સાવધાન / N-95 માસ્ક કોરોનાનો ફેલાવો રોકવામાં અસફળ, સરકારે રાજ્યોને તેનો ઉપયોગ ન કરવા માટે પત્ર લખ્યો

સાવધાન / N-95 માસ્ક કોરોનાનો ફેલાવો રોકવામાં અસફળ, સરકારે રાજ્યોને તેનો ઉપયોગ ન કરવા માટે પત્ર લખ્યો

  • કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને પત્ર લખી N-95 માસ્કના ઉપયોગ પર રોક લગાવવા માટે કહ્યું
  • WHOએ પણ વાલ્વવાળા N-95 કરતાં ટ્રિપલ લેયર માસ્કને શ્રેષ્ઠ ગણાવ્યો છે

કોરોનાવાઈરસના કહેરથી બચવા માટે માસ્કનો ઉપયોગ અનિવાર્ય છે. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે કોરોનાવાઈરસ સામે N-95 માસ્ક અસરકારક છે. જો તમે પણ N-95 માસ્કનો ઉપયોગ કરો છો તો હવે તમારે ચેતી જવાની જરૂર છે. સરકારના સ્વાસ્થ્ય સેવાના ડાયરેક્ટર ડૉ. રાજીવ ગર્ગે રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને પત્ર લખી તેનો ઉપયોગ રોકવા માટે ભલામણ કરી છે. વાલ્વવાળા N-95 માસ્ક વાઈરસને બહાર નીકળવામાં મદદ કરતાં નથી. તેથી N-95 માસ્કનો ઉપયોગ કોરોના સંક્રમણને રોકવા માટે અસફળ છે.

N-95નો ઉપયોગ હાનિકારક સાબિત થઈ શકે છે
DGHSએ સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર હોમમેડ માસ્કને સુરક્ષિત ગણાવ્યો છે. સાથે જ કહેવામાં આવ્યું છે રેસ્પિરેટર N-95નો ઉપયોગ હાનિકારક છે કારણ કે, તે વાઈરસને માસ્કની બહાર નીકળવા પર રોકે છે. ગર્ગે પત્રમાં લખ્યું છે કે, હું તમામને અનુરોધ કરું છુ કે ફેસકવર માટે N-95નો ઉપયોગ પર રોક લગાવવામાં આવે.

N-95 માસ્ક કરતાં ટ્રિપલ લેયર માસ્ક અસરકારક
સરકારની એડવાઈઝરી અનુસાર, ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ વધારે અસરકારક છે. હવે ડૉક્ટર્સ અને હેલ્થ વર્કર્સ N-95 માસ્ક સાથે ટ્રિપલ લેયર માસ્કનો પણ ઉપયોગ કરી રહ્યા છે.

હોમમેડ માસ્કના ઉપયોગ માટે સરકારે સલાહ આપી
સરકારના નિર્દેશ પ્રમાણે, ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ વધુ સારો છે. WHOએ પણ વાલ્વવાળા N-95 કરતાં ટ્રિપલ લેયર માસ્કને શ્રેષ્ઠ ગણાવ્યું છે.

માસ્કને દરરોજ ધોવું જોઈએ
સરકારે એપ્રિલ મહિનામાં ફેસકવર કરવા માટે હોમમેડ માસ્કનો ઉપયોગ કરવા માટે સલાહ આપી હતી. ઘરની બહાર નીકળતા લોકો માસ્ક પહેરે તેમ કહેવાયું હતું. નિર્દેશાનુસાર,  હોમમેડ માસ્કને દરરોજ ધોઈને સાફ કરવો જરૂરી છે. માસ્ક બનાવવા માટે સુતરાઉ કપડાંનો ઉપયોગ કરી શકાય છે.

માસ્કના રંગથી કોઈ ફરક પડતો નથ
નિષ્ણાતોના મત અનુસાર, હોમમેડ માસ્કનો રંગ કેવો છે તેનાથી તેની અસરકારકતા પર કોઈ પણ ફરક પડતો નથી, પંરતુ કપડાંના માસ્કને ઉકાળેલા પાણીમાં 5 મિનિટ રાખી ધોવો જોઈએ અને તે સુકાઈ જાય ત્યારબાદ જ તેનો પ્રયોગ કરવો જોઈએ. ઉકાળેલા પાણીમાં મીઠું પણ ઉમેરી શકાય છે.

પરિવારના દરેક સભ્યનો અલગ માસ્ક હોવો જોઈએ
હોમમેડ માસ્ક ચહેરાને સારી રીતે કવર કરે તે જરૂરી છે. સાથે તે પણ આવશ્યક છે કે ઘરમાં દરેક સભ્યનો અલગ માસ્ક હોય તમારા માસ્કને કોઈ અન્ય સાથે શેર ન કરવો જોઈએ.