‘હ્યુસ્ટનની કોન્સ્યુલેટ ઑફિસ 48 કલાકમાં ખાલી કરો’: અમેરિકાનો ચીનને આદેશ

‘હ્યુસ્ટનની કોન્સ્યુલેટ ઑફિસ 48 કલાકમાં ખાલી કરો’: અમેરિકાનો ચીનને આદેશ

ઓફિસના પ્રાંગણમાં ચીની અધિકારીઓ ગુપ્ત દસ્તાવેજો સળગાવતા હતાં
ચીની હેકરો કોરોના રસીનું સંશોધન ચોરી રહ્યા હોવાનો અમેરિકાનો આક્ષેપ : વળતી કાર્યવાહી કરવાની ચીનની ધમકી

(પીટીઆઈ) હ્યુસ્ટન/બિજીંગ, તા.22 જુલાઇ, 2020, બુધવાર

અમેરિકી સરકારે હ્યુસ્ટન શહેરમાં આવેલી ચીની કોન્સ્યુલેટની ઓફિસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ચીની કોન્સ્યુલર સહિત જે કર્મચારીઓ ત્યાં હાજર હોય તેમણે 48 કલાકમાં (24 જુલાઈ સુાૃધીમાં) કચેરી ખાલી કરી દેવાની રહેશે.

અમેરિકા-ચીન વચ્ચે આ સાથે નવો ડિપ્લોમેટિક સંઘર્ષ શરૂ થયો છે. ચીને તુરંત આક્રમક જવાબ આપતા કહ્યું હતું કે અમેરિકાનું આ પગલું નિંદનિય છે અને તેના પરિણામો અમેરિકાએ ભોગવવા પડશે. અમે અમેરિકાને જવાબ  આપીશું. સંભવ છે કે ચીન પણ પોતાને ત્યાં રહેલી અમેરિકી કોન્સ્યુલેટની કોઈ ઓફિસ ખાલી કરવાનો હુકમ આપે.

અમેરિકાએ આ પગલું શા માટે ભર્યું તેનું કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી. પણ અમેરિકાના વિદેશ મંત્રાલયે ટૂંકા નિવેદનમાં એટલું કહ્યું હતું કે કોન્સ્યુલટમાં અમેરિકાની ઈન્ટલેક્ચ્યુલ પ્રોપર્ટી રાઈટનો ભંગ થતો હતો અને પ્રાઈવેટ માહિતીની ચોરી થઈ રહી હતી. 

એ પહેલા અમેરિકી જસ્ટીસ વિભાગે આક્ષેપ કર્યો હતો કે કોરોનાની રસી જ્યાં જ્યાં  તૈયાર થઈ રહી હોય તેની માહિતી ચીની હેકરો હેક કરી રહ્યા છે. ચીનના આ હેકિંગ પાછળ ચીની સરકારનો દોરી-સંચાર હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. આ પ્રકારની માહિતીની ઉઠાંતરી કરવી એ એક પ્રકારે ઈન્ટલેક્ચ્યુલ પ્રોપર્ટી રાઈટનો ભંગ જ છે. ચીની હેકર્સોએ આ રીતે લાખો ડોલરની પણ ચોરી કરી હોવાનો આક્ષેપ થયો હતો.

અમેરિકાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચીની કોન્સ્યુલેટમાં ગુપ્ત દસ્તાવેજો સળગાવવા જતાં આગ લાગી હતી. હ્યુસ્ટન પોલીસ અને ફાયર ડિપોર્ટમેન્ટે કહ્યું હતું કે અમને કોન્સ્યુલેટ ઓફિસમાં આગ લાગ્યાની ખબર મળી હતી. 

અમે આગ ઓલવવા ઘટના સૃથળે પહોંચ્યા ત્યાં દસ્તાવેજો બાળવાને કારણે આગ લાગી હોવાનું જણાયુ હતું. માટે એ મામુલી આગ બુઝાવવા કર્મચારીઓ કોન્સ્યુલેટની ઓફિસમાં અંદર દાખલ ાથયા ન હતા.

સામાન્ય  રીતે કોઈ  દેશની કોન્સ્યુલેટ કે એમ્બેસી ઓફિસ ખાલી કરવાનું જોખમ આવી પડે ત્યારે સ્ટાફ પહેલું કામ ગુપ્ત દસ્તાવેજો સળગાવવાનું કરતો હોય છે. ચીને અમેરિકા પર આક્ષેપ મુકતા કહ્યું હતું કે અમારી કોન્સ્યુલેટ ઓફિસમાં પહેલેથી કોઈએ વિસ્ફોટક પદાર્થો મુક્યા હતા અને અમારા કર્મચારીઓને મારી નાખવાની ધમકી પણ મળી હતી. 

અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મોર્ગન ઓર્ટોગસે કહ્યુ હતુ કે ચીની અિધકારીઓ અમેરિકાની માહિતી ચોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે કોઈ  સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. ઓર્ટગસે કહ્યુ હતુ કે વિએના સંિધ પ્રમાણે કોન્સ્યુલેટમાં કામ કરનારા અિધકારીઓએ જે-તે  દેશની આંતરીક બાબતમાં પડવાનું ન હોય, પણ ચીન તેનો ભંગ કરી રહ્યું છે.