હાથરસની 19 વર્ષની પીડિતા કેસમાં નવો જ વળાંક, ADGPએ કહ્યું – રેપ થયો જ નથી, મોત તો…

હાથરસની 19 વર્ષની પીડિતા કેસમાં નવો જ વળાંક, ADGPએ કહ્યું – રેપ થયો જ નથી, મોત તો…

ઉત્તર પ્રદેશના હાથરસની 19 વર્ષીય પીડિતા પર બળાત્કાર થયો ના હોવાની રાજ્યની પોલીસની થિયરી સાચી ઠરી છે. પોલીસે જણાવ્યું હતું કે, પીડિતાનું મોત ગળાના ભાગે થયેલી ગંભીર ઈજા અને ત્યાર બાદ ભારે આઘાતમાં સરી પડવાના કારણે થયું હતું. FSL રિપોર્ટમાં પણ આ વાત સાચી ઠરી છે.

ઉત્તર પ્રદેશ પોલીસના એડીજીપી લો એંડ ઓર્ડર પ્રશાંત કુમારે દાવો કર્યો હતો કે, હાથરસની 19 વર્ષની યુવતી સાથે બળાત્કાર થયો જ નથી. યુવતીનું મોત તો ગળામાં ગંભીર ઈજા થતા અને ત્યાર બાદ આઘાતના કારણે થયું છે. આ વાત હવે ફોરેંસિલ સાયંસ લેબના રિપોર્ટમાં પણ સાચી સાબિત થઈ છે.

ઉત્તર પ્રદેશ પોલીસના એડીજીપીએ લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યુ હતું કે, ઘટના બાદ યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં પણ તેની સાથે બળાત્કાર થયો હોવાની વાત કહી જ નહોતી. તેને માત્ર મારપીટ થયાનો જ આરોપ લગાવ્યો હતો. કુમારે કહ્યું છે કે, સામાજીક સૌહાર્દને બગાડવા અને જાતિય હિંસા ભડકાવવા માટે કેટલાક લોકો તથ્યોને ખોટી રીતે રજુ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, પોલીસે હાથરસ કેસમાં તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. હવે અમે આ કેસનું ખોટું અર્થઘટન કરીને સામાજીક માહોલ ખરાબ કરવા અને પ્રદેશમાં જાતિય હિંસા ભડકાવવાનો પ્રયાસ કરનારાઓની ઓળખ કરી રહ્યાં છીએ.

પોલીસની છબીને ખરાબ કરવામાં આવી : એડીજીપી

એડીજીપીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી તેની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. આ કેસમાં જે પણ લોકો શામેલ છે તેમને બક્ષવામાં નહીં આવે. આ કેસમાં મેડિકલ રિપોર્ટ આવે તે પહેલા જ સરકાર વિરૂદ્ધ ખોટી નિવેદન બાજી અને પોલીસની છબી ખરાબ કરવામાં આવી. આ ગંભીર બાબત છે માટે અમે આ પ્રકારની અફવા ફેલાવનારાઓની તપાસ કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું હતું કે, પોલીસ અને સરકાર મહિલાઓને લઈને ખુબ જ સંવેદનશીલ છે.

ઉલ્લેખનીય છે કે, ગત 14મી સપ્ટેમ્બરે હાથરસ જીલ્લાના ચંદપા વિસ્તારમાં એક 19 વર્ષિય દલિત યુવતી સાથે કથિત રૂપે બળાત્કાર કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ત્યાર બાદ ગળુ દબાવીને તેની જીભ કાપી નાખવામાં આવી હતી.