હવે ATMમાંથી 10 હજાર રૂપિયા એમનેમ નહીં નીકળે, બેંકો કરી રહી છે આ મોટી તૈયારી

હવે ATMમાંથી 10 હજાર રૂપિયા એમનેમ નહીં નીકળે, બેંકો કરી રહી છે આ મોટી તૈયારી

બેંક એટીએમમાં થતા ફ્રોડ અને ચોરીની ઘટનાઓ દેશમાં સતત વધી રહી છે. એટીએેમમાં થતી છેતરપિંડી અને ચોરીને રોકવા માટે હવે દેશની પ્રમુખ બેંકોમાંથી એક બેંકે મહત્વનો નિર્ણય કર્યો છે. ગ્રાહક અને એટીએમ સેફ્ટીને ધ્યાનમાં રાખીને 10,000 રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર ઓટીપી ફરજિયાત કરવાનો નિર્ણય કેનરા બેંકે કર્યો છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ કેનરા બેંક ગ્રાહકોની સુરક્ષા અને સુવિધા માટે આ નવું ફીચર શરૂ કરવા જઈ રહી છે. આ સુવિધા હેઠળ જો ગ્રાહક કેનેરા બેંકના એટીએમથી 10,000 રૂપિયા અથવા તેનાથી વધુનું કેશ ટ્રાન્ઝેક્શન કરે છે તો એટીએમ ટ્રાન્ઝેક્શનના સમયે ગ્રાહકના મોબાઇલ પર ઓટીપી આવશે. જે એન્ટર કરવું ફરજિયાત હશે. પ્રાપ્ત માહિતી મુજબ કેનેરા બેંકની સાથે દેશની અન્ય કેટલીક બેંકો પણ ગ્રાહકોની સુવિધા અને એટીએમ સુરક્ષા માટે ટ્રાન્ઝેક્શન દરમિયાન રજિસ્ટર્ડ મોબાઇલ ફોન પર ઓટીપી નંબર ફરજિયાત કરવાનું વિચારી રહી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બેંક ગ્રાહકો દ્વારા એટીએમ ફ્રોડની ફરિયાદો કરવામાં આવી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને હવે બેંકોએ એટીએમ ટ્રાન્ઝેક્શન સમય ઓટીપી ફરજિયાત કરવાનું શરૂ કરી રહી છે. બેંકો દ્વારા લેવાયેલ આ પગલાથી આશા છે કે એટીએમ ફ્રોડ અને છેતરપિંડીની ઘટનાઓ પર અંકુશ લાગી શકશે.