સુપ્રીમ કોર્ટે / જજે કહ્યું- તમારામાં નૈતિકતા જેવું છે કે નહીં, કે પૈસો જ સર્વસ્વ છે?

સુપ્રીમ કોર્ટે / જજે કહ્યું- તમારામાં નૈતિકતા જેવું છે કે નહીં, કે પૈસો જ સર્વસ્વ છે?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાહત મેળવવા માટે વકીલોની ચાલાકી પર નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ અરુણ મિશ્રાએ શુક્રવારે એક વકીલની આવી ચાલાકી પકડી પાડી. તે અંગે જજે સિનિયર વકીલોની સુપ્રીમકોર્ટ સાથે ધોકાબાજી અંગે ફટકાર લગાવી. વાસ્તવમાં સુપ્રીમકોર્ટમાં અક ગેરકાયદે નિર્માણના કેસને એક વકીલે ચાલાકી કરતા વેકેશન બેન્ચમાં બદલવાનો લાભ ઉઠાવ્યો.

બીજી બેન્ચે આ મામલો સાંભળવો જ નહતો

જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચે ગેરકાયદે દબાણ તોડવા માટે 8 મેના રોજ આદેશ આપ્યો હતો. વકીલે વેકેશનમાં કામ કરતી બેન્ચ પાસેથી તેના પર સ્ટે મેળવી લીધો. પરંતુ શુક્રવારે આ મામલો અરુણ મિશ્રાની બેન્ચમાં સુનાવણી માટે આવ્યો તો તેમણે ગેરકાયદે દબાણ તોડવાના આદેશ અંગે રિપોર્ટ માંગ્યો ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે ડિમોલિશન પર તો સુપ્રીમકોર્ટે સ્ટે આપી દીધો છે. એ જાણી તેઓ વકીલની ચાલાકી અંગે બહુ ગુસ્સે થયા. સાથે કહ્યું કે બીજી બેન્ચે આ મામલો સાંભળવો જ નહતો. બીજી બેન્ચે જે ન્યાયિક અનિયમિતતા કરી છે તેના માટે અરજદાર જવાબદાર છે.