1 લાખ રૂપિયાનું આવી રીતે રોકાણ કરી બની જાવ કરોડપતિ

સામાન્ય રીતે લોકોનાં મનમાં એવો જ સવાલ હોય છે કે, તેમના રૂપિયા કેટલા સમયમાં વધી શકે છે. તેઓ ઇચ્છતા હોય છે કે, તેઓ ટુંક જ સમયમાં કરોડપતિ બની જાય, પરંતુ તેઓ એવું સમજી નથી શક્તા કે એવું કઇ રીતે બની શકે. એવામાં તમે જાણો છો કે, તમારી પાસે 1 લાખ રૂપિયા હોય તો ત્યાં તે કેટલા સમયમાં 1 કરોડ રૂપિયા થઇ શકે. દેશમાં બેંક, પોસ્ટ ઓફિસ, મ્યુચુઅલ ફંડ સીવાય શેર બજાર જ એક એવું સ્થાન છે જ્યાં રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આવામાં તે પણ જાણવું જરૂરી છે કે ક્યાં રોકાણમાં કેટલું રિસ્ક છે કેટલા સમયમાં પૈસા 1 કરોડ રૂપિયા થઇ શકે.

સામાન્ય રીતે લોકોના મનમાં ધારણા છે કે, બેંકમાં જમા નાણા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે પરંતુ આ સત્ય નથી. બેંકમાં જમા માત્ર એક લાખ રૂપિયા જ સુરક્ષિત છે. આથી વધારે નાણા પર ખતરો જ રહે છે. ક્યારેય દેશની કોઇ બેંક દેવાળિયુ ફુંકે તો લોકોના મૂળ નાણા વ્યાજ મળીને 1 લાખ રૂપિયા જ પરત મળે છે. જોકે આઝાદી બાદથી અત્યાર સુધીમાં કોઇ પણ બેંક દેવાળીયુ જાહેર થઇ નથી. પરંતુ નિયમ આ જ છે. ત્યાં જ પોસ્ટ ઓફિસ પર જમા રૂપિયા સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય છે. જેનું કારણ કેન્દ્ર સરકારની ગેરંટી હોય છે. પોસ્ટ ઓફિસમાં જમા નાણા પર સરકરા સુરક્ષાની ગેરંટી આપે છે. આમ દેશભરમાં પોસ્ટ ઓફિસ જ માત્ર એવી જગ્યા છે જ્યાં તમારા જમા નાણા સુરક્ષિત છે. જ્યાં સુધી શેર બજાર અને મ્યુચુઅલ ફંડની વાત છે તો અહિંયા રિસ્ક બજા સાથે જોડાયેલું હોય છે.

બેંકો અને પોસ્ટ ઓફિસમાં જો માની લેવામા આવે તો તમને 8 ટકાનાં દરથી વ્યાજ મળી જશે, તો તમને એક લાખ રૂપિયા ખુબ જ સમય બાદ એક કરોડ રૂપિયા બનશે. જો કોઇ પોતાના જન્મ લીધેલા બાળક માટે રોકાણ કરે તો તે 58 વર્ષની ઉંમરમાં કરોડપતિ બની જશે. એટલે કે એક લાખ રૂપિયાને એક કરોડ રૂપિયા બનાવવામાં લગભગ 58 વર્ષનો સમય લાગે. પરંતુ આ દરમિયાન વ્યાજદરોમાં ઘટાડો પણ થઇ જાય છે. તો આ ગાળામાં વધારે પણ સમય લાગી શકે છે.

જેવું કે પહેલા જ જાણકારી આપવામાં આવી છે કે, મ્યુચુઅલ ફંડ બજારનાં રિસ્ક સાથે જોડાયેલ છે પરંતુ અહિંયા કેટલાક લોકો થોડુ જોખમ ખેડીને ખુબ જ વધારે ફાયદો મેળવી રહ્યા છે. લાંબા ગાળા સુધી મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરનારાઓને 20 ટકા જેટલું રિટર્ન મળી શકે છે. આવામાં જો માની લેવામાં આવે તો 1 લાખ રૂપિયાના રોકાણ પરલ 15 ટકા સુધીનું રિટર્ન મળી શકે છે. તો આ રૂપિયા 31 વર્ષ બાદ 1 કરોડ રૂપિયા બની શકે છે. એટલે કે, તમે જન્મેલ બાળકનાં નામે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો તો આ 31 વર્ષમાં 1 કરોડ રૂપિયા બની શકે છે. ફાઇનાન્સિયલ એડવાઇઝર કંપની બીપીએન ફિનકૈપનાં ડાયરેક્ટર એકે નિગમ અનુસાર મ્યુચુઅલ ફંડ રોકાણનું એક સારૂ માધ્યમ છે. પરંતુ અહિંયા પર ખુબ લાબા ગાળા માટે રોકાણ કરવું જોઇએ. ત્યારે જ સારૂ રિટર્ન મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Visa & Immigration
Ashadeep Newspaper

ટ્રમ્પની H-1B પર સર્જિકલ સ્ટ્રાઇક, થર્ડપાર્ટી વર્કસાઇટ વિઝાની મુદત 1 વર્ષ

। વોશિંગ્ટન । અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે એચ-વનબી નોન ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ પર નવા નિયંત્રણો લાદ્યા છે. ટ્રમ્પ સરકારની દલીલ

Read More »
Life Style
Ashadeep Newspaper

કોરોનાથી બચવા ચહેરા પર બાંધવામાં આવતા માસ્કને લઈ થયો મોટો ખુલાસો, સાવધાન નહિંતર…

ભયાનક વાયરસ એવા કોરોનાથી બચવા મોઢા પર માસ્ક અને હેંડ સેનેટાઈઝર લોકો માટે હાથવગુ હથિયાર બન્યું છે. દુનિયાભરના દેશોની સરકારો

Read More »