હવે બળાત્કારીઓની ખેર નહીં, જલદી સજા થાય તે માટે અમિત શાહે આપી દીધા આ મોટા સંકેત

હવે બળાત્કારીઓની ખેર નહીં, જલદી સજા થાય તે માટે અમિત શાહે આપી દીધા આ મોટા સંકેત

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે ખાસ કરીને બળાત્કાર જેવા ધૃણાસ્પદ અપરાધોનાં સંદર્ભમાં ન્યાય પ્રણાલીમાં ઘણું મોડું થતુ હોવા પર ચર્ચા દરમિયાન ભારતીય દંડ સંહિતા (IPC) અને સીઆરપીસી (CRPC)ને દેશની વધારે અનુકૂળ બનાવવા માટે તેને સંશોધિત કરવા પોતાની સરકારનાં દ્રઢ નિશ્ચય પર ભાર આપ્યો છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોથી આઈપીસી અને સીઆરપીસીમાં બદલાવ માટે મંતવ્યો માંગ્યા છે, જેથી આ આધુનિક લોશાહીની આકાંક્ષાઓને પુરી કરે અને જલદી ન્યાય અપાવવામાં મદદ કરે.

સીઆરપીસી અને આઈસીપીમાં કરવામાં આવી શકે છે બદલાવ

સરકારી નિવેદન અનુસાર પુણેમાં પોલીસ મહાનિર્દેશકો અને મહાનિરીક્ષકોનાં 54માં સંમેલનમાં ‘ગૃહમંત્રીએ ભારતીય દંડ સંહિતા અને સીઆરપીસીને આજની લોકશાહી વ્યવસ્થાની વધારે અનુકૂળ બનાવવા માટે તેમા બદલાવનાં પોતાના સરકારનાં નિશ્ચયને પ્રમુખતાથી સામે રાખ્યો.’ 2012નાં કુખ્યાત નિર્ભયા સામૂહિક બળાત્કાર તેમજ હત્યાકાંડ સહિત ધૃણાસ્પદ અપરાધોમાં અપરાધીઓને દંડ મળવામાં મોડુ થતુ હોવાને લઇને અલગ અલગ મંચ પર જોરદાર ચર્ચા ચાલી રહી છે.

અપરાધોની જલદી સુનાવણી માટે કરવામાં આવી શકે છે સંશોધિત

જો કે રવિવારનાં જોધપુરમાં એક કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું કે, “ન્યાય ક્યારેય ત્વરિત ના થઈ શકે અને જો આ બદલો લેવાનું રૂપ લઇ લેશે તો મૂળ સ્વભાવ ગુમાવી બેસશે.” ગત અઠવાડિયે કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું હતુ કે ભારતીય દંડ સંહિતા અને સીઆરસીપીને બળાત્કાર અને હત્યા જેવા અપરાધોની જલદી સુનાવણી માટે સંશોધિત કરવામાં આવશે.

ગૃહમંત્રીએ આ વાર્ષિક સંમેલનને ‘વૈચારિક કુંભ’ ગણાવ્યું છે

પોલીસ મહાનિર્દેશકો અને મહાનિરીક્ષકોનાં સંમેલનમાં ગૃહમંત્રીએ અખિલ ભારતીય પોલીસ મહાવિશ્વવિદ્યાલય અને અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય અને રાજ્યોમાં તેમને માન્યતા પ્રાપ્ત કૉલેજ ખોલવાની કેન્દ્ર સરકારની યોજનાની જાહેરાત કરી. ગૃહમંત્રીએ આ વાર્ષિક સંમેલનને ‘વૈચારિક કુંભ’ ગણાવ્યું છે, જ્યાં દેશનાં ઉચ્ચ પોલીસ અધિકારી એક મંચ પર આવે છે અને રાષ્ટ્રિય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા પર નીતિગત નિર્ણય કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, કેન્દ્રિય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા અને દેશનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ ત્રણ દિવસનાં પ્રોગ્રામમાં ભાગ લીધો.