પિતાની ટી-શર્ટમાં લપેટાયેલી બાપ-દીકરીની લાશ, અમેરિકાની આ તસવીર પર રડયું આખી દુનિયા

તમને યાદ છે 2015મા સીરીયન બાળક એલન કુર્દીની એક તસવીર જેણે આખી દુનિયાને હચમચાવી દીધી હતી. દરિયાકિનારે પડેલ એ બાળકના મૃતદેહને જોઇ આખી દુનિયા રડી હતી. હવે ચાર વર્ષ બાદ અમેરિકાથી આવી જ એક તસવીર સામે આવી છે. આ તસવીરમાં એક રેફ્યુજી પિતા અને તેની ટી-શર્ટમાં લપેટાયેલી દીકરીની લાશ છે. જેણે એક વખત ફરીથી સોશિયલ મીડિયાની દુનિયાને હચમચાવી દીધી છે. બાપ-દીકરીના આ મોતનું કારણ અમેરિકાની નવી વીઝા નીતિ જ છે.

સેન્ટ્રલ અમેરિકાની પાસે જ એક દેશ El Salvadorના રહેવાસી ઑસ્કર અલબેર્તો મારટિનેજ રૈમિરેજ અને તેની દીકરી વલેરિયાની આ તસવીરને એક મેક્સિન અખબારે છાપી છે. ફ્રન્ટ પેજ પર છપાયેલી આ તસવીરને મંગળવારના છાપામાં છાપી હતી અને બુધવાર સુધીમાં આ તસવીર આખી દુનિયામાં ફેલાય ગઇ છે.

તસવીરમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે એક નદીના કિનારે જ્યાં ઘાસ ફેલાયેલ છે, ઓસ્કરની સાથે તેમની દીકરી લપેટાયેલી છે. આ નદી અમેરિકન-મેક્સિકન બોર્ડરની પાસે રિયો ગ્રાન્ડ છે.

અખબરમાં છપાયેલ માહિતી પ્રમાણે રેમિરેજ છેલ્લાં કેટલાંક સમયથી પોતાના પરિવારની સાથે અમેરિકામાં આવવાની કોશિષ કરી રહ્યો હતો. પરંતુ તે નિષ્ફળ રહ્યું અને તેના લીધે તે પરેશાન હતો. તે અમેરિકામાં આવવા માંગતો હતો અને શરણ માંગી રહ્યો હતો.

રવિવારના રોજ જ્યારે તેઓ નદી પાર કરી રહ્યા હતા તો થોડીકવાર માટે કિનારા પર બેઠા અને પોતાની પત્નીની રાહ જોવા લાગ્યા. પરંતુ ત્યારે તેની દીકરી વેલેરિયા પાણીમાં પડી ગઇ, તેને બચાવા માટે રેમિરેજે પણ છલાંગ લગાવી. દીકરીને બચાવા માટે તેઓ નદીના પ્રવાહમાં આગળ વહેતા ગયા, જ્યારે દીકરીને તેઓએ પકડી તો તેઓ એવી જગ્યાએ આવી ચૂકયા હતા કે ત્યાંથી તેમનું બહાર નીકળવું મુશ્કેલ હતું. આ જ કારણે તેઓ પોતાનો જીવ બચાવી શકયા નહીં.

આપને જણાવી દઇએ કે સોનોરોમના રણથી લઇને રિયો ગ્રાન્ડ સુધી હાલ અમેરિકન-મેક્સિકો બોર્ડર પર છેલ્લાં કેટલાંય સમયથી હજારો શરણાર્થી ઉભા છે. ગયા વર્ષે અહીં અંદાજે 283 શરણાર્થીઓના મોત પણ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

World
Ashadeep Newspaper

ટ્રમ્પની નીતિ બદલાય તે પહેલાં USની નાગરિકતા લેવા ભારતીયોનો ધસારો

। વોશિંગ્ટન । અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન નીતિઓમાં પ્રવર્તતી અનિશ્ચિતતા અને ચાલુ વર્ષે અમેરિકામાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં મતદાન કરવાની

Read More »
World
Ashadeep Newspaper

અમેરિકામા લોકડાઉનના વિરોધમાં હજારો ટ્રમ્પ સમર્થકો બંધૂકો સાથે સડકો પર ઊતર્યાં

। નવી દિલ્હી । અમેરિકામાં કોરોના મહામારીના કારણે ૩૭૦૦૦થી વધુ લોકો મોતના મુખમાં ધકેલાઇ ગયાં છે અને કોરોના વાઇરસના સંક્રમિતોની

Read More »