12 વર્ષે બાવો બોલ્યો : WHOએ સર્ટીફીકેટ ફાડ્યુંઃ કોરોના ચીનની લેબમાંથી નહિ, જાનવરમાંથી ચામાચીડિયાં મારફત માણસમાં પહોંચ્યો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું હતું કે વાયરસ વુહાનની લેબમાંથી લીક થયો છે, WHOના એક્સપર્ટ્સે આ શક્યતાને નકારી દીધી છે.

કોરોનાવાયરસ માણસોમાં કઈ રીતે ફેલાયો એ વિશે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી ચર્ચાની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ની ટીમ તરફથી એક મોટો દાવો કરવામાં આવ્યો છે. WHOના એક્સપર્ટ્સનું કહેવું છે કે આ વાયરસ શક્ય છે કે ચામાચીડિયાંમાંથી કોઈ બીજા જાનવર(ઇન્ટરમિડિયરી) દ્વારા માણસો સુધી પહોંચી ગયો છે. એક્સપર્ટ્સે આ વાયરસ વુહાન(ચીન)ની લેબમાંથી લીક થયો હોવાની વાતને ફગાવી દીધી છે.

વાયરસના ઓરિજિન પર દાવાઓ અને WHOના એક્સપર્ટ્સનો મત

  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું હતું કે વાયરસ વુહાનની લેબમાંથી લીક થયો છે. WHOના એક્સપર્ટ્સે આ શક્યતાને નકારી દીધી છે.
  • ચીનનું કહેવું હતું કે વાયરસનું ઓરિજિન તેમના ત્યાં ન હતું, પરંતુ એ ઈમ્પોર્ટેડ ફ્રોઝન ફૂડ દ્વારા ત્યાં પહોંચ્યો. એક્સપર્ટે આ શક્યતાથી ઈન્કાર તો કર્યો નથી, પરંતુ કહ્યું હતું કે એની શક્યતા ખૂબ જ ઓછી છે.

WHOએ કહ્યું- વાયરસના ઓરિજિન પર અને સ્ટડીની જરૂરિયાત
જોકે એક્સપર્ટસની ટીમે વાયરસના માણસ સુધી પહોંચવાના કારણને લઈને કોઈ યોગ્ય જવાબ આપ્યો નથી. ઉલ્લેખનીય છે કે WHOના એક્સપર્ટ્સની ટીમ કોરોનાવાયરસના ઓરિજિનની માહિતી મેળવવા માટે ચીન ગઈ હતી. આ અંગે મંગળવારે ડિટેલ રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે. WHOના ડાયરેક્ટર જનરલ ટ્રેડ્રોસ અડહેનોમ ગ્રેબ્રિયીસસનું કહેવું છે કે ઈન્ટરનેશનલ એક્સપર્ટ્સ પ્રેસ-કોન્ફરન્સ કરીને જણાવશે કે તેમની તપાસમાં શું પ્રકાશમાં આવ્યું. આ સિવાય તેમણે કહ્યું હતું કે આ મહામારીના ઓરિજિનને લઈને આગળ વધુ સ્ટડીની જરૂરિયાત છે.

કોરાનાવાયરસના કારણે 15 મહિનામાં વિશ્વમાં 27 લાખ લોકોનાં મોત થયાં છે. આ સંક્રમણને કારણે ગત વર્ષે વિશ્વની સરકારોએ ટોટલ લોકડાઉન કરવું પડ્યું હતું. આ લઈને સખતાઈ હાલ પણ ચાલુ છે. લોકડાઉનને કારણે ભારત સહિત વિશ્વના દેશોની ઈકોનોમીને ઘણું નુકસાન થયું છે.

WHO તપાસ પર ચીને વાંધો વ્યક્ત કર્યો હતો
ચીન પર આરોપ લાગ્યો હતો કે કોરોનાવાયરસ વુહાનની લેબમાંથી વિશ્વમાં ફેલાયો હતો. એ પછી WHOએ એક્સપર્ટ્સની ટીમ બનાવીને તપાસ માટે ચીન મોકલી હતી. જોકે ચીને આ વખતે વાંધો વ્યક્ત કર્યો હતો. આ કારણે એક્સપર્ટ્સના રિપોર્ટમાં મોડું થયું. તપાસ ટીમને વુહાનમાં એન્ટ્રી મેળવવા મુશ્કેલી થઈ હતી. આ ટીમ આ વર્ષે 14 જાન્યુઆરીએ વુહાન પહોંચી હતી.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Technology
Ashadeep Newspaper

Jioએ પોતાના ગ્રાહકોને નવા વર્ષે આપી જબરદસ્ત ભેટ, આ સુવિધા કરી દીધી બિલકુલ ફ્રી

રિલાયન્સ જિઓ (Reliance Jio) એકવાર ફરી વોઇસ કૉલ (Voice Call)ને બિલકુલ ફ્રી કરવા જઇ રહ્યું છે. જિયો સબ્સક્રાઇબર્સ (Jio Subscribers)

Read More »
World
Ashadeep Newspaper

અમેરિકામાં 20 દિવસ પહેલાં જ ખરીદ્યો આલિશાન બંગલો, સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં પટેલ પરિવારનાં 3નાં મોત

અમેરિકાના ન્યુજર્સીમાં પોતાના ઘરનાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મૂળ ગુજરાતી એવાં પટેલ પરિવારનાં 3 સભ્યોનાં મોત નિપજ્યા છે. જો કે,

Read More »