શનિના આ 7 અચુક ઉપાય કરવાથી ઘરમાં આવે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

શનિદેવનું નામ સાંભળતા જ દિમાગમાં કેટલાક પ્રકારની વસ્તુઓ આવવા લાગે છે. મનમાં કેટલીક જેનાથી આપણું મન ગભરાઈ જાય છે. શનિદેવને ન્યાયના દેવતાઓ કહેવામાં આવે છે. શનિદેવ લોકોને કર્મ અનુસાર ફળ આપે છે. શનિદેવથી ડરવાની જરૂર નથી. શનિદેવને મનાવવા કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યા છે આઓ જાણીએ તે ઉપાય અંગે.

શનિદેવની કૃપા મેળવવા માતા-પિતાનું સન્માન અને તેમની સેવા કરવી જોઈએ. જો તમે તમારા માતા-પિતાથી દૂર રહો છો તો તેમને મનોમન પ્રણામ કરો. માતા પિતાના ફોટાને તમારા પર્સમાં રાખો અને તેમના ચરણોમાં પ્રણામ કરો. 
જો તમે શનિ દેવની ઢૈય્યા કે સાડાસાતી ચાલતી હોય તો શમીના વૃક્ષોના મૂળમાં કાળા કપડાને રાખીને શનિવારે સાંજે ડાબા હાથ પર બાંધી રાખો. ત્યારબાદ ૐ પ્રાં પ્રીં પ્રીં સ: શનિશ્વરાય નમ: મંત્રનો ત્રણ માળાનો જાપ કરો.

શનિના દોષ દૂર કરવા તેમની કૃપા મેળવવા માટે શિવની ઉપાસના સિદ્ધ કરી શકો છો. નિયમપૂર્વક શિવ સહસ્ત્રનામ કે શિવ પંચાક્ષરી મંત્રનો પાઠ કરવાથી શનિના પ્રકોપનો ભય જતો રહેશે. અને તમામ બાધાઓ દૂર થશે. આ ઉપાય શનિ દ્વારા મળતા નકારાત્મક પરિણામ સમાપ્ત થઈ જશે.

ભગવાન શિવની જેમજ તેમના અંશાવતાર બજરંગ બલીની સાધનાથી શનિ દેવ સાથે જોડાયેલી મુશ્કેલીઓ દૂર થઈ જશે. કુંડળીમાં શનિ સાથે જોડાયેલા દોષ દૂર કરવા માટે પ્રતિદિન સુંદરકાંડનો પાઠ કરો અને હનુમાનજીના મંદિરમાં જઈને પોતાની ક્ષમતા અનુસાર થોડો મીઠો પ્રસાદ ચડાવો.

શનિદેવના પ્રકોપને શાંત કરવા આ મંત્ર ખુબજ પ્રભાવી છે. શનિદેવને સમર્પિત આ મંત્રને શ્રદ્ધા સાથે કરવાથી નિશ્ચિત રીતે લાભ પ્રાપ્ત થશે.

સૂર્ય પુત્રો દીર્ઘ દેહો વિશાલાક્ષ: શિવ પ્રિય:| 
મંડાચારાહ પ્રસન્નાત્મા પીડાં દહતુ મેં શનિ: ||

શમીનું વૃક્ષ ઘરે લગાવો અને નિયમિત રૂપથી તેમની પૂજા કરો. આનાથી વાસ્તુદોષ દૂર થશે. શનિદેવની કૃપા વધશે. આ જ રીતે કાળા કપડામાં શમી વૃક્ષના મૂળ બાંધીને ડાબી બાજુ પર ધારણ કરો. શનિદેવ તમારૂ ખરાબ ન કરે. જળમાં ગોળ કે ખાંડ મેળવી શનિવાર દિવસે પીપળાના વૃક્ષને જળ અને તેલનો દીપક જલાવી દેવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે.

શનિવારના દિવસે શનિ મહારાજને નીલારંગના અપરાજીત ફૂલ ચડાવી કાળા રંગની મીણબતી અને તલનું તેલથી દીપ જલાવો. શનિવારના દિવસે મહારાજ દશરથનું લખેલું શનિ સ્તોત્ર પાઠ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

News & Info
Ashadeep Newspaper

સરકારી બેન્કોમાં ખાતુ ધરાવતા ગ્રાહકોને હવે લીલાલહેર!, દર મહિને હવે તમારા રૂપિયા બચશે

દેશની મોટી સરકારી બેંક યુનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને લોનનાં દર ઓછા કરીને સસ્તી EMIની ભેટ આપી છે. એટલે

Read More »
Visa & Immigration
Ashadeep Newspaper

H-1B ધારકનાં જીવનસાથીની પરમિટ ઓટોમેટિક રિન્યૂ નહીં થાય : યુએસ કોર્ટ

। મુંબઈ । અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઠરાવ્યું હતું કે H-૧B વિઝાધારકનાં જીવનસાથીની વર્ક પરમિટ કે એમ્પલોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (EADs) ઓટોમેટિક

Read More »