સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા ટોપ-10 દેશોમાં પહોંચ્યુ ભારત, જાણો કયા દેશ પાસે કેટલુ સોનુ

સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા ટોપ-10 દેશોમાં પહોંચ્યુ ભારત, જાણો કયા દેશ પાસે કેટલુ સોનુ

નવી દિલ્હી, તા. 5 સપ્ટેમ્બર 2019, ગુરૂવાર

સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા ટોપ 10 દેશોની યાદીમાં હવે ભારત પહોંચી ગયુ છે.

ભારતે નેધરલેન્ડને પછાડીને દુનિયામાં 10મુ સ્થાન મેળવ્યુ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ પ્રમાણે ભારતનો સોનાનો ભંડાર હાલમાં 618.2 ટન છે. નેધરલેન્ડ પાસે 612 ટન સોનુ છે. ભીખારી પાકિસ્તાન સોનાના ભંડારના મામલે ભારતથી ઘણુ પાછળ છે. પાકિસ્તાન પાસે 64.6 ટન સોનુ છે.

જાણો સોનાનો ભંડાર ધરાવતા ટોપ 10 દેશો

ક્રમદેશસોનું
1અમેરિકા8133.5 ટન
2જર્મની3366.8 ટન
3ઈન્ટરનેશન મોનેટરી ફંડ2451.8 ટન
4ઈટાલી2451.8 ટન
5ફ્રાંસ2436.1 ટન
6રશિયા2219.2 ટન
7ચીન1936.5 ટન
8સ્વિત્ઝરલેન્ડ1040 ટન
9જાપાન765 ટન
10ભારત618.2 ટન

ભારતમાં ઓગસ્ટ મહિનામાં સોનાની ખરીદી ત્રણ વર્ષના નીચેના સ્તરે રહી હોવા છતા ભારત ટોપ 10 દેશોની યાદીમાં સામેલ થયુ છે. 2000ના વર્ષમાં ભારતનો સોનાનો ભંડાર 357.8 ટન હતો.

સોનાનો ભંડાર કોઈ પણ દેશની કેન્દ્રીય બેન્ક પાસે હોય છે. જે આર્થિક સંકટના સમયમાં કામ લાગતો હોય છે.