16 મહિના પછી વિદેશ પ્રવાસે જશે PM : 25 માર્ચે બાંગ્લાદેશ જઈ શકે છે મોદી, મેમાં પોર્ટુગલ અને જૂનમાં G7માં સામેલ થવા બ્રિટન જશે

16 મહિના પછી વિદેશ પ્રવાસે જશે PM : 25 માર્ચે બાંગ્લાદેશ જઈ શકે છે મોદી, મેમાં પોર્ટુગલ અને જૂનમાં G7માં સામેલ થવા બ્રિટન જશે

  • 2019માં મોદી વર્ષના 35 દિવસ વિદેશમાં હતા, પરંતુ 2020માં તેઓ ભારતમાં જ રહ્યાં.
  • મોદી છેલ્લાં એક વર્ષથી વર્ચ્યુઅલી કાર્યક્રમાં જ ભાગ લે છે, પરંતુ હવે તેઓએ આવનારા દિવસોમાં ડિપ્લોમેટિક યાત્રા પર જવાનું મન બનાવી લીધું છે.

દેશમાં વેક્સિનેશનમાં ઝડપ અને પ્રતિબંધો પરથી સતત આપવામાં આવી રહેલી ઢીલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિપ્લોમેટિક કેલેન્ડર ઘણું જ વ્યસ્ત રહેવાનું છે. વડાપ્રધાન તેની શરૂઆત 25 માર્ચે બાંગ્લાદેશની યાત્રાથી કરી શકે છે. ત્યાં તેઓ શેખ મુઝીબુર રહેમાનની શતાબ્દિ સમારંભમાં ભાગ લેશે અને બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના સાથે પણ મુલાકાત કરશે.

મોદી છેલ્લાં એક વર્ષથી વર્ચ્યુઅલી કાર્યક્રમાં જ ભાગ લે છે, પરંતુ હવે તેઓએ આવનારા દિવસોમાં ડિપ્લોમેટિક યાત્રા પર જવાનું મન બનાવી લીધું છે. ટૂંક સમયમાં જ તેઓ બાંગ્લાદેશ ઉપરાંત પોર્ટુગલ અને બ્રિટન જેવાં દેશોની મુલાકાતે પણ જશે. જો આવું થયું તો 16 મહિના પછી વડાપ્રધાન મોદી વિદેશ યાત્રા પર જશે.

છેલ્લે નવેમ્બર 2019માં વિદેશ યાત્રા કરી હતી
વડાપ્રધાન મોદીએ છેલ્લે વિદેશ યાત્રા 13થી 15 નવેમ્બર 2019 દરમિયાન બ્રાઝીલની યાત્રાએ પહોંચ્યા હતા. તે સમયે મોદી BRICSમાં સામેલ થવા ગયા હતા. મોદી જ્યારથી વડાપ્રધાન પદે આવ્યા છે, ત્યારથી તેઓનું 2020 નું પહેલું વર્ષ એવું રહ્યું જ્યારે તેઓ એક પણ વિદેશ યાત્રાએ ગયા ન હતા. 2019માં મોદી વર્ષના 35 દિવસ વિદેશમાં હતા, પરંતુ 2020માં તેઓ ભારતમાં જ રહ્યાં.

એપ્રિલમાં બોરિસ જોનસન ભારત આવી શકે છે
એપ્રિલમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારત આવી શકે છે. આ પહેલાં તેઓ ગણતંત્ર દિવસનાં રોજ ચીફ ગેસ્ટ તરીકે ભારત આવવાના હતા, પરંતુ બ્રિટનમાં કોરોનાની સ્થિતિ વણસતા તેઓએ પોતાની મુલાકાત રદ કરી હતી. જો કે હજુ સુધી બોરિસની મુલાકાતની સત્તાવાર જાહેરાત થઈ નથી. તેઓએ G7 સમિટ પહેલાં ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

બોરિસની મુલાકાતને લઈને બ્રિટિશ હાઈકમિશનના પ્રવક્તાએ જણાવ્યું કે UKના વડાપ્રધાન વર્ષના પહેલાં હાફમાં અને જૂનમાં પ્રસ્તાવિત G7 સમિટ પહેલાં ભારતની મુલાકાતે આવી શકે છે.

મેમાં પોર્ટુગલની મુલાકાતે
મેમાં ભારત અને યુરોપિયન યુનિયનના નેતા મુલાકાત કરી શકે છે. જેમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી પોર્ટુગલની યાત્રાએ જઈ શકે છે. ભારત અને યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ પર છેલ્લાં કેટલાંક વર્ષથી સંપર્કમાં છે. કોરોના પછી ઈકોનોમીમાં સુધારો અને ઈન્ટરનેશનલ ટેરેરિઝ્મ જેવાં મુદ્દાઓ પર પણ આ મુલાકાતનું ફોકસ રહી શકે છે.

જૂનમાં G7 સમિટમાં ભાગ લેશે
વડાપ્રધાન મોદી જૂનમાં બ્રિટન જશે. જ્યાં તેઓ G7 સમિટમાં ભાગ લેશે. કોર્નવાલમાં થનારી સમિટ માટે મોદીને બ્રિટને આમંત્રણ મોકલ્યું હતું. G7માં બ્રિટન, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટાલી, જાપાન, અમેરિકા અને યુરોપિયન યુનિયન સામેલ છે.

( Source – Divyabhaskar )