સૂર્યની અત્યાર સુધીની એટલી સ્પષ્ટ તસવીર સામે આવી કે જોઇને આંખ અંજાઇ જશે

સૂર્યની અત્યાર સુધીની એટલી સ્પષ્ટ તસવીર સામે આવી કે જોઇને આંખ અંજાઇ જશે

સૂર્યની એકદમ ચોખ્ખી અને નવી તસવીરો સામે આવી છે. તે જોઇને જાણે કે તમારી આંખો અંજાઇ જશે. આ તસવીરો અત્યાર સુધીની સૌથી સ્પષ્ટ તસવીરો છે. વૈજ્ઞાનિક તેમણે સૂર્યની એચડી તસવીર કહી રહ્યા છે. સાથો સાથ હેરાન કરનાર વાત એ પણ છે કે આટલી સ્પષ્ટ તસવીર કેવી રીતે મળી. આ તસવીર યુરોપના સૌથી મોટા સોલાર ટેલિસ્કોપ ગ્રેગોર એ લીધી છે. લીબનિજ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોલર ફીજિક્સ (KIS)ના વૈજ્ઞાનિક આ તસવીરોનો અભ્યાસ કરી રહ્યા છે. આ ટેલિસ્કોપથી યુરોપના વૈજ્ઞાનિક સૂર્યમાં થઇ રહેલી ગતિવિધિઓ પર દેખરેખ રાખે છે.

ગ્રેગોર ટેલિસ્કોપે આ વખતે ઘણી ઉન્નત પ્રકારની તસવીરો લીધી છે. આ તસવીરોમાં સૂર્યને ખૂબ જ નજીકથી જોવો શકય થયું છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોઇપણ યુરોપિયન ટેલિસ્કોપથી લેવામાં આવેલી અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ તસવીરો છે. લીબનિજ ઇન્સ્ટિટ્યૂટ ફોર સોલર ફિઝિક્સના એન્જિનિયરોએ તેના લેન્સને જ નવેસરથી તૈયાર કર્યા છે. આ નવા લેન્સના લીધે સૂર્યની આ નવી તસવીરોને લેવું અને તેનું વિશ્લેષ્ણ કરવું શકય થયું છે.

ગ્રેગોર દૂરબીનનો એક લેન્સ એટલો તાકાતવાર છે કે આ સૂર્યની જે તસવીરો ખેંચી રહ્યું છે તે 48 કિલોમીટરના અંતરથી સૂર્યને જોવા જેવું છે. આની પહેલાં પણ નાસાના પાર્કર સોલર પ્રોબ એ પણ પોતાના સૂર્ય અભિયાનની અંતર્ગત નજીકની તસવીરો ખેંચવામાં સફળતા મળી હતી. આ વખતની તસવીરો અંગે વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ તસવીરોને નાના કણ પણ અંદાજે 865000 માઇલના વ્યાસનો છે. એટલે કે આ સ્થિતિ કોઇ ફૂટબોલના મેદાનમાં એક કિલોમીટરના અંતરથી એક સોઇને શોધવા જેવું છે.

તસવીરોમાં તે તમામ સન સ્પોટ અને ત્યાંથી ઉભરતી જ્વાળાઓને સારી રીતે સમજી શકાય છે. સૂર્યની જ્વાળામાં જે પ્લાઝમા કિરણો હોય છે તે અંતરિક્ષમાં લાખો કિલોમીટર સુધી ગયા બાદ પાછા સૂર્ય પર વરસે છે. આ વખતે તસવીરોથી એ જ સૌર પ્લાઝમાની ગતિવિધિઓને પણ સમજવામાં મદદ મળી છે. તસવીરોમાં જે અંધકાર વિસ્તાર દેખાય છે તે સન સ્પોટ છે જે સતત બદલાતા રહે છે કારણ કે સૂર્યમાં સતત વિસ્ફોટ થતા રહે છે.

આ વિસ્ફોટોના લીધે જ સૂર્યના ચુંબકીય ક્ષેત્રમાં સતત ફેરફાર થતા રહે છે. રિસર્ચકર્તાઓના લીડર ડૉ.લુસિયા ક્લેઇંટ એ કહ્યું કે તેને પહેલી વખત આ રીતે જોવા મળવું એક સુખદ અનુભવ રહ્યો. આની પહેલાં આ દૂરબીન આટલી ચોખ્ખી રીતે સૂર્યને જોઇ શકયું નહોતું. દૂરબીનમાં કરાયેલા તકનીકી ફેરફારોના લીધે સૂર્ય સ્પષ્ટ દેખાવા લાગ્યો છે.