હર્ડ ઇમ્યુનિટી આવશે ત્યારે કોરોનાનો નાશ થશે, હર્ડ ઇમ્યુનિટી કેવી રીતે અને ક્યારે આવશે જાણવું જરૂરી

હર્ડ ઇમ્યુનિટી આવશે ત્યારે કોરોનાનો નાશ થશે, હર્ડ ઇમ્યુનિટી કેવી રીતે અને ક્યારે આવશે જાણવું જરૂરી

  • હર્ડ ઇમ્યુનિટી વાઇરસની ચેન બ્રેક કરી દેશે, તેનાથી વાઇરસની ગતિ ધીમી પડી જશે
  • હર્ડ ઇફેક્ટ પણ આવશે, તેનાથી અન્ય લોકોમાં ઇમ્યુનિટી નહીં હોય તો પણ તેઓ બચી જશે
  • થાઇરોકેરનો દાવો – દેશમાં 35 કરોડ લોકોને કોરોના થઈ ચૂક્યો છે

તાજેતરમાં દિલ્હીમાં કરાયેલા બીજા સીરો સર્વેમાં 29.1% લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી છે, જેનો અર્થ છે કે લોકોની કોરોના સામે લડવાની ક્ષમતા પેદા થઈ ગઈ છે. ત્યારબાદ દેશમાં ફરી એક વાર હર્ડ ઇમ્યુનિટીને લઇને ચર્ચા શરૂ થઈ ગઈ છે. હર્ડ ઇમ્યુનિટી મહામારીનો વો તબક્કો છે જ્યારે વાઇરસનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ જાય છે.

હવે સવાલ એ છે કે શું ભારતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે? શું લોકોમાં હર્ડ ઇમ્યુનિટી આવવાની શરૂ થઈ ગઈ છે? તેના ફાયદા શું છે? તે ક્યાં સુધીમાં આવશે?

ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના રૂમેટોલોજી ડિપાર્ટમેન્ટમાં HOD ડોક્ટર ઉમા કુમારનું કહેવું છે કે, હવે આ મામલો કમ્યુનિટી ટ્રાન્સમિશન કરતાં બહુ આગળ વધી ગયો છે. કેટલાક સ્થળોએ કમ્યુનિટી ટ્રાન્સમિશન છે, પરંતુ આખા દેશમાં નથી. તેને લોકલ ટ્રાન્સમિશન પણ કહી શકાય.

ડો. ઉમાના જણાવ્યા મુજબ, જ્યારે દેશની 60%થી 70% વસ્તીમાં કોરોના વાઇરસ સામે ઇમ્યુનિટી ડેવલપ થઈ જશે તો ટરાન્સમિશનની ચેન બ્રેક થઈ જશે. પછી વાઇરસ ફેલાવવા માટે લોકો જ નહીં મળે અને આ વાઇરસ કન્ટ્રોલમાં આવી જશે. પછી શક્ય છે કે એક-બે કેસ જ મળી આવે.

હર્ડ ઇમ્યુનિટી શું છે?

હર્ડ એટલે ઘણા બધા લોકો અથવા લોકોનું ગ્રૂપ, ઇમ્યુનિટી એટલે રોગપ્રતિકારક શક્તિ. એટલે કે જ્યારે કોરોના સામે ગણા બધા લોકોના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થઈ જાય તો માની શકાય કે હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ.

હર્ડ ઇમ્યુનિટી કેવી રીતે કાર્ય કરે છે?

હર્ડ ઇમ્યુનિટી વાઇરસની ચેન બ્રેક કરી દે છે. તેનાથી વાઇરસ ફેલાવાની ગતિ ધીમી થઈ જશે.

હર્ડ ઇમ્યુનિટી આવવાથી એ લોકો પણ બચી જશે જેમી ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ નથી અથવા જેમની પાસે રોગપ્રતિકારક શક્તિ જ નથી.

આ પ્રક્રિયાને હર્ડ ઇફેક્ટ કહેવામાં આવે છે. આ અસર બાકીની વસ્તીને પણ ચેપથી સુરક્ષિત કરે છે.

હર્ડ ઇફેક્ટ શું છે?

