હવે બૉલિંગ કૉચ બોલ્યા, ભારત સામે હાર્યા બાદ ઝેર ખાવાનો ખેલાડીઓને આવે છે વિચાર

હવે બૉલિંગ કૉચ બોલ્યા, ભારત સામે હાર્યા બાદ ઝેર ખાવાનો ખેલાડીઓને આવે છે વિચાર

પાકિસ્તાનનાં બૉલિંગ કૉચ અઝહર મહમૂદે પોતાના દેશનાં મીડિયાને આડે હાથે લીધી છે અને તેમણે કહ્યું છે કે, “ઘણીવાર મીડિયા ઘણા નકારાત્મક પ્રશ્નો પુછે છે અને ખેલાડીઓ પર એટલો દબાવ હોય છે કે તેઓ ઝેર ખાઇને આત્મહત્યા કરી લે.” જણાવી દઇએ કે આ મેચ પહેલા પાકિસ્તાનનાં હેડ કૉચ મિકી આર્થરે પણ આવું જ નિવેદન આપ્યું હતુ. મિકી આર્થરે કહ્યું હતુ કે તેઓ વર્લ્ડ કપમાં ભારતનાં હાથે મળેલી હાર બાદ આત્મહત્યા કરવા ઇચ્છતા હતા.

મહમૂદે મિકી આર્થરની વાતોનું સમર્થન કર્યું

હવે મિકી આર્થરની વાતનું પાકિસ્તાનનાં બૉલિંગ કૉચ અઝહર મહમૂદે પૂનરાવર્તન કરતા કહ્યું છે કે, “મીડિયાની નકારાત્મક્તાનાં કારણે એક વ્યક્તિ આત્મહત્યા કરવા વિશે વિચારે છે.” મહમૂદે મિકી આર્થરની વાતોનું સમર્થન કરતા કહ્યું કે મીડિયાએ સકારાત્મક ચીજો બતાવવી જોઇએ. અઝહર મહમૂદે કહ્યું કે, “મીડિયાને સકારાત્મક ચીજો નજર જ આવતી નથી. કંઇક સકારાત્મકતા દેખાય તો જીવવાનું મન પણ થાય, પરંતુ અમારા ત્યાં મેચ હારી જઇએ તો એવું મહેસૂસ કરાવવામાં આવે છે કે જાણે દુનિયા જ ખત્મ થઈ ગઈ હોય.”

તમને જણાવી દઇએ કે ભારત સામેની હાર બાદ મિકી આર્થરે કહ્યું હતુ કે, “ભારત સામેની હાર બાદ પાકિસ્તાનની ટીમની હિંમત ટૂટી ગઇ હતી. આ હાર બાદ મને આત્મહત્યા કરવાનું મન થયું હતુ.”