સ્વાહા…:ઠંડી દૂર કરવા લાખોની કડકડતી નોટો અને સોના-ચાંદીના દાગીનાનું કરી દીધું તાપણું, સાથે 2 એન્ડ્રોઇ ફોન પણ હતા

સ્વાહા…:ઠંડી દૂર કરવા લાખોની કડકડતી નોટો અને સોના-ચાંદીના દાગીનાનું કરી દીધું તાપણું, સાથે 2 એન્ડ્રોઇ ફોન પણ હતા

તાપણામાં 500-500ની કડકડતી નોટોના ટૂકડા અને એક ધારદાર હથિયાર મળી આવ્યું છે

શિયાળામાં લોકો ઠંડી દૂર કરવા વિવિધ ઉપાય કરતા હોય છે, પરંતુ ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાં એક માનસિક વિકલાંગ વ્યક્તિએ ઠંડી દૂર કરવાનો જે ઉપાય કર્યો છે એ દરેકને આશ્ચર્ય કરે એવો છે. મહોબા શહેરના કોતવાલી વિસ્તારના જૂના શાકભાજી માર્કેટમાં એક માનસિક વિકલાંગ વ્યક્તિએ ઠંડીથી બચવા માટે 500-500ની નોટો આગમાં સળગાવી દીધી છે. બુંદેલખંડ જેવા વિસ્તારોમાં ખૂબ ગરીબી જોવા મળે છે, એવા સમયે અહીં આ પ્રકારની ઘટના સામે આવતાં આ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ઘટનાને નજરે જોનારાઓએ સમગ્ર હકિકત જણાવી હતી.

આસપાસના સ્વચ્છતા કાર્યકર્તાઓના જણાવ્યા પ્રમાણે, આ વ્યક્તિએ કચરાના ઢગલામાં લાખોની રોકડ, બે એન્ડ્રોઈડ ફોન, સોના-ચાંદીના દાગીના અને એક તેજ હથિયાર સળગાવી દીધાં છે. આસપાસના લોકોનું કહેવું છે કે આ વ્યક્તિ પહેલેથી પાગલ છે અને તે અહીં-તહીં ફરતી રહેતી હોય છે. આ ઘટના પછી પણ તે હસતો રહે છે અને કહે છે કે શું કરું, મને ઠંડી લાગી તો જે મળ્યું એને સળગાવીને ઠંડીથી છુટકારો મેળવી લીધો.

500ની નોટો તાપણું કરવા સળગાવી દીધી.

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તેમણે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ મામલે ઘણા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ મુખ્ય સવાલ એ ઊભો થાય છે કે આ પાગલ માણસ પાસે આટલીબધી રોકડ અને દાગીના આવ્યા ક્યાંથી. જોકે હવે આ વિચિત્ર ઘટના વિશે પોલીસ અને પ્રશાસન પણ કઈ બોલવા તૈયાર નથી.

પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

( Source – Divyabhaskar )