સેનેટાઈઝર લગાવીને ફટાકડા ફોડતા લોકો સાવધાન! નહીંતર દાઝી જવાનો મોટો ભય, રાખો આ વાતોનું ધ્યાન

સેનેટાઈઝર લગાવીને ફટાકડા ફોડતા લોકો સાવધાન! નહીંતર દાઝી જવાનો મોટો ભય, રાખો આ વાતોનું ધ્યાન

દેશભરમાં દિવાળીની ઉજવણી ધામ-ધૂમ પૂર્વક કરવામાં આવે છે. ત્યારે દિવાળીમાં લોકો ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જોકે, આ વખતે કોરોનાના કારણે લોકો પરેશાન છે. પરંતુ ઘણા લોકો ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી રહ્યા છો પરંતુ તેને લઇને થોડીક સાવચેતી રાખવાની જરૂર છે. આપણી મજા સજામાં બદલાઇ શકે છે. તો આજે અમે તમને જણાવીશું કે ફટાકડા ફોડતી વખતે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. ખાસ કરીને દીવાળીમાં દાઝી જવાના બનાવો પણ બનતા હોય છે.

– ફટાકડા ફોડતા વખતે આતશબાજી કરો પરંતુ સલામતી પુર્વક કરો, ખાલી પડેલા માટલા, પ્લાસ્ટિકના કે લોખંડના ડબ્બાઓમાં બોમ્બ ફોડવા નહી

– તેમજ નાના બાળકો એકલા ફટાકડા ન ફોડે, ઘરના મોટા લોકો કે ભાઈ બહનેની સાથે રહે તેની દેખરેખ માં જ ફટાકડા ફોડે, બાળકોને બોમ્બ જેવા ફટાકડાથી દુર રાખો

– દીવાની નજીક કોઈ પણ પ્રકારની જવલનશીલ વસ્તુ ન રાખવી તે આગ જલદી પકડી લે છે અને દાઝી જવાનો ભય રહે છે.

– ખાસ કરીને કોટનના ફુલ કપડા પહેરવા જોઈએ, સિન્થેટીક કપડા ન પહેરવા તે આગને તરત જ પકડી પાડે છે.

– મહત્વની વાત ખાસ કરીને બુટ-ચપ્પલ પહેરીને જ ફટકાડા ફોડવા જોઇએ.

– ફટાકડા ફોડ્યા બાદ તેનુ જે પેકીંગ મટીરીયલ છે તેને સળગાવ્યા વગર યોગ્ય રીતે તેને ડીસપોઝ કરવુ જેના કારણે પર્યાવરણને કે બીજી વસ્તુઓને નુકસાન ન થાય

– સૌથી મોટી વાત એ કે ફટાકડા ફોડતી વખતે પાણીની ડોલ બાજુમાં રાખવી.

–  હાલ કોરોનાના સંક્રમણથી બચવા સાવચેતીના ભાગરૂપે લોકો સેનેટાઈઝરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ સેનેટાઈઝરમાં આલ્કોહોલ વધારે પ્રમાણમાં વપરાય છે. સેનેટાઈઝરમાં 70 ટકા આલ્કોહોલની માત્રા હોય છે. માટે તે જ્વલશીલ પદાર્થ બની જાય છે અને જલ્દી આગ પકડે છે. જેથી આ વખતે દિવાળીના સમયમાં સેનેટાઇઝર લગાવીને ફટાકડા ન ફોડવા..