિયુગમાં આ કહેવત અમુક કિસ્સાઓમાં ખોટી સાબિત થઇ રહી છે. હાલના સમયમાં પોતાના પાપને ઢાંકવા માટે કળિયુગી માતાઓ જન્મ બાદ પોતાના બાળકને ત્યજી દેતી હોય છે. આવી એક ઘટના હાલ સામે આવી છે.

ગત વર્ષ જૂન મહિનામાં અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પર એક રેલ્વે કોચમાં એક બાળકી મળી આવી હતી. આખી ટ્રેન ખાલી થયા બાદ રેલ્વે પ્રટેક્શન ફોર્સને કપડામાં લપટેલી એક બાળકીના રોવાનો અવાજ સંભળાયો હતો. રેલ્વે પોલીસને જ્યારે બાળકીના જન્મદાતા માતા પિતા ન મળતા બાળકીને પાલદીના શિશુગૃહમાં મૂકી આવ્યા હતા. લગભગ એક વર્ષ બાદ આ બાળકીને તેનો નવો પરિવાર મળ્યો હતો.

દોઢ વર્ષની થયેલી બાળકી સિયા ક્રાંતિ મંગળવારે પોતાના નવા માતા-પિતા શ્યામ મોહન અને પાયલ અને બહેન આન્યાની સાથે અમેરિકા ચાલી ગઇ હતી. અમેરિકાના ન્યૂજર્સીના આ કપલે અગાઉ આ બાળકીને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. ક્રાંતિને દત્તક લેવા માટે ગાંધીનગરના રાજભવનમાં એક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકીને દત્તક લીધા બાદ પિતા શ્યામે જણાવ્યું કે, હું અને પાયલ એકબીજાને ભણતા હતા, ત્યારે મળ્યા હતા. મારો પરિવાર કેરળનો છે પરંતુ મારો જન્મ અમેરિકામાં થયો છે. પાયલ ગુજરાતના મોરબીની વતની છે. અમે બન્ને જણાં ભારતમાંથી એક બાળકને દત્તક લેવા માંગતા હતા, ભલે પછી તે પુત્ર હોય કે પુત્રી..

બાળકીની માતા પાયલે જણાવ્યું કે, અમે લોકો બાળકીને દત્તક લેવા માટે વીડિયો કોલ મારફતે શિશુગૃહના સંપર્કમાં હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, ક્રાંતિ મારફતે અમારો ભારત સાથેનો સંબંધ વધુ મજબૂત બની ગયો છે. અમે હંમેશાં ક્રાંતિને ભારત આવવા અને પોતાનું યોગદાન આપવા માટે પ્રેરિત કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Info & News
Ashadeep Newspaper

અમદાવાદની 22 લિકર શોપમાં પરમિટધારકોનો ધસારો – થર્ટીફર્સ્ટ માટે શેમ્પેઇનની 500, સિંગલ માલ્ટ વ્હિસ્કીની 2 હજાર બોટલ વેચાઈ,

અમદાવાદમાં અંદાજિત સાત હજારથી વધુ પરમિટધારકોમાં શેમ્પેઇન રમ, બ્રાન્ડી, વ્હિસ્કીની ડિમાન્ડ વધુ, બિયરના વેચાણમાં ઘટાડો નોંધાયો ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની

Read More »
World
Ashadeep Newspaper

ન્યુયોર્કમાં ફટાકડાથી પરેશાન લોકોએ મેયરના ઘર બહાર રાતભર હોર્ન વગાડ્યા, સવારે નવા નિયમ બની ગયા

આતશબાજીથી ત્રસ્ત ન્યુયોર્કના લોકોએ અનોખો રસ્તો કાઢ્યો ન્યુયોર્ક. અમેરિકાનાં ઘણાં શહેરોના લોકો આખી રાત જુદી-જુદી જગ્યાએ થતી આતશબાજીથી પરેશાન છે. હાલત

Read More »