હવે થી નહીં ચાલે આ પ્રકારનું આધાર કાર્ડ, UIDAIએ આપી ચેતવણી, જાણો વિગત

હવે થી નહીં ચાલે આ પ્રકારનું આધાર કાર્ડ, UIDAIએ આપી ચેતવણી, જાણો વિગત

હાલના સમયમાં આધાર કાર્ડ સરકારી કામકાજ અથવા અન્ય કોઈ કામમાં વ્યક્તિની ઓળખ તરીકે મુખ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારે હવે યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડને લઈને એક ચેતવણી આપી છે.

જો તમે તમારા આધાર કાર્ડનું કોઈ દુકાનથી લેમિનેશનલ કરાવ્યું છે અથવા તેને પ્લાસ્ટિક કાર્ડ(Plastic Card) તરીકે ઉપયોગ કરી રહ્યા છો તો ચેતી જાઓ. કારણ કે હવે UIDAIએ ચેતવણી જાહેર કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ UIDAIએ લોકોના લેમિનેટ આધાર કાર્ડ અથવા પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડ/PVC કાર્ડને અમાન્ય જાહેર કર્યા છે. UIDAIએ કહ્યું કે પ્લાસ્ટિક આધાર અથવા આધાર સ્માર્ટ કાર્ડ/PVC કાર્ડ વેલિડ નથી.

રિપોર્ટ પ્રમાણે UIDAIનું કહેવું છે કે જો તમારી પાસે પ્લાસ્ટિકનું આધાર કાર્ડ છે તો હવે આ કાર્ડ ‘બેકાર’ છે. UIDAIએ જણાવ્યું કે પ્લાસ્ટિક આધારની અનઓથોરાઇડ પ્રિન્ટિંગના કારણે QR કોડ ડિસ્ફંક્શનલ થઈ જાય છે. આ સાથે ખાનગી માહિતી ચોરી થવાનો ડર પણ રહે છે. તમારી ખાનગી માહિતીને તમારી જાણ વગર શેર કરવામાં આવી શકે છે.

UIDAIનું કહેવું છે કે પ્લાસ્ટિક અથવા PVC શીટ પર આધાર પર પ્રિન્ટિંગ માટે 50 રૂપિયા થઈથી લઈ 300 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. જે અયોગ્ય છે. UIDAIએ લોકોને આ રીતે દુકાનો અથવા લોકોથી બચવા અને કોઈ પણ પ્રકારે છેતરપિંડીથી બચવાની સલાહ આપી છે. UIDAIએ કહ્યું કે ઓરિઝનલ આધાર સિવાય એક સાધારણ પેપર પર ડાઉનલોડ કરેલ આધાર અને એમઆધાર સંપૂર્ણ રીતે વેલિડ છે.