1 ઓક્ટોબરથી ગુજરાતમાં ઈ-સ્ટેમ્પનો અમલ શરૂ, શહેરમાં 60 ઈ-સ્ટેમ્પિગ કેન્દ્ર શરૂ કરાશે

1 ઓક્ટોબરથી ગુજરાતમાં ઈ-સ્ટેમ્પનો અમલ શરૂ, શહેરમાં 60 ઈ-સ્ટેમ્પિગ કેન્દ્ર શરૂ કરાશે

  • ગુજરાત સરકારે 30 સપ્ટેમ્બરથી ફિઝિકલ સ્ટેમ્પ બંધ કરવાની જાહેરાત કરી હતી
  • કુલ 169 જેટલી બેંકોમાં ઈ- ફ્રેન્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે

અમદાવાદ: 1 ઓક્ટોબરથી ગુજરાતભરમાં ઈ-સ્ટેમ્પ અમલી બનશે તેવી રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. લોકોને સ્ટેમ્પ મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદમાં 60 ઈ સ્ટેમ્પિંગ કેન્દ્રો અને 169 બેન્કોમાં ઈ-ફ્રેન્કિંગની સુવિધા શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે 30 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફિઝિકલ સ્ટેમ્પના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

સ્ટેમ્પ ડ્યૂટી મુલ્યાંકનતંત્ર દ્વારા વ્યવસ્થા
ફિઝિકલ નોન-જયુડીશિયલ સ્ટેમ્પનું વેચાણ બંધ કરી સરકાર ડિઝિટાઇઝેશનના અભિગમ અન્વયે સ્ટેમ્પ વેન્ડર, નોટરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી તેમજ બેંકોને પણ ઇ-સ્ટેમ્પીંગ લાયસન્સ આપવાનું નકકી કરવામાં આવ્યું છે. જે માટે લાયસન્સ મેળવવા માટેની અરજી કરી શકે છે. 30 સપ્ટેમ્બરના રોજ કે તે પહેલા ખરીદેલું સ્ટેમ્પ પેપર સરકારના નિયમોનુસાર સ્ટેમ્પ ખરીદ કર્યા તારીખથી 6 મહિના સુધી વાપરી શકશે. જે લોકોએ ફિઝિકલ સ્ટેમ્પ ખરીદ્યુ હોય તેઓએ ગભરાવાની કોઇ જરૂરીયાત નથી. આ માટેની વધુ માહિતી માટે પોલિટેકનીક કમ્પાઉન્ડ ખાતે આવેલ નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકનતંત્રની કચેરીનો સંપર્ક કરી શ