1 એપ્રિલથી બોટલબંધ પાણી વેચવું પણ સરળ નહીં રહે, જાણી લો આ નવા નિયમો

1 એપ્રિલથી બોટલબંધ પાણી વેચવું પણ સરળ નહીં રહે, જાણી લો આ નવા નિયમો

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ બોટલબંધ પાણી અને મિનરલ વોટર મેન્યુફેકચર્સ માટે લાઇસન્સ પ્રાપ્ત કરવું કે રજીસ્ટર્ડ કરાવા માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ (BIA)નું સર્ટિફિકેશન ફરજીયાત કરી દીધું છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ફૂડ કમિશનરને મોકલેલા પત્રમાં FSSAI એ આ નિર્દેશ આપ્યો છે. આ નિર્દેશ એક એપ્રિલ, 2021થી લાગૂ થશે.

FSSAI એ કહ્યું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એકટ, 2008ની અંતર્ગત તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરસ (FBO) માટે કોઇપણ ખાદ્ય વેપાર શરૂ કરતા પહેલાં લાઇસન્સ/રજીસ્ટ્રેશન પ્રાપ્ત કરવું ફરજીયાત હશે. નિયમાકે કહ્યું કે ફૂડ સેફ્ટી અને ધારાધોરણ (પ્રતિબંધ અને વેચાણ પર અંકુશ) નિયમન, 2011ની અંતર્ગત કોઇપણ વ્યક્તિ BIS સર્ટિફિકેશનના ચિન્હ બાદ જ બોટલબંધ પીવાનું પાણી કે મિનરલ વોટરનું વેચાણ કરી શકે છે.

રિન્યુઅલ માટે પણ જરૂરી હશે BIS લાઇસન્સ

FSSAI એ કહ્યું કે પેકેજ ડ્રિંકિંગ વોટર અને મિનરલ વોટર બનાવનાર કેટલીય કંપનીઓ FSSAIના લાઇસન્સ પર કામ કરી રહ્યા છે. પરંતુ તેમની પાસે BIS સર્ટિફિકેશન માર્ક નથી. તેને જોતા FSSAIના લાઇસન્સ માટે BIA લાઇસન્સ કે તેના માટે અરજી કરવી ફરજીયાત બનાવી દીધું છે. FSSAI લાઇસન્સના રિન્યુઅલ માટે પણ BIS લાઇસન્સ જરૂરી હશે.