1 લાખ 36 હજારનો આ ફોન માત્ર 2 મિનિટની અંદર જ થઈ ગયો ‘આઉટ ઓફ સ્ટોક’

1 લાખ 36 હજારનો આ ફોન માત્ર 2 મિનિટની અંદર જ થઈ ગયો ‘આઉટ ઓફ સ્ટોક’

ટેક બ્રાન્ડ મોટોરોલા તરફથી ગત વર્ષે ફોલ્ડ થનાર Moto RAZR સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. અને હવે કંપની તેનું અપગ્રેડેડ વર્ઝન લઈને આવી છે. નવા Motorola RAZR 5Gનો પહેલો સેલ ગત મંગળવારે થયો હતો અને ફક્ત 2 મિનિટમાં જ તમામ ફોન વેચાઈ ગયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે ફોનની કિંમત 12499 યુઆન (1 લાખ 36 હજાર રૂપિયા) છે. તેમ છતાં ઓનલાઈન સેલમાં તમામ ફોન માત્ર 2 મિનિટની અંદર જ ખતમ થઈ ગયો હતો. આ ફોનનો હવે બીજો સેલ 21 સપ્ટેમ્બરે છે.

મોટોરોલાના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં 6.2 ઈંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે ફોલ્ડ થઈ શકે છે. આ ઉપરાંત ફોનની બહાર તરફ સેકન્ડ સ્ક્રીન પણ આપવામાં આવી છે, જેની સાઈઝ 2.7 ઈંચ છે. પાવરફુલ પર્ફોર્મન્સને લીધે Motorola RAZR 5Gમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર આપવામાં આવ્યું છે. વાત કરીએ કેમેરાની તો ફોનનો પ્રાયમરી કેમેરો 48 મેગાપિક્સલ છે તો સેલ્ફી કેમેરા 20 મેગાપિક્સલનો છે. આ ડિવાઈઝમાં 2800mAhની બેટરી છે, જેની સાથે 15W ફ્લેશ ચાર્જિંગનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

ફોલ્ડિંગ સ્ક્રીન માટે મોટોરોલાના આ ફોનમાં એકદમ ખાસ હિંજ મિકેનિઝમ આપ્યું છે. અને આ ફોનને 200,000 વખત ફોલ્ડ-અનફોલ્ડ કરી શકાય છે. એટલે કે એક યુઝર આ ફોનને ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી વાપરી શકે છે. આ ઉપરાંત સ્માર્ટફોન ફ્લેક્સિબલ સ્ક્રીનનો ઉપયોગ વોટરડ્રોપ શેપમાં કરે છે, જે સૌથી પહેલાં લેનોવો રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ તરફથી ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી.