હોસ્પિટલમાંથી ટ્રમ્પ બોલ્યા- ભગવાને ચમત્કાર કરી દીધો પરંતુ આવનારા દિવસો ખૂબ અગત્યના

હોસ્પિટલમાંથી ટ્રમ્પ બોલ્યા- ભગવાને ચમત્કાર કરી દીધો પરંતુ આવનારા દિવસો ખૂબ અગત્યના

કોરોના વાયરસ ઇન્ફેકશનથી પોઝિટીવ આવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. તેઓ ત્યાંથી પણ કામ કરી રહ્યો છે. હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તેમણે એક વીડિયો શેર કરી પોતાની અને ફર્સ્ટ લેડી મેલેનિયાની તબિયત વિશે માહિતી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે તે પહેલા કરતાં વધુ સારું અનુભવે છે અને તેઓ જે દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે તે ભગવાને મોકલેલ ચમત્કાર જેવી છે. જો કે તેમણે કહ્યું કે આવનારા દિવસો ખૂબ જ મહત્વના છે.

ટ્રમ્પે પોતાના સંદેશમાં વૉલ્ટર રીડના મેડિકલ પ્રોફેશન્સનો આભાર માન્યો છે અને તેમને વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ ગણાવ્યા છે. તેઓએ કહ્યું છે કે હું જ્યારે આવ્યો ત્યારે મને બહુ સારું લાગતું નહોતું, હવે મને સારું લાગે છે. મને સાજા કરવા માટે અમે બધા સાથે મળીને કામ કરી રહ્યા છીએ કારણ કે હજુ અમેરિકાને મહાન બનાવવું છે. આપણે ખૂબ સારું કામ કર્યું છે પરંતુ હજી થોડાંક કામ કરવાના બાકી છે. મને લાગે છે કે હું ઝડપથી પાછો આવીશ. આપણે ચૂંટણી પ્રચાર પૂરો કરવાનો છે જેમ કે આપણે આજ સુધી કરતા આવ્યા છીએ.

‘ચમત્કારોથી કમ નથી દવાઓ’

ટ્રમ્પે વધુમાં કહ્યું કે કોરોના લાખો લોકોને થઇ ચૂકયો છે અને માત્ર અમેરિકા જ નહીં તે એ બધા માટે લડી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે હું જે દવાઓ લઈ રહ્યો છું અને કેટલીક આવવાની છે તે કોઈ ચમત્કારથી કમ નથી. જો હું આમ કહું છું તો લોકો મારી ટીકા કરે છે પરંતુ આ એવો ચમત્કાર છે જાણે ભગવાને મોકલ્યો છે. મને હમણાં સારું લાગી રહ્યું છે પરંતુ આવનારા દિવસોમાં શું થશે એ જોવાનું છે.’ ટ્રમ્પે કહ્યું કે મેલેનિયાની તબિયત પણ સારી છે.

’48 કલાક અગત્યના’

અગાઉ વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે શનિવારે કહ્યું હતું કે કોરોના વાયરસથી સંક્રમિત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે ‘ખૂબ જ ચિંતાજનક’ તબક્કામાંથી પસાર થયા છે અને આગામી 48 કલાક તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યના રહેશે. આ ટિપ્પણી એ ખુલાસા બાદ કરાઇ છે કે શુક્રવારના રોજ હોસ્પિટલ લઇ જતા પહેલાં વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને ઓક્સિજન અપાયો હતો. જો કે વ્હાઇટ હાઉસના કર્મચારીઓએ કહ્યું હતું કે ટ્રમ્પમાં માત્ર નજીવા લક્ષણ દેખાયા હતા