WhatsAppથી થશે રૂપિયા ટ્રાન્સફર, જાણો કંપનીએ કેવી કરી છે તૈયારી

વોટ્સએપ દ્વારા તેના પેમેન્ટ બિઝનેસ માટે ભારતમાં ડેટા સ્ટોરેજ વ્યવસ્થા તૈયાર કરી લીધી છે. આ કેસના જાણકાર બે સૂત્રોએ આ માહિતી આપી છે. તેનાથી ફેસબુકની માલિકીના હક ધરાવતી મેસેજિંગ એપ્લિકેશનની ડિજિટલ પેમેન્ટ સર્વિસનો ભારતમાં કોમર્શિયલ લોન્ચનો માર્ગ સાફ થઈ ગયો છે. આ બેંકિંગ સેક્ટરના રેગ્યુલેટર ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) ની પણ મોટી જીત છે, જે આ વાત પર ભાર મૂકે છે કે ગ્લોબલ પેમેન્ટ કંપનીઓએ ભારતીય ગ્રાહકોના ડેટા દેશમાં જ રાખવા પડશે.

એક સૂત્રએ જણાવ્યું છે કે વોટ્સએપ, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) ના આધારે આ સર્વિસને પ્રથમ ICICI બેન્ક સાથે શરૂ કરશે. તેના પછી વોટ્સએપની પેમેન્ટ સર્વિસથી એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને એસબીઆઈ પણ જોડાઇ શકે છે. સૂત્રોએ જણાવ્યું છે કે વોટ્સએપ દ્વારા ડેટા લોકલાઇઝેશનથી જોડાયેલ કામ પૂર્ણ થયું છે. હવે ઓડિટર આના પર રેગ્યુલેટરની પાસે અહેવાલ આપશે. જે બાદ કંપની પેમેન્ટ એપ્લિકેશન સાથે લાઇવ થઇ શકે છે.

આરબીઆઈ મુજબ પેમેન્ટ કંપનીઓને દેશમાં ડેટા સ્ટોર કરવા માટેની વ્યવસ્થા પછી ઓડિટ રિપોર્ટ આપવાની રહેશે. ભારતીય કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી-એન) ના પેનલમાં સામેલ ઓડિટરમાં તે ઓડિટનું કામ કરી શકે છે. આ સમાચાર માટે પૂછેલા પ્રશ્નોના વોટ્સએપ અને આઇસીઆઇસીઆઈ બેંકે જવાબ આપ્યા નથી. યુપીઆઇની દેખરેખ કરનાર નેશનલ પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) એ પણ આ વિશે પ્રતિભાવ આપવાની મનાઇ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

World
Ashadeep Newspaper

તેલ ભંડારો ખૂટી ગયા પછીના યુગની તૈયારી સાઉદીમાં કાર ફ્રી શહેર ‘ધ લાઇન’ બનાવાશે

। નવી દિલ્હી  । સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મહમદ બિન સલમાને તેલ ભંડારો ખતમ થયા પછીના સાઉદી અરબના ભાવિ કાર

Read More »
Info & News
Ashadeep Newspaper

અન્નાએ કહ્યું- જો જાન્યુઆરી સુધી ખેડૂતોની માંગ પૂરી કરવામાં નહીં આવે તો મારું અંતિમ આંદોલન શરૂ કરીશ

સામાજીક કાર્યકર્તા અન્ના હજારેએ કેન્દ્ર સરકારને ફરી એક વખત આંદોલનની ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જો ખેડૂતો સાથે

Read More »