1લી એપ્રિલ પહેલા પાનકાર્ડને આધાર સાથે લિંક કરવું પડશે, લિંક નહીં હોય તો પાનકાર્ડ ઇનએક્ટિવ થશે

પાનકાર્ડ લિંક નહીં કરનારને રૂ.10 હજારનાે દંડ કરવામાં આવશે, 31 માર્ચ છેલ્લી મુદત છે.

પાન કાર્ડ અને આધાર કાર્ડ દેશના નાગરિકો માટે અગત્યના દસ્તાવેજ છે. ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે પાન નંબર જેવી જરૂરી છે. સરકારે આની પહેલા પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાની તા.30 જૂન 2020થી વધારીને તા. 31 માર્ચ 2021 કરી હતી. જો કોઇ લોકોએ હજી પણ પોતાના પાન નંબર આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું. તો તેમણે દંડ આપવો પડશે અને તા. 1 એપ્રિલ 2021થી પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે.

ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ જો પાનકાર્ડને અંતિમ મુદત પહેલા આધારકાર્ડ સાથે જોડવામાં નહીં આવે તો ઇનએક્ટિવ થઈ જશે. ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે આવા પાનકાર્ડ ધારકોને નોન પાનકાર્ડ હોલ્ડર ગણવામાં આવશે. આ ઉપરાંત આવકવેરાની નિયમ 272 બી હેઠળ રૂ. 10 હજાર દંડ કરવામાં આવશે. જો પાન કાર્ડ સાથે આધાર કાર્યને લિંક કરવું હોય તો www.incometaxindiaefiling.gov.in વેબ સાઇટ પર જઇને આધારે પાન કાર્ડ સાથે લિંક કરી શકાશે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Info & News
Ashadeep Newspaper

લંચ નહીં પંચ : Zomatoને આપેલો ઓર્ડર કેન્સલ કરતાં ગુસ્સે થઈ ગયો ડિલિવરી બોય, મહિલાના ચહેરા પર પંચ મારી નાક તોડી નાખ્યું

ઝોમેટોએ માફી માગી જરૂરી તમામ સહાયતા કરવાની ખાતરી આપી બેંગ્લુરુની કન્ટેન્ટ ક્રિએટર અને મેકઅપ આર્ટિસ્ટ સાથે બની ઘટના, સતત બોલે

Read More »
News & Info
Ashadeep Newspaper

સરકારી ઓફિસમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કર્યો તો થશે કાર્યવાહી

સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશો અનુસાર કર્મચારીઓએ ઑફિસના કોમ્પ્યુટર્સ અને સ્માર્ટફોન પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે. આમાં

Read More »