2 એપ્રિલે ગુડ ફ્રાઈડે અને 4 એપ્રિલે ઈસ્ટર સંડે : બીજીવાર જીવિત થઈને ઈશ્વરનાં પુત્ર ઈસુએ 40 દિવસ સુધી ઉપદેશ આપ્યા

2 એપ્રિલે ગુડ ફ્રાઈડે અને 4 એપ્રિલે ઈસ્ટર સંડે : બીજીવાર જીવિત થઈને ઈશ્વરનાં પુત્ર ઈસુએ 40 દિવસ સુધી ઉપદેશ આપ્યા

ગુડ ફ્રાઈડેનાં નામમાં ભલે ગુડ એટલે સારી અનુભૂતિ હોય, પરંતુ આ દિવસનો ઈતિહાસ દુખદ છે. આ દિવસે ભગવાન ઇસુને ક્રોસ પર ચઢાવી દીધા હતા, પરંતુ ઈશ્વરના પુત્રએ ત્યારે પણ પ્રભુને પ્રાર્થના કરી હતી કે ઈશ્વર આમને માફ કરજો, આ લોકો શું કરી રહ્યા છે તે તેમને ખબર નથી. બાઈબલ પ્રમાણે, તે દિવસે શુક્રવાર એટલે કે ફ્રાઈડે હતો. આ વર્ષે ગુડ ફ્રાઈડે 2 એપ્રિલના રોજ ઉજવવમાં આવશે.

ઇસુ સંડેએ બીજીવાર જીવિત થયા હતા
ગુડ ફ્રાઇડેના ત્રીજા દિવસે એટલે કે સંડેએ ઇસુ બીજીવાર જીવિત થયા હતા અને 40 દિવસ સુધી લોકો વચ્ચે જઈને ઉપદેશ આપ્યા. બીજીવાર જીવિત થવાની ઘટનાને ઈસ્ટર સંડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ વર્ષે ઈસ્ટર સંડે 4 એપ્રિલે છે. ઈસ્ટરની પ્રેયર સવારે કરવામાં આવે છે કારણકે એ જ સમયે ઇસુનું પુનરુત્થાન થયું હતું. તેને સનરાઈઝ સર્વિસ કહેવાય છે.

40 દિવસ પહેલાં ફાસ્ટ શરુ થઇ જાય છે
અનેક લોકો આ બલિદાન પ્રત્યે ઇસુ પ્રત્યે કૃતજ્ઞતા જતાવવા 40 દિવસ પહેલેથી ફાસ્ટ કરે છે તેને લેંટ કહેવાય છે. અમુક લોકો માત્ર શુક્રવારે જ વ્રત રાખીને પ્રાર્થના કરે છે. ગુડ ફ્રાઈડેના દિવસે ભક્ત ઉપવાસની સાથે પ્રાર્થના અને દાન કરે છે. આ દિવસે ચર્ચ અને ઘરમાંથી સજાવટની વસ્તુ કાઢી દેવામાં આવે છે.

ગુડ ફ્રાઈડે નામ પાછળનું કારણ
ગુડ ફ્રાઈડેને ગુડ કહેવામાં આવે છે, કારણકે ઇસુએ પોતાના બલિદાનથી માનવ જાતિને પાપ અને દંડ મુક્ત કર્યા હતા. પોતાના મૃત્યુ પછી પુનઃ જીવન ધારણ કરી તેમણે સંદેશ આપ્યો છે કે, મનુષ્ય, હું હંમેશાં તારી સાથે છું અને તારું ભલું કરવાનો મારો ઉદ્દેશ છે. અહીં ગુડનો અર્થ હોલી(અંગ્રેજી શબ્દ) એટલે કે પવિત્ર છે. આથી ગુડ ફ્રાઈડેને હોલી ફ્રાઈડે કે ગ્રેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે.

( Source – Divyabhaskar )