હવે વિધિ નહીં, જીવન જરૂરી /  સ્મશાનમાં માત્ર ચિતાઓ, હવે ન બેસણું ન બારમું, મોબાઈલથી શ્રદ્ધાંજલિ

હવે વિધિ નહીં, જીવન જરૂરી / સ્મશાનમાં માત્ર ચિતાઓ, હવે ન બેસણું ન બારમું, મોબાઈલથી શ્રદ્ધાંજલિ

જયપુર(પૂજા શર્મા). કોરોનાએ જીવન જીવવાની જ પદ્ધતિ નહીં પણ મૃત્યુ પછીની વિધિ અને રસમોને પણ બદલી દીધી છે. રાજ્યમાં કોરોનાથી ભલે અત્યાર સુધી 6 મોત થયા હોય, પણ અન્ય બીમારીઓ ડાયબિટીસ, હાર્ટ અટેક, કિડની ફેલના કારણે અથવા કુદરતી કારણોસર મોત પણ થઈ રહ્યા છે. બદલાતી સ્થિતિમાં હવે ન તો અર્થીને ચાર કાંધ મળે છે, અને ન તો ચિતાની આસપાસ ભીડ ભેગી થાય છે. અંતિમ સંસ્કાર બાદ ન તો બેસણું કરવામાં આવે ન તો બારમાની વિધિ . કોરોનાએ મૃત્યુ પછી થનારી તમામ વિધીઓ બદલી નાંખી છે. 

કોઈના પણ મૃત્યુ પર મોકલવામાં આવતા મેસેજમાં હાલના દિવસોમાં કોમન લાઈન લખવામાં આવી રહી છે. લોકડાઉનના કારણે સ્વર્ગસ્થની આત્માની શાંતિ માટે ઘરેથી પ્રાર્થના કરશો અથવા દુઆ-એ-મગફિરત પોતાના ઘરેથી જ કરો. તમામ શોક સંદેશમાં આ જ નિવદેન હોય છે કે સંબંધીઓ તેમના ઘરેથી તેમના ઘરેથી શ્રદ્ધાંજલિ મેસેજ મોબાઈલ દ્વારા મોકલી દો. અહીંયા સુધી કે લોકો સાથે અંતિમ સંસ્કારમાં સામેલ ન થવાની અપીલ પણ કરવામાં આવે છે. આવું કરવાનો સંદેશમાં આ દિવસોમાં એક કોમન લાઈન લખવામાં આવી રહી છે.

ખૂંટીએ ટીંગાડેલા અસ્થીઓ વિસર્જનની રાહમાં 
અંતિમ ક્રિયાકર્મ સાથે જોડાયેલા પંડિત નરેન્દ્ર જોશીના જણાવ્યા પ્રમાણે, લોકો ક્રિયાકર્મ માટે ઘણા સંવેદનશીલ છે. ઘણી વખત ઘણું સમજાવ્યા બાદ તેઓ માને છે. લોકડાઉનના કારણે અસ્થીઓને પ્રવાહિત કરવા માટે પરિવારજનોને રાહ જોવી પડી રહી છે. તાજેતરમાં પત્નીને ગુમાવનાર રાજેન્દ્ર સિંહે જણાવ્યું કે, અમે અસ્થિઓ સંભાળીને રાખી છે. લોકડાઉન ખોલ્યા બાદ તેને ગંગામાં વહેતી કરશે. આ પ્રકારે કબ્રસ્તાન તથા ચર્ચમાં પણ આ નિયમોનું પાલન થઈ રહ્યું છે. તમામ દિશા-નિર્દેશોનું પાલન કરતા લાશ દફનાવવામાં આવી રહી છે. 

લાચારીઃ એપથી અંતિમ દર્શન, વીડિયો કોલથી શોક સભાઓ 
આખો પરિવાર શોક સભા માટે વીડિયો કોલ કરી રહ્યા છે. ઘણી વખત અંતિમ દર્શન માટે પણ ઓનલાઈન એપની મદદ લેવાઈ રહી છે. દિલ્હીમાં અભ્યાસ કરી રહેલી સ્વાતિને લોકડાઉનમાં ફસાયા હોવાના કારણે પિતાના અંતિમ દર્શન મોબાઈલ પર જ કરાવાયા હતા. તાજેતરમાં પોતાના યુવાન પુત્રને ગુમાવનારા ઘનશ્યામ ગુપ્તાએ જણાવ્યું કે, મારો દીકરો તો હવે પાછો નહીં આવે, પણ બીજાના જીવ જોખમમાં કેવી રીતે મુકી શકાય.

કડકાઈઃ લાશ ગાડીમાં લઈ જાવ, 20થી વધારે લોકો ન હોવા જોઈએ
મહામારીના કારણે ધાર્મિક સમારોહ પર પ્રતિબંધ સાથે સાથે અંતિમ સંસ્કાર માટે પણ સરાકરે નિયમ નક્કી કરી લીધા છે. જેના પ્રમાણે, અંતિમ સંસ્કારમાં 20થી વધારે લોકો સામેલ થઈ શકતા નથી. લાશને સ્મશાન સુધી વાહનમાં લઈ જવાની હોય છે. અંતિમ યાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવી નથ. સ્મશાન સુધી પરિવારના ચારથી દસ લોકો જ જઈ રહ્યા છે. તે પોતાની સાથે માસ્ક અને સેનેટાઈઝર પણ લઈ જઈ રહ્યા છે. મોક્ષધામના કર્મી પણ અંતર જાળવી રાખતા જોવા મળી રહ્યા છે. 

પાઠઃ મૃત્યુભોજન કરવામાં આવ્યું તો 26 હજાર ક્વૉરન્ટીન કરાયા 
મધ્યપ્રદેશના મુરૈનામાં મૃત્યુભોજનમાં આવેલા 10 લોકો કોરોના પોઝિટિવ મળી ચુક્યા છે. જો કે, 17 માર્ચે દુબઈમાં વેઈટરનું કામ કરનારો યુવક તેની દાદીના શ્રાદ્ધમાં હાજરી આપવા મુરૈના આવ્યો હતો. 20 માર્ચે કરવામાં આવેલા તેરમામાં લગભગ 1500 લોકો આવ્યા હતા. પહેલા તે વ્યક્તિ અને તેની પત્ની પોઝિટિવ મળ્યા હતા. પછી મૃત્યુ ભોજનમાં સામેલ 10 લોકો રોગિષ્ઠ મળી આવ્યા હતા. મુરૈનામાં આના કારણે 26 હજાર લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.