સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ બનશે ભગવાન રામની સૌથી ઉંચી મૂર્તિ, 7 અજાયબીઓમાં થશે ગણના

સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ બનશે ભગવાન રામની સૌથી ઉંચી મૂર્તિ, 7 અજાયબીઓમાં થશે ગણના

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું મોડલ બનાવનાર દિલ્હીના મૂર્તિકારે સંદેશ સાથેની ટેલિફોનિક મુલાકાતમા જણાવ્યું કે અયોધ્યામાં સરયુ નદીને કિનારેે ૨૫૧ મીટરની ભવ્ય ભગવાન રામની મૂર્તિનું નિર્માણ થશે. આ મૂર્તિ *સ્ટેચ્યૂ ઓફ યુનિટી* કરતા પણ ઊંચી થશે. આ મૂર્તિ જ્યારે બનીને તૈયાર થઈ જશે ત્યારે તેની ગણના વિશ્વની સાત અજાયબીઓમાં થશે. આ ર્મૂિતમાં *સ્ટેચ્યૂ ઓફ યુનિટી*ની જેમ વ્યુઈંગ ગેલેરી બનાવવાની કોઈ શક્યતા નથી. કારણ કે આ ર્મૂિત ભગવાનની હોવાથી તેમાં વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવશે નહીં તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

રામ મંદિર બાબતે શનિવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે અને હવે જે વિવાદિત જગ્યા હતી એ જગ્યાએ જ ભગવાન શ્રી રામનું મંદિર બનશે ત્યારે બીજી ખાસ વાત એ છે કે અયોધ્યામાં સરયુ નદીના કિનારે ૨૫૧ મીટર ઊંચી શ્રી રામ ભગવાનની ર્મૂિત પણ બનવાની છે, જે માટે ડિઝાઇન ફઈનલ થઈ ગઈ છે. કેવી ર્મૂિત બનશે અને કોણે બનાવ્યું છે ર્મૂિતનું મોડલ અને ર્મૂિત બનાવવામાં શેનો ઉપયોગ થશે તે અંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું મોડલ બનાવનાર દિલ્હીના અનીલ રામ સુથારે સંદેશ સાથે ટેલિફોનિક મુલાકાતમાં જણાવ્યું હતું.

ઉત્તરપ્રદેશની યોગી સરકારે સરયુ નદીના કિનારે ભગવાન શ્રી રામની ૨૫૧ મીટર ઊંચી ભવ્ય મૂર્તિ બનાવવાનું આયોજન કરી નાખ્યું છે. આ અંગે સંદેશ સાથે ખાસ મુલાકાતમાં અનિલ સુથારે જણાવ્યું હતું કે આ મૂર્તિનું મોડલ તેમના પિતા રામ સુથાર અને તેઓએ ભેગા મળી તૈયાર કર્યુ છે.

ભગવાન શ્રીરામની જે મૂર્તિ બનાવવાની છે તેની ડિઝાઈન ફાઈનલ થઈ ગઈ છે, ભગવાનની મૂર્તિ માટે પાંચ ડિઝાઇન ઉત્તરપ્રદેશ સરકારને આપી હતી. જેમાની એક મૂર્તિનું મોડલ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફઈનલ કરી દીધું છે. ૨૫૧ મીટરની આ મૂર્તિ જે બનવાની છે, તેને બનતા ત્રણ વર્ષ લાગશે.

મૂર્તિમાં ૫૧ મીટરનું પેડલ સ્ટેન્ડ બનાવાશે. હાલમાં હજુ સરયુ નદીના કિનારે જગ્યા ફાઈનલ થઈ નથી. જેના કારણે મૂર્તિનું કામ શરૃ થયું નથી પરંતુ ર્મૂિતનું મોડલ તૈયાર થઈ ગયું છે, જે યોગી અદિત્યનાથે ફઇનલ કરી દીધું છે તેમ અનિલ સુથારે જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યુ કે અયોધ્યામાં રામમંદિર તો બનશે પરંતુ સાથે અયોધ્યામાં ૨૫૧ મીટર ઊંચી પ્રભુ શ્રીરામની અતિ ભવ્ય મૂર્તિ પણ સરયુ નદીના કિનારે બનનાર છે. જો આ મૂર્તિની વાત કરીએ તો ભગવાન શ્રી રામ એક હાથમાં ધનુષ અને બીજા હાથમાં તીર લઈ ઊભા હોય તેવી મુદ્રામાં મૂર્તિ બનશે, અને માથાના મુગટની ઉપરના ભાગે મોટું છત્ર પણ બનાવવામાં આવનાર છે. ૨૫૧ મીટરની ભગવાન શ્રી રામની મૂર્તિ પણ સ્ટેચ્યૂ ઓફ્ યુનિટીની જેમ બ્રોન્ઝમાંથી જ બનાવવામાં આવનાર છે.