હવે ખેડૂત પોતાની મરજીનો હશે માલિક, લોકસભામાં પાસ થયા આ બે મહત્વપુર્ણ બિલ

હવે ખેડૂત પોતાની મરજીનો હશે માલિક, લોકસભામાં પાસ થયા આ બે મહત્વપુર્ણ બિલ

દેશમાં કૃષિ સુધાર માટે બે મહત્વપુર્ણ બિલ લોકસભામાં પાસ થઈ ગયા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, તેના માધ્યમથી હવે ખેડૂતોને કાનૂની બંધનોથી આઝાદી મળશે. તેઓએ કહ્યું કે, ન્યુનતમ સમર્થન મૂલ્ય (MSP)ને યથાવત રાખવામાં આવશે અને રાજ્યોના અધિનિયમ હેઠળ સંચાલિત માર્કેટ પણ રાજ્ય સરકારો અનુસાર ચાલતી રહેશે.

લોકસભામાં કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) વિધેયક-2020 અને કૃષક(સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન સમજુતી અને કૃષિ સેવા પર કરાર વિધેયક-2020 પાસ થઈ ગયા છે. કૃષિ મંત્રીની માનીએ તો આ બિલથી કૃષિ ક્ષેત્રમાં ધડમૂળથી પરિવર્તન આવશે, ખેતીમાં રોકાણ થવાને કારણે ઝડપથી વિકાસ થશે અને રોજગારના અવસર વધશે.

તોમરે આ કાનૂનનાં લાભ ગણાવતાં કહ્યું કે, ખેડૂતોની પાસે માર્કેટમાં જઈને લાયસન્સધારક વેપારીઓને જ પોતાની ઉપજ વેચવાની મજબૂરી કેમ, હવે ખેડૂત પોતાની મરજીનો માલિક હશે. કરાર અધિનિયમથી કૃષક સશક્ત થશે અને સમાન સ્તર પર MNC, મોટા વેપારીઓ સાથે ડીલ કરી શકશે.

મંત્રીજીએ કહ્યું કે, ખેતી ક્યારેય પણ ખેડૂતની પસંદનું પ્રોફેશન બન્યું નથી, હવે ખેતી કરવી વધારે લાભદાયક થશે. રોકાણ થવાને કારણે જે અનાજ પહેલાં ખરાબ થઈ જું હતું, તે હવે નહીં થાય. ઉપભોક્તાઓને પણ ખેતર/ખેડૂત પાસેથી સીધા જ ઉત્પાદન ખરીદવાની આઝાદી મળશે. કોઈ ટેક્સ ન લાગવાને કારણે ખેડૂતને વધારે કિંમત મળશે અને ઉપભોક્તાને પણ ઓછી કિંમત પર વસ્તુઓ મળશે.

આ બિલના મુખ્ય લાભઃ

– કૃષિ ક્ષત્રમાં ઉપજ ખરીદ-વેચાણ માટે ખેડૂતો અને વેપારીઓને અવસરની સ્વતંત્રતા
– માર્કેટમાં વધારે વેપાર ક્ષેત્રમાં ફાર્મગેટ, કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ, પ્રસંસ્કરણ યુનિટો પર વેપાર માટે વધારે ચેનલોનું સર્જન
– ખેડૂતોની સાથે પ્રોસેસર્સ, નિર્યાતકો, સંગઠિત રિટેલરોનું એકીકરણ, જેથી મધ્યસ્થતામાં ઘટાડો આવે.
– દેશમાં પ્રતિસ્પર્ધી ડિજિટલ વેપારનું માધ્યમ રહેશે અને પારદર્શક રીતે કામ થશે.
– ખેડૂતો દ્વારા લાભકારી મૂલ્ય પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ જેથી તેમની આવકમાં વધારો થઈ શકે