હાઉડી મોદી શો માટે 33 અમેરિકી રાજ્યોનાં 600 જેટલાં ભારતીય સંગઠન એકત્રિત થયાં

હાઉડી મોદી શો માટે 33 અમેરિકી રાજ્યોનાં 600 જેટલાં ભારતીય સંગઠન એકત્રિત થયાં

વડાપ્રધાન મોદી 5 દિવસના પ્રવાસે કાલે અમેરિકા જશે22 સપ્ટેમ્બરે પીએમ મોદી હ્યુસ્ટનમાં મેગા શો કરશે, 50માંથી 48 અમેરિકી રાજ્યોથી લોકો તેમાં સામેલ થશેમોદીના અમેરિકાના ગત 2 શો ઈનડોર સ્ટેડિયમમાં થયા હતા, આ વખતે આઉટડોર ફૂટબોલ સ્ટેડિયમની પસંદગી

હ્યુસ્ટનથી ભાસ્કર માટે વિજય ચૌથાઈવાળા (ભાજપના વિદેશ વિભાગના ઈન્ચાર્જ), ગીતેશ દેસાઈ(ઈન્ડિયા ફોરમના પ્રવક્તા): વડાપ્રધાન મોદી 22 સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમને સંબોધશે. તેના માટે બે સપ્તાહ પહેલાથી જ રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયું હતું. ભારતીયઅ મેરિકી સમુદાયના 50 હજારથી વધુ આ કાર્યક્રમમાં સામેલ થઈ રહ્યાં છે. મોદી સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારતીય સમુદાયને સંબોધિત કરશે. ટેક્સાસ ફોરમ ઈન્ડિયાના નેતૃત્વમાં અમેરિકાના 33 રાજ્યોના 600થી વધુ ભારતીય સમુદાયના સંગઠન મળીને આ કાર્યક્રમ આયોજિત કરી રહ્યાં છે. અમેરિકાના 48 રાજ્યોથી પ્રવાસી ભારતીય હ્યુસ્ટન પહોંચશે. આ કાર્યક્રમની તૈયારીને લઈને ટેક્સાસ ઈન્ડિયા ફોરમના પ્રવક્તા ગીતેશ દેસાઈ અને વડાપ્રધાન મોદી માટે વિદેશોમાં આયોજનના મેનેજમેન્ટને જોનારા ભાજપના વિદેશ વિભાગના ઈન્ચાર્જ વિજય ચોથાઈવાળા સાથે વાતચીત કરી.

ભારતીય સમુદાયે મોદીને આમંત્રણ મોકલ્યું હતું : દેસાઇ કહે છે કે જ્યારે હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયને ખબર પડી કે પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરવા ન્યુયોર્ક આવે છે તો સમુદાયે મોદીને હ્યુસ્ટન આવવા આમંત્રણ આપ્યું. અમે પીએમને અપીલ કરી કે તે સમય કાઢીને હ્યુસ્ટનમાં રહેતા ભારતીયોને મળે. વિજય ચોથાઈવાળા કહે છે કે 2014માં મોદીના ન્યુયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડ અને 2016માં સેન જોસ સિલિકોન વેલીમાં યોજાયેલા કાર્યક્રમમાં 18-18 હજાર લોકો એકત્રિત થયા હતા. હ્યુસ્ટનમાં તેનાથી ત્રણ ગણી વધુ ભીડ હશે. ગત કાર્યક્રમ ઈનડોર સ્ટેડિયમમાં યોજાયો હતો. આ વખતે આઉટડોર ફૂટબોલ સ્ટેડિયમની પસંદગી કરાઈ છે. ટ્રમ્પ પણ આવશે જે કાર્યક્રમને અલગ બનાવી દેશે.

તૈયારી : 1100થી વધુ વોલેન્ટિયર કામે લાગ્યા
ગીતેશ દેસાઈ કહે છે કે 1100થી વધુ વોલેન્ટિયર્સ રાત-દિવસ તૈયારીઓ કરી રહ્યાં છે. વોલેન્ટિયરોમાં આ ઐતિહાસિક કાર્યક્રમ માટે જોશ અને ઉત્સાહ ચરમ પર છે. મોદીને ભારતના રિફોર્મર અને ટ્રાન્સફોર્મર તરીકે જોવાય છે જેમની નીતિઓ ભારતની સાથે સાથે હ્યુસ્ટનના આર્થિક વિકાસ માટે પણ સારી છે. એવામાં દુનિયાના સૌથી મોટા લોકતંત્રતા વડાપ્રધાનના સ્વાગત માટે હ્યુસ્ટન શહેર એકદમ ઉત્સાહિત છે.

ખર્ચ : આયોજનનો સંપૂર્ણ ખર્ચ ભારતીય સમુદાય ભોગવશે
ચોથાઈવાળા કહે છે કે બે અઠવાડિયા પહેલા જ 50,000 રજિસ્ટ્રેશન થવું, 50માંથી 48 રાજ્યોથી ભારતીય સમુદાયના લોકોનું એકત્રિત થવું, અા બધુ મોદીની લોકપ્રિયતાને કારણે જ છે. અમેરિકાના અલગ અલગ ખૂણામાં રહેતા ભારતીય સમુદાયના સંગઠનોએ હાઉડી મોદી કોમ્યુનિટી બનાવી છે અને તે જ આ આયોજનનો ખર્ચ ભોગવશે. તેમાં ન તો ભારત સરકારનો કોઈ પૈસો ખર્ચાયો છે અને ન તો ભાજપે આપ્યો છે.

ઉત્સાહ : ટેક્સીવાળા ખુદ જ મોદીની વાત કરવા લાગે છે
ચોથાઈવાળા કહે છે કે અમેરિકીઓ વચ્ચે મોદી ઘણાં પ્રસિદ્ધ છે. અમે જ્યારે હ્યુસ્ટનમાં એક ટેક્સીમાં બેસ્યા તો સામાન્ય વાતચીતમાં ટેક્સી ડ્રાઈવરને જાણ થઈ કે અમે ભારતથી છીએ તો તે મોદી વિશે ઉત્સુકતા સાથે વાત કરવા લાગ્યો. દેસાઈએ કહ્યું કે અમેરિકાના અન્ય પ્રાંતોમાં પ્રવાસી ભારતીયોની સારી એવી વસતી છે. ટેક્સાસમાં 5 લાખ ભારતીય રહે છે. એકલા હ્યુસ્ટનમાં 1.5 લાખથી વધુ પ્રવાસી ભારતીયો છે.

ટ્રમ્પે કહ્યું- હાઉડી મોદી કાર્યક્રમ પછી કેટલીક મોટી જાહેરાતો કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 5 દિવસના અમેરિકાના પ્રવાસે કાલે રવાના થશે. જ્યાં તેઓ અનેક મોટા કાર્યક્રમોમાં ભાગ લેશે. જ્યારે અમેરિકી પ્રમુખ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે મોદી સાથે મુલાકાત પછી કેટલીક મોટી જાહેરાતો થઇ શકે છે. વાસ્તવમાં કેલિફોર્નિયામાં પત્રકારોએ ટ્રમ્પને સવાલ કર્યો હતો કે શું મોટી જાહેરાતો થઇ શકે છે? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે ચોક્કસ થઇ શકે છે, વડાપ્રધાન મોદી સાથે અમારા બહુ સારા સંબંધો છે.ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે ટ્રમ્પ અને પીએમ મોદી એક સપ્તાહમાં બે વાર મુલાકાત કરશે. બંને નેતા હ્યુસ્ટનના કાર્યક્રમમાં સાથે રહેશે. ભારત પાસે રાજદ્વ્રારી સંબંધોને સદીની સૌથી મોટી ભાગીદારીમાં ફેરવવાની તક છે. ભારત નીતિઓમાં ફેરફાર અંગે વિચારી રહ્યું છે.

હ્યુસ્ટનમાં 25 હજાર ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે, અહીં 10 ટકા વેપાર

  • કાઉન્સલેટ જનરલ ઓફ ઈન્ડિયા હ્યુસ્ટન અનુસાર ટેક્સાસનો જીડીપી 114 લાખ કરોડ રૂપિયા છે.
  • અમેરિકાનું આ રાજ્ય જો એક દેશ હોત તો આ દુનિયાની 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોત.
  • અમેરિકાની 500 મોટી કંપનીઓમાં 92 કંપનીઓ આ રાજ્યમાં છે.
  • વિશ્વની ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી 12 અહીંની. ભારત યુએસ વેપારનો 10 ટકા એકમાત્ર અહીંથી થાય છે.
  • ટેક્સાસ પ્રતિદિવસ 30 લાખ બેરલથી વધુ ઓઈલ ઉત્પાદન કરે છે. રાજ્યમાં 25 હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે.
  • 2018માં ભારતનો હ્યુસ્ટનથી વેપાર લગભગ 30700 કરોડ રૂપિયા હતો.