‘હાજીર હો…’ સુપ્રીમ કોર્ટનો કડક આદેશ, 5 ઓક્ટોબર બપોરના 2 વાગ્યે વિજય માલ્યા હાજર થાય

‘હાજીર હો…’ સુપ્રીમ કોર્ટનો કડક આદેશ, 5 ઓક્ટોબર બપોરના 2 વાગ્યે વિજય માલ્યા હાજર થાય

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે ભાગેડુ દારૂનો બિઝનેસ કરનાર ઉદ્યોગપતિ વિજય માલ્યાને 5 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવું પડશે. કોર્ટે માલ્યાની હાજરી માટે બપોરે 2 વાગ્યનો સમય નક્કી કર્યો છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ડે ગૃહ મંત્રાલયને પણ આદેશ આપ્યો છે કે વિજય માલ્યાની હાજરી સુનિશ્ચિત કરાવો.

ઉલ્લેખનીય છે કે કિંગફિશર એરલાઇન્સને માલિક વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટે જોરદાર ઝાટકો આપ્યો છે. સોમવારે અદાલતે અવમાનના કેસમાં માલ્યાની અરજીને ફગાવી દીધી હતી. માલ્યાએ કોર્ટના એક આદેશનો અનાદર કરીને તેના બાળકોના નામ પર 4 કરોડ અમેરિકી ડોલર ટ્રાન્સફ કર્યા હતા. જેના પર સુપ્રીમ કોર્ટે મે 2017માં એને કોર્ટના અવમાનનો દોષી ઠેરવ્યો હતો.

કોર્ટના આ નિર્ણય બાદ માલ્યાએ કોર્ટમાં રિવ્યુ પિટિશન ફાઇલ કરી હતી, જેના પર જસ્ટિસ યુયુ લલિત અને અશોક ભૂષણની બેચએ 27 ઓગસ્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજે આ અરજી ફગાવી દેવામાં આવી છે.

27 ઓગસ્ટની સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, વિજય માલ્યા પર બે મોટા આક્ષેપો છે, પહેલો એેવો કે તેણે પોતાની સંપત્તિ જાહેર નહોતી કરી. બીજો એ કે સંપત્તિને ખોટી રીતે છુપાવવાનો પ્રયાસ કર્યો. આ કેસમાં કોર્ટે જૂન મહિનામાં તેની રજિસ્ટ્રીને કહ્યું હતું કે માલ્યાની પુનર્વિચાર અરજી છેલ્લા ત્રણ વર્ષમાં સંબંધિત કોર્ટ સમક્ષ કેમ સૂચિબદ્ધ કરવામાં નહોતી આવી. કોર્ટે રજિસ્ટ્રીને છેલ્લા ત્રણ વર્ષમાં અરજી સાથે સંબંધિત ફાઇલ જોનારા અધિકારીઓના નામ સહિતની તમામ માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું.

9,000 કરોડથી વધુની બેંક લોન ફ્રોડ કેસનો આરોપી માલ્યા હાલમાં યુકેમાં છે. સર્વોચ્ચ અદાલતે 2017માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળના બેંકોના જૂથની અરજી પર આ આદેશ આપ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે માલ્યાએ વિવિધ ન્યાયિક આદેશોનું “ઉલ્લંઘન” કર્યુ છે અને બ્રિટીશ કંપની ડિયાજિયો પાસેથી 4 મિલિયન અમેરિકન ડોલર તેના બાળકોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.