14 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શ્રાદ્ધનો આરંભ, જાણો શ્રાદ્ધ વિશે કેટલીક ખાસ વાતો

14 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શ્રાદ્ધનો આરંભ, જાણો શ્રાદ્ધ વિશે કેટલીક ખાસ વાતો

હિંદુ ધર્મમાં ત્રણ પ્રકારના ઋણ વિશે જણાવામાં આવ્યું છે, દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. આ ત્રણે ઋણમાં પિતૃ ઋણમાંથી મુક્ત થવા શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ કરવાથી પિતૃઓને પાણી અને અન્ન – વસ્ત્ર મળે છે. તેમના આત્માને શાંતિ મળે છે. હિંદૂ સંસ્કૃતિ માટે જો કંઈ મેળવવું હોય તો કઈંક આપવું પડે. વ્યક્તિ પોતાની હૈયાતીમાં પોતાના માટે કશું કરી શકે છે. એ કર્મ પ્રમાણે પ્રાપ્તિ મેળવે છે. જ્યારે તે હૈયાત ન હોય ત્યારે તેમને જે તે વસ્તુની પ્રાપ્તિ થાય તે આશયથી સંતાનો કે વારસદારો દ્વારા શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ કરવાથી પિતૃઓની ગતિ થાય છે. વ્યક્તિ પોતાના પિતૃઓના ઋણમાંથી મુક્તિ મેળવે છે.

હિંદૂ ધર્મમાં શ્રાદ્ધ પક્ષ અને કાગ કાગ અને શ્રાદ્ધ પક્ષમાં જમણવારમાં દૂધપાક કે ખીરનો જ આગ્રહ રાખવામાં આવે છે તેની પાછળ સ્વાસ્થ્ય અને પ્રાકૃતિક બેલેન્સની ભાવના છે. વરસાદ પછી પડતા આકરા તડકાને કારણે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે. જેનો ભરાવે વ્યક્તિમાં પિત્ત કે લોહી વિકાર જેવા રોગો પેદા કરે છે. તેનું શમન અનિવાર્ય છે. માટે દૂધપાક કે ખીર બનાવીને આ 15 દિવસ સુધી ખાવામાં આવે છે. જેથી તેનું શમન થઈ જાય.

ક્યારથી ક્યુ શ્રાદ્ધ જાણો 

ભાદરવા વદ એકમ શનિવાર 14 સપ્ટેમ્બર એકમનું શ્રાદ્ધ
ભાદરવા વદ બીજ રવિવાર 15 સપ્ટેમ્બર બીજનું શ્રાદ્ધ
ખાલી દિવસ સોમવાર 16 સપ્ટેમ્બર ખાલી દિવસ
ભાદરવા વદ ત્રીજ મંગળવાર 17 સપ્ટેમ્બર ત્રીજનું શ્રાદ્ધ
ભાદરવા વદ ચોથ બુધવાર 18 સપ્ટેમ્બર ચોથનું શ્રાદ્ધ
ભાદરવા વદ પાંચમ ગુરૂવાર 19 સપ્ટેમ્બર પાંચમનું શ્રાદ્ધ
ભાદરવા વદ છઠ્ઠ શુક્રવાર 20 સપ્ટેમ્બર છઠ્ઠનું શ્રાદ્ધ
ભાદરવા વદ સાતમ શનિવાર 21 સપ્ટેમ્બર સાતમનું શ્રાદ્ધ
ભાદરવા વદ આઠમ રવિવાર 22 સપ્ટેમ્બર આઠમનું શ્રાદ્ધ
ભાદરવા વદ નોમ સોમવાર 23 સપ્ટેમ્બર નોમનું શ્રાદ્ધ
ભાદરવા વદ દશમ મંગળવાર 24 સપ્ટેમ્બર દશમનું શ્રાદ્ધ
ભાદરવા વદ અગિયારસ-બારસ બુધવાર 25 સપ્ટેમ્બર અગિયારસ-બારસનું શ્રાદ્ધ
ભાદરવા વદ તેરસ ગુરૂવાર 26 સપ્ટેમ્બર તેરસનું શ્રાદ્ધ
ભાદરવા વદ ચૌદશ શુક્રવાર 27 સપ્ટેમ્બર ચૌદશનું શ્રાદ્ધ
ભાદરવા વદ અમાસ શનીવાર 28 સપ્ટેમ્બર અમાસ/પૂનમનું શ્રાદ્ધ

અમાસનું શ્રાદ્ધ સર્વપિતૃઓને દરેક વર્ષે ભાદરવા વદ શુક્લપક્ષ પૂર્ણિમાથી લઈ અશ્વિન કૃષ્ણપક્ષ અમાસ સુધીના કાળને પિતૃપક્ષ કે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. પિતૃ પક્ષ કે શ્રાદ્ધના અંતિમ દિવસે સર્વપિતૃ અમાવસ્યા કે, મહાલયા અમાવસ્યાના રૂપે જાણવામાં આવે છે. આ દિવસે તમામ પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય છે.