હેવાને કહ્યું ‘ગામની બધી જ મહિલાઓની મારી નાંખીશ’ અને ધડાધડા ત્રણના ઢીમ ઢાળી દીધા

હેવાને કહ્યું ‘ગામની બધી જ મહિલાઓની મારી નાંખીશ’ અને ધડાધડા ત્રણના ઢીમ ઢાળી દીધા

ધોળકામાં પાસે આવેલ કેલીયા વાસણા ગામે એક જ પરિવાર ના 3 લોકોની પાડોશીએ હત્યા કરી છે. ધારીયા વડે પડોશમાં રહેતી 2 મહિલા અને એક સગીરાને પડોશીએ રહેંસી નાખ્યા હતા.

ધોળકા પાસે આવેલ કેલીયા વાસણમા એક જ પરિવારના 3 લોકોને પાડોશીએ જ રહેંસી નાખ્યા હતા.પાડોશમાં રહેતા રાજુ પટેલે બપોરના 4 વાગ્યાના સમયે માથા પર ભૂત સવાર થયું હોય તેમ પડોશમાં રહેતા અને ફેકટરીમાં કામ કરતા વિજય પટેલ ઘરે ના હતા ત્યારે તેમના પરિવારના જશોદા બેન, તેમની વહુ સુમિત્રા અને સગીર દિકરીની ધારીયાના ઘા મારી હત્યા કરી નાખી હતી. જોકે ઘટના બની ત્યારે વિજય ભાઈની 12 વર્ષની દીકરી અને 6 વર્ષનો દીકરો ઘરની સાંકળ વાખીને ઘરમાં પુરાઈ જતા તેમના જીવ બચી ગયા હતા. આરોપીએ 3 લોકોની હત્યા કરીને બાદમાં ગામના અન્ય લોકોની હત્યા કરવા જઈ રહ્યો હતો.

મૂળ કેલીયા વાસણામાં રહેતો અમદાવાદના બોપલ વિસ્તારમા રહે છે પરંતુ કોરોનાના કારણે કામ ધંધો છૂટી જતા આરોપી છેલ્લા 3 મહિનાથી તેના માતા અને ભાઈ સાથે કેલીયા વાસણા ખાતે આવેલ તેમના ઘરે આવ્યો હતો. અને પાડોશી માટે કાળમુખો બન્યો હતો. પોલીસ અને જેમની હત્યા થઈ છે તેમના પરિવારજનોને પણ હજુ હત્યાનું સાચું કારણ નથી મળી રહ્યું. પરંતુ ગામના લોકોના કહેવા મુજબ ગામની સ્ત્રીઓને મારી નાખવી છે તેવી બુમો પાડીને આરોપી એક પછી એક 2 મહિલા અને 1 સગીરાની ધારીયા વડે હત્યા કરી ગામની અન્ય એક મહિલાની હત્યા કરવા નીકળ્યો હતો.

જોકે આ આરોપી રાજુ પટેલ અને તેનો ભાઈ બંને અપરણિત છે ત્યારે તેને લઈને પણ અનેક સવાલ ઉભા થયા છે કે આરોપીએ મહિલાની જ હત્યા કેમ કરી.

હાલતો પોલીસને સાચુ કારણ નથી મળ્યું પરંતુ પોલીસે સાચું કારણ જાણવા માટે આરોપીની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે. અને હત્યાનું સાચું કારણ જાણવા મંથામણ કરી રહી છે. ( Source – Sandesh )