હવે ડ્રોનથી ફુડ ડિલિવરી થશે, માત્ર 15 મિનિટમાં રેસ્ટોરન્ટથી ગ્રાહક સુધી પહોંચશે

હવે ડ્રોનથી ફુડ ડિલિવરી થશે, માત્ર 15 મિનિટમાં રેસ્ટોરન્ટથી ગ્રાહક સુધી પહોંચશે

30 મિનિટમાં તમારા ઘર પર ફુડની ડિલિવરી કરવાની વાત હવે જૂની થઇ ગઇ છે. નવી ટેક્નોલોજીના આગમન સાથે આ શક્ય છે કે તમારો ફુડ ઑર્ડર ફક્ત 15 મિનિટમાં તમારી પાસે પહોંચી શકે. અહેવાલ મુજબ ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ પ્લેટફોર્મ Zomato ડ્રોન સાથે તમારો ઑર્ડર તમારા ઘર સુધી આપશે. કંપનીએ તાજેતરમાં તેની એકમાત્ર ડિલીવરી ડ્રોન ટેકની સફળ ટ્રાયલ પૂર્ણ કરી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે અમારા 30-મિનિટની અજમાયશમાં ડ્રોને 15 મિનિટથી ઓછા સમયમાં રેસ્ટોરન્ટથી ગ્રાહક સુધી ડિલિવરી પહોંચાડી છે. આ અમારા માટે એક મહાન સિદ્ધિ છે.

ઉલ્લેખનિય છે કે ઓનલાઇન ફૂડ પ્લેટફોર્મ ઝોમેટોએ ડ્રોન દ્વારા ફૂડ પહોંચાડવાનું શરૂ કર્યું છે. કંપનીએ 12 જુનના રોજ એ જાહેરાત કરી કે તેણે પહેલી ડ્રોન ડિલિવરી ટેકનોલોજી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ઝોમેટોએ આ માટે હાઇબ્રિડ ડ્રોનનો ઉપયોગ કર્યો છે. આ ડ્રોનનું લગભગ 10 મિનિટમાં 5 કિલોમીટરના અંતરને નક્કી કર્યુ છે. 5 કિલો વજન લઇને ઉડતા આ ડ્રોનની સૌથી ઝડપી ગતિ પ્રતિ કલાક 80 કિમી છે.

ભારતમાં ડ્રોન દ્વારા ફૂડની ડિલીવરી કરી શકાય તેના માટે ઝોમેટોએ છેલ્લા વર્ષે ડિસેમ્બરમાં TechEagle Innovations નામનું સ્ટાર્ટઅપ ખરીધુ હતુ. TechEagle એ જે UAV બનાવ્યું છે, તે એક હાઇબ્રિડ એરક્રાફ્ટ છે. આ યુએવી બન્ને સ્થિર ડેનો અને રોટર્સ બંનેનો ઉપયોગ કરે છે. તેનાથી ડ્રોનને સીધુ ટેક-ઓફ અને લેંડિગ કરવાની ક્ષમતા મળે છે, સાથે જ સ્થિર ડેનો વાળા વિમાન જેવા અંતરને નક્કી કરવાની ક્ષમતા પણ છે. ઓછા સમયમાં ડિલીવરી આપવા માટે કંપની ડ્રોન્સનો ઉપયોગ પર કામ કરી રહી છે.