હવે WhatApp પર ખુબજ જલ્દીથી મળશે આ જબરદસ્ત સુવિધા, જાણો કેવી રીતે, કંપનીએ ઉઠાવ્યું સાહસી કદમ

હવે WhatApp પર ખુબજ જલ્દીથી મળશે આ જબરદસ્ત સુવિધા, જાણો કેવી રીતે, કંપનીએ ઉઠાવ્યું સાહસી કદમ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસની સુવિધા પુરી પાડતું વોટ્સએપ હવે ભારતમાં તેની સર્વિસ વિસ્તૃત કરવાની તૈયારી કરી રહ્યું છે. એક અગ્રણી સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર, વોટ્સએપ ટૂંક સમયમાં વીમા, માઇક્રો ફાઇનાન્સ (નાના લોન) અને પેન્શન જેવી સેવાઓ શરૂ કરશે. તેને લઈને પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરી શકે છે. નાણાકીય ઉત્પાદનો સુધી લોકોને સરળતા રહે તેના માટે ભારતમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે ભાગીદારો સાથે કામ કરશે.

કંપનીના વડા અભિજીત બોસે બુધવારે આ વાત કહી હતી. બોઝે ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ’માં કહ્યું હતું કે, કંપની નાણાકીય ઉત્પાદનના વિતરણને લગતી સમસ્યાઓના નિવારણ માટે સંભવિત ઉકેલોની ચકાસણી માટે વિવિધ નવી પહેલને પણ ટેકો આપશે. બોસે જણાવ્યું હતું કે, ફેસબુકની માલિકીની કંપની બેંકિંગ ભાગીદારો સાથે એક વર્ષ કરતા વધુ સમયથી તેમની ડિજિટલ હાજરીમાં સુધારો લાવવા અને દેશના વિવિધ સેગમેન્ટો અને ભૌગોલિક સ્થળોએ નાણાકીય વ્યવહારો ઝડપી બનાવવા માટે કામ કરી રહી છે.

WhatsApp Pay પેમેન્ટ સર્વિસ

તમને જણાવી દઈએ કે, વોટ્સએપે પોતાની પેમેન્ટ સર્વિસ WhatsApp Payનું પરીક્ષણ ભારતમાં 2018માં શરૂ કર્યું હતું. આ UPI આધારિત સર્વિસ યૂઝર્સને રૂપિયા મોકલવાની અને પ્રાપ્ત કરવાની સુવિધા આપે છે. તેનો મુકાબલો ભારતમાં સોફ્ટબેંક સમર્થિત પેટીએમ, ફ્લિપકાર્ટનું ફોન પે અને ગૂગલ પે સાથે છે. નિયમોના કારણોસર કંપની ભારતમાં આ સર્વિસને પૂર્ણ રીતે લાગૂ કરી શકી નથી.

ગરીબોની મદદ માટે તૈયાર

બોસે જણાવ્યું કે, આવનારા વર્ષોમાં બેકિંગ સેવાઓને સરળ બનાવવા અને તેનું વિસ્તરણ (ખાસ કરીને ગ્રામીણ અને ઓછી આવક વાળી શ્રેણીમાં) માટે અમે સૌથી વધુ બેંકોની સાથે આવું કરવા માંગીએ છીએ. અમે આરબીઆઈ દ્વારા રેખાંકિત મૂળભૂત નાણાંકીય સેવાઓ જેવા અન્ય ઉત્પાદનો માટે પોતાના પ્રયોગોનું વિસ્તરણ કરવા માંગીએ છીએ. તેની શરૂઆત માઈક્રો પેન્શન અને ઈન્શોરન્સથી કરવા માંગીએ છીએ.

બોસે વધુમાં જણાવ્યું કે, આગામી બે-ત્રણ વર્ષ દરમિયાન અમે અસંગઠિત વિસ્તારના ઓછી આવકવાળા શ્રમિકો સુધી ઈન્શ્યોરન્સ, માઈક્રોક્રેડિટ અને પેન્શન જેવા ત્રણ પ્રોડક્ટ્સની પહોંચ સુનિશ્ચિત કરવામાં મદદ કરવા માગીએ છીએ.