ડોક્ટર ઉમા કહે છે કે, જો 60% થી 70% વસ્તીમાં હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ તો બાકીની 30% થી 40% વસ્તી પણ બચી જશે કારણ કે, ચેન બ્રેક થઈ જશે. આવા લોકોને હર્ડ ઇફેક્ટથી ફાયદો થશે.

જેમની પાસે હર્ડ ઇમ્યુનિટી છે તેઓ તે સુરક્ષિત રહેશે જ પણ સાથે એવા લોકોને પણ લાભ થશે, જેમની પાસે રોગપ્રતિકારક શક્તિ નથી. આવા લોકો હર્ડ ઇફેક્ટથી સુરક્ષિત થઈ જશે.

આ રસી આપ્યા બાદ એન્ટિબોડીઝ બન્યા પછી વાઇરસની ચેન બ્રેક થવા જેવું જ છે. એક એક્ટિવ વસ્તુ છે જે જાતે જ બની રહી છે. બીજી પેસિવ વસ્તુ છે જે કંઇક આપીને ડેવલપ કરવામાંઆવી રહી છે.

શું પહેલેથી જ લોકોમાં હર્ડ ઇમ્યુનિટી છે?

ડોક્ટર ઉમા કહે છે કે, કોવિડ -19 સિવાય પણ ઘણા બીજા કોરોના વાઇરસ પહેલાથી હાજર છે, કેટલાક લોકોમાં આ જૂના વાઇરસ મળી પણ આવ્યા છે. ઘણા લોકોમાં આ જૂના કોરોના વાઇરસને કારણે એન્ટિબોડીઝ વિકસિત થઈ છે. તેથી, આવા લોકોમાં ફક્ત કોવિડ -19ના હળવાં લક્ષણો જ જોવા મળી રહ્યા છે.

હર્ડ ઇમ્યુનિટી કેટલા દિવસોમાં આવી શકે છે?

તે કહેવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ જ્યારે 60% થી 70% વસ્તી ચેપગ્રસ્ત થઈ જશે ત્યારે એવું માનવામાં આવે છે કે હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ. આવું ન્યૂ યોર્કમાં જોવા પણ મળ્યું છે.

હર્ડ ઇમ્યુનિટીથી શું થશે?

હર્ડ ઇમ્યુનિટી આવવાથી વાઇરસને એવા માણસો મળવાનું બંધ થઈ જશે જેને ચેપગ્રસ્ત કરીને તે સતત ફેલાતો હતો. અત્યારે આ ચેપ સતત ફેલાઈ રહ્યો છે.

હર્ડ ઇમ્યુનિટીના ગેરફાયદા શું છે?

ડો. ઉમા કહે છે કે જો યોગ્ય હર્ડ ઇમ્યુનિટી છે તો કોઈ નુકસાન નથી. આ એક નવો વાઇરસ છે. દરરોજ તેના વિશે નવી માહિતી આવી રહી છે. હવે સવાલ એ છે કે લોહીમાં જોવા મળતી એન્ટિબોડીઝ ખરેખર વાઇરસ સામે 100 ટકા સુરક્ષા આપે છે કે નહીં? તે કેટલા દિવસ સલામત રાખે છે? આ અંગે ચોક્કસ સચોટ માહિતી ઉપલબ્ધ નથી.

પહેલાં એવું કહેવામાં આવતું હતું કે એન્ટિબોડીઝ બે થી ત્રણ મહિના સુધી રક્ષણ કરશે, પછી એવું કહેવામાં આવ્યું હતું કે તે 6 મહિના સુરક્ષિત રહેશે. આ સિવાય તે કઈ એન્ડબોડીઝ સેપ રાખશે? કારણ કે શરીરમાં ઘણી એન્ટિબોડીઝ હોય છે. આ બધા વિશે હજી સુધી નક્કર માહિતી જાણી શકાઈ નથી.

તેથી જ ઘણા દેશો ઇમ્યુનિટી પાસપોર્ટ આપવાની પણ વાત કરી રહ્યા છે, એટલે કે, એન્ટિબોડીઝ ધરાવતા લોકોને તે દેશમાં આવવા માટે ઇમ્યુનિટી પાસપોર્ટ આપવામાં આવશે.

આ જોખમી પણ હોઈ શકે છે કારણ કે, માની લો કે એન્ટિબોડી ઓળખાઈ ગઈ, પરંતુ તે પ્રોટેક્ટિવ એન્ટિબોડી નથી. આવી સ્થિતિમાં ફરીથી વાઇરસ આવી શકે છે. તેથી, જેમને અગાઉ વાઇરસ થઈ ચૂક્યો છે તેમણે પણ સાવચેતી રાખવી જોઈએ.

દિલ્હીમાંસીરોસર્વેના આંકડાથી શું જાણવા મળે છે?

દિલ્હીની વસ્તી લગભગ 2 કરોડ છે. તેમાંથી 15 હજાર લોકોના સીરો સર્વે માટે સેમ્પલ લેવામાં આવ્યા. અહીં કરાયેલા છેલ્લા સેરો સર્વેમાં 23.48% લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી. આ વખતે, એન્ટિબોડીઝ 29.1% લોકોમાં મળી આવી છે, જેનો અર્થ છે કે લગભગ 6% નો વધારો. તેથી માની શકાય કે લોકોમાં હર્ડ ઇમ્યુનિટી વિકસી રહી છે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બાયોલોજિકલ સાયન્સિસના ડાયરેક્ટર ડો. એસ.કે. સરિનના જણાવ્યા મુજબ, આ દરે હર્ડ ઇમ્યુનિટી પ્રાપ્ત કરવામાં હજી વધુ મહિનાનો સમય લાગી શકે છે. સર્વેના પરિણામો દર્શાવે છે કે ચેપનો પિક અપ રેટ બહુ ઓછો ચે અને તેનાથી સાઇલન્ટલી અસરગ્રસ્ત થનારા લોકો વધારે છે. તેથી, આપણે ટેસ્ટિંગ વધારવાની જરૂર છે.

દેશના અન્ય શહેરોમાં હર્ડ ઇમ્યુનિટીની શું સ્થિતિ છે?

મુંબઇ, પૂણે અને અમદાવાદ જેવા શહેરોમાં પણ સેરોલોજીકલ સર્વે કરવામાં આવ્યો છે. મુંબઇના જુલાઈના સર્વે મુજબ 57% ઝૂંપડપટ્ટીવાસીઓ અને 16% બિન-ઝૂંપડપટ્ટીવાસીઓમાં એન્ટિબોડીઝ મળી આવી હતી. જો કે, રિસર્ચમાં 6936 લોકો જ સામેલ હતા.

પૂણેમાં 1664 લોકો વચ્ચે એક સર્વે કરવામાં આવ્યો હતો. આમાંના અડધાથી વધુ લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી. પંજાબમાં અભ્યાસ કરાયેલા 1250 લોકોમાંથી 28% એન્ટિબોડીઝ મળી આવી હતી, જ્યારે અમદાવાદમાં 17.6% લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી. આ રીતે આટલી મોટી વસ્તીમાં હર્ડ ઇમ્યુનિટી આવી શકે છે.

સીરો સર્વે શું છે?

કોઈ શહેરમાં કે પ્રદેશમાં વાઇરસ કેટલો ફેલાયો છે તે શોધવા માટે સેરોલોજીકલ સર્વે કરવામાં આવે છે. તેમાં બ્લડ સીરમના નમૂના લેવામાં આવે છે. આ દ્વારા શરીરમાં કોરોના એન્ટિબોડીઝની હાજરી શોધી કાઢવામાં આવે છે.

એન્ટિબોડી ટેસ્ટ શું હોય છે?

જ્યારે તમે વાઇરસના સંપર્કમાં આવો ત્યારે તમારું શરીર એન્ટિબોડીઝ બનાવવાનું શરૂ કરે છે, જે લોહી અને ટિશ્યૂમાં રહે છે. આ એન્ટિબોડીઝ એ એક પ્રકારનું પ્રોટીન હોય છે, જે શરીરમાં વાઇરસ ફેલાતાં અટકાવે છે.

આ એન્ટિબોડીઝ ઇમ્યુનિટી સિસ્ટમ દ્વારા વાઇરસ સામે લડવા માટે બનાવવામાં આવે છે. ટેસ્ટ દ્વારા તે શોધી કાઢવામાં આવે છે કે શરીર તેને બનાવે છે કે નહીં. જો તે હાજર હોય તો તે આશંકા વધી જાય છે કે તમે કોરોનાના સંપર્કમાં આવી ચૂક્યા છો.

હર્ડ મ્યુનિટી વિશે વિશ્વના વૈજ્ઞાનિકો શું કહે છે?

વિશ્વના વૈજ્ઞાનિકોનુંઅનુમાન છે કે, લગભગ 60% થી 70% વસ્તીમાં વાઇરસની રોગપ્રતિકારક શક્તિ પેદા થયા બાદ જ કોઈ ક્ષેત્રમાં હર્ડ ઇમ્યુનિટી વિકસિત તસે. આ ક્ષમતા રસીકરણ અથવા ચેપમાંથી રિકવરી થયા પછી પણ આવી શકે છે.

જો કે, કેટલાક સંશોધકો નવી શક્યતાઓ શોધી રહ્યા છે. ન્યૂ યોર્ક ટાઇમ્સ સાથે ઇન્ટરવ્યૂમાં વિશ્વના 12થી વધુ વૈજ્ઞાનિકોએ કહ્યું કે, હર્ડ ઇમ્યુનિટી મર્યાદા વસ્તીના 50% અથવા તેથી ઓછી હોઈ શકે છે.

વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ આ આંકડાઓ જટિલ આંકડાકીય મોડેલિંગના આધારે બનાવી રહ્યા છે. વૈજ્ઞાનિકોના મતે ન્યૂ યોર્ક, લંડન અને મુંબઇના ભાગોમાં વાઇરસ સામે મજબૂત ઇમ્યુનિટી પેદા થઈ ચૂકી છે.

સ્ટોકહોમ યુનિવર્સિટીના ગણિતશાસ્ત્રી ટોમ બ્રિટન કહે છે કે, જ્યારે 43% લોકોને ચેપ લાગે ત્યારે હર્ડ ઇમ્યુનિટી આવી શકે છે. એટલે કે, વસ્તીમાં ઘણા લોકોને ચેપ લગાડ્યા બાદ અથવા રિકવરી થયા બાદ વાઇરસ અનિયંત્રિત રીતે ફેલાશે નહીં.

હર્ડ ઇમ્યુનિટીની રાહ જોવામાં એક મોટી કિંમત પણ ચૂકવવી પડી શકે છે. સંક્રમિત 43% વસ્તીનો અર્થ છે કે ઘણા લોકો બીમાર પડી જશે. મૃત્યુ પણ થશે. ન્યૂ યોર્કના કેટલાક ક્લિનિક્સમાં 80% જેટલા લોકોમાં એન્ટિબોડીઝ પણ મળી આવી છે.

એન્ટિબોડી વિશે થાઇરોકેરના રિસર્ચથી શું જાણવા મળ્યું છે?

થાઇરોકેર કંપનીએ દાવો કર્યો છે કે, તેની લેબોમાં કરવામાં આવેલા એન્ટિબોડી ટેસ્ટિંગથી જાણવા મળ્યું છે કે, દેશમાં સરેરાશ 26% અથવા લગભગ 35 કરોડ લોકોને સંભવત: કોરોના વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે. આ અભ્યાસ માટે કંપનીએ સાત અઠવાડિયાંમાં 600 શહેરોમાં 2.70 લાખ એન્ટિબોડી ટેસ્ટનું વિશ્લેષણ કર્યું છે.

કંપનીના માલિક વેલુમણીએ રોઇટર્સને કહ્યું કે, આ આંકડા અમારી અપેક્ષા કરતાં વધારે છે. બાળકો સહિત તમામ વયના લોકોમાં એન્ટિબોડીઝની હાજરી લગભગ સમાન હોય છે. જો ડિસેમ્બર પહેલા સ્થિતિ આવી જ રહી તો આ સંખ્યા વધીને 40% સુધી પહોંચી શકે છે.

( Source – Divyabhaskar )