હવે કારમાં ટાયર “જાતે” જણાવશે કે ક્યારે બદલવું અને ક્યારે નહીં

હવે કારમાં ટાયર “જાતે” જણાવશે કે ક્યારે બદલવું અને ક્યારે નહીં

ડિજિટલના આ યુગમાં દરેક વસ્તુઓ સ્માર્ટ થતી જાય છે. સ્માર્ટફોન, સ્માર્ટવોચ, સ્માર્ટ લાઇટ્સ, સ્માર્ટ હોમ, સ્માર્ટ કાર અને હવે સ્માર્ટ ટાયર્સ પણ બજારમાં આવી ગયા છે. જી હાં ટાયર બનાવતી કંપની જે.કે. ટાયર્સ એક એવું સેન્સર લઇને આવી છે, જે તમારા કારના બધા ટાયર પર નજર રાખશે. તેમજ ટાયરનું ધ્યાન પણ રાખશે.

ઉલ્લેખનિય છે કે ગાડીનું ટાયર તેના સૌથી મહત્વપૂર્ણ અંગોમાનું એક હોય છે. ઘણા ખરા લોકોને કારમાં ટાયર ક્યારે બદલવું અને ક્યારે નહીં. પરંતુ હવે આ થશે નહીં, કારણ કે હવે તમારી કારના ટાયરની સ્થિતિને લગતી દરેક માહિતી તમારા સુધી પહોંચશે. ખરેખર જે.કે. ટાયરે એક સેન્સર બનાવ્યું છે જે તમારા ટાયરની દેખરેખ અને જાળવણીનું વિશેષ ધ્યાન રાખશે.

જાણો આ સેન્સર કેવી રીતે કરશે કામ:

જેકે ટાયરે ટ્રી સેન્સર દ્વારા ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ રજૂ કરી છે. આ ટાયરની સ્થિતિ અને તેના તાપમાન વિશે માહિતી આપશે. આ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા પ્રાપ્ત માહિતી વાહન માલિકના સ્માર્ટફોન પર રિયલ-ટાઇમ આધારે આવશે. આ સાથે ટાયરને લગતી સમસ્યા પહેલેથી જાણી શકાશે અને એલર્ટનાં પગલાં લેવામાં આવશે.

કંપનીના જણાવ્યા પ્રમાણે દેશમાં 700 ડીલરો પાસે આ ટ્રેલ સેન્સર ઉપલબ્ધ છે.આ સેન્સર દ્વારા વાહનના માલિકને ટાયરની તાત્કાલિક સ્થિતિ વિશે માહિતી મળશે. જેકે ટાયરે એક નિવેદનમાં કહ્યું છે કે ‘ટ્રી સેન્સર્સ’ નામનું આ સેન્સર સ્થાનિક બજારમાં કંપનીની સ્થિતિને મજબૂત બનાવશે.

કંપનીએ હાલમાં જ તેને ટ્રિલ મોબિલીટી સોલ્યુશન્સમાંથી પ્રાપ્ત કર્યું છે. કંપનીના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર રઘુપતિ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, “ટ્રેલ સેન્સર રજૂ થયેલી ટેકનોલોજીની પહેલને લઇને આ એક ભારતીય બજારમાં પ્રથમ પગલું છે